________________
૧૪૬
જાહેર પ્રજાની સેવા કરવાની સાથે સોરાબજીએ પોતાની કોમની પણ સારી સેવા બજાવી હતી અને તેઓ પારસી મેટ્રિમોનિયલ કૉર્ટના એક સભાસદ હતા. તેઓ સ્ત્રી–કેળવણીના ભારે હિમાયતી હતા અને તેથી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીના એક આગેવાન સભાસદ થયા હતા. તેમણે લગભગ (રૂા. ૬૭,૦૦૦) હજારના ખરચે એક કન્યાશાળા સ્થાપી હતી. તેઓ સને ૧૮૯૩માં લગભગ ૬૨ વરસની વયે અવસાન પામેલ. એમની યાદી કાયમ રાખવા માટે મુંબઈની પ્રજાએ એમનું એક પૂતળું બનાવીને સને ૧૯૦૦માં ખુલ્લું મૂકેલ હતું.
સાહિત્યપરિષદના જનક
રણજિતરામ વાવાભાઈ મહેતા
ગુજરાતના ઉત્કર્ષ માટે ગુજરાતી ભાષાના ગૌરવ માટે સદાય ગુંજતા રહેલા ગુજરાતીસાહિત્ય પરિષદના જનક અને ગુજરાતની અસ્મિતાના અવતાર રણજિતરામ વાવાભાઈ મહેતાનું વતન અને મોસાળ સુરત હતું. સુરતમાં મોસાળના નિવાસસ્થાને વિક્રમ સંવત ૧૯૩૯ના કાર્તિક સુદ બીજના પુનીત પરોઢે તેમનો જન્મ થયેલો.
તેમના પિતા વાવાભાઈ મહેતા મુંબઈ યુનિવર્સિટીના એલ.સી.ઈ. હતા. તેઓ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. ભરૂચ જિલ્લામાં સેવારત હતા. શૈશવ સમય અલગ અલગ અને કેટલોક સમય પાલિતાણામાં મોસાળમાં પણ વ્યતીત થયેલો હતો. તે પછી વાવાભાઈ મહેતા ઈ.સ. ૧૯૮૮ના વર્ષમાં અમદાવાદમાં નિમાયા તેમ જ સ્થાયી થયેલા રણજિતરામનો અભ્યાસ અમદાવાદમાં શરૂ થયેલો ને ત્યાં જ પૂરો થયેલો. મેલટ્રેનિંગ કૉલેજના પ્રેક્ટિસિંગ વર્ગમાં ગુજરાતી અભ્યાસ કર્યો એ પછી માધ્યમિક શિક્ષણ મિશન સ્કૂલમાં પ્રાપ્ત કર્યું.
તેમના પિતાનો સ્વભાવ તેજ હતો. ઘરમાં હોય ત્યારે જરૂર પૂરતી જ વાત થતી. મોટે ભાગે તેઓ વાચનમાં જ રત રહેતા હતા.
રણજિતરામ તેમના મોટા પુત્ર હતા. તેથી કોઈ કુલક્ષણ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ દાખલ ન થઈ જાય તેનું ધ્યાન રાખતા રણજિતરામ અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે કોઈની સોબતના કારણે સિગારેટ પીવાનું શરૂ કરેલું–તેમના કુટુંબમાં બીડી-સિગારેટ પીવાનાં કોઈ બંધન નહોતાં પણ વાવાભાઈ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેથી કોઈ પ્રકારના વ્યસનથી સૌ દૂર હતા. એક વખત રણજિતરામના કોટનું ખિસ્સું તપાસતાં સિગારેટ મળી આવતાં જ પુત્રને પાઠ ભણાવવા સખત સજા કરી.
ત્યાર પછી કોઈ દુર્ગુણ રણજિતરામને સ્પર્શી શકેલ નહીં. ઈ.સ. ૧૮૯૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી ઈ.સ. ૧૮૯૯માં ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી ઈ.સ. ૧૯૦૩માં તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષય લઈ તેઓ બી.એ.ની પરીક્ષામાં બીજા વર્ગે પસાર થયા. ગુજરાત કૉલેજમાં ફેલો તરીકે નિયુક્ત થયા. એક વર્ષ ત્યાં કામ કર્યું. તે દરમિયાન તેમણે જાહેર હિલચાલમાં ભાગ લેવાનું શરૂ કરેલું. તેમને માટે સૌને માન હતું. યુવાનોના તે આદરણીય આગેવાન હતા. તેમ વડીલવર્ગમાં પણ તેમનું માનભર્યું સ્થાન હતું. તેમની બૌદ્ધિક પ્રતિભાનો પ્રભાવ અને પ્રતાપ સંપર્કમાં આવનાર પર ચિરંજીવ છાપ ઉપસાવતો હતો. જ્ઞાન-વિદ્વતા-બુદ્ધિચાતુર્ય અને પાકટપણું એમનામાં વિકાસ પામીને વિસ્તરવા માંડ્યાં હતાં. સમાજ, સાહિત્ય અને શિક્ષણના સવાલોને સહજતાથી ઝીલી શકતા અને ઉકેલી શકતા હતા.
તે સમયે એટલે કે ૧૯૦૪ના વર્ષમાં તેમણે વિચાર્યું કે ગુજરાતમાં એક પણ સાહિત્યસંસ્થા નથી તેથી એવી સંસ્થા કે જે દ્વારા સાહિત્યકારો-લેખકો-વિદ્વાનો એકત્ર થઈ સાહિત્યનો નિયમિત રીતે અને શાસ્ત્રીય ઢબે અભ્યાસ કરી ગુજરાતી સાહિત્યનો અભ્યુદય–અભિવૃદ્ધિ કરી શકે. આવા ઉમદા ઉદ્દેશ સાથે તેમણે ઈ.સ. ૧૯૦૪ના વર્ષમાં પ્રથમ ‘ગુજરાતી સાહિત્યસભા'ની સ્થાપના કરી પ્રથમ પ્રગરણ માંડેલું.
ગુજરાત અને સ્વદેશાભિમાનના અંકુરો એના અંતરમાં આપોઆપ ફૂટેલા અને તેના વ્યાપક પ્રચાર માટે સ્વદેશાભિમાનના કાવ્યોનો સંગ્રહ ‘સાહિત્ય-સભા' દ્વારા પ્રકાશિત કરાવ્યો. તે અતિ લોકપ્રિય થતાં તેની પાંચ આવૃત્તિઓ થઈ હતી.
સાક્ષર જયંતીઓ યોજવાના પોતાના વિચારને મૂર્તસ્વરૂપ આપેલું. ‘સાહિત્ય-સભા' આયોજિત વ્યાખ્યાનો થયાં જે વ્યાખ્યાનો સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ નીવડેલાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org