SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ આવ્યો, જે હોદ્દો મેળવવા ભાગ્યશાળી થનાર દેશી તરીકે તેઓ પહેલા જ હતા. આ જગ્યા પણ તેમણે સારું કામ કરવાથી તેમને એથી પણ ઊંચો હોદ્દો આપવાની બેંકના વડાએ ઇચ્છા બતાવી, પરંતુ એક દેશીની આવી રીતે ચડતી જોઈ યુરોપિયન અધિકારીઓ વિરોધ કરવા લાગ્યા, તેથી એ વાત એટલેથી અટકી ગઈ. અંગ્રેજોની આવી વર્તણૂકથી નારાજ થઈને સોરાબજીએ સને ૧૮૫૮માં પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું. મંચેરજી ફરામજી કામા નામના ગૃહસ્થના મદદનીશ તરીકે માસિક (૫૦૦) રૂપિયાના પગારથી જોડાયા. એ કંપનીમાં છ વરસ સુધી રહ્યા. તે પછી મિ. કામા એકાન્તવાસી થવાથી સોરાબજી વરજીવનદાસ માધવદાસ તથા ભગવાનદાસ ૧૪૫ દેવાની ઇચ્છાથી મ્યુનિસિપાલિટીની આર્થિક સ્થિતિ લક્ષમાં રાખ્યા વગર ઉડાઉ ખર્ચ કરવા માંડ્યું. આ વખતે મ્યુનિસિપાલિટીના બીજા મેમ્બરો બેસી રહ્યા પણ સોરાબજી સ્વ નવરોજજી ફરદુનજી તથા સ્વ. ડૉ. બ્લેન્લી વગેરેએ મિ. ક્રાફર્ડના ઉડાઉ વહીવટની સામે બાથ ભીડી તેના પરિણામે સરકારે એ બાબતની તપાસ કરવા એક કમિટી નીમી. એ કમિટીના સભાસદોમાં દેશી ગૃહસ્થ તરીકે એકલા સોરાબજી શેઠ હતા. બાકીના બધા યુરોપિયનો હતા. આ કમિટીમાં શેઠ સોરાબજીએ મી. ક્રાફર્ડના અંધેર વહીવટની વાત એવી ચોટદાર રીતે રજૂ કરી કે કિંમટીમાં તેના કેટલાક મિત્રો હોવા છતાં સર્વનો અભિપ્રાય તેની વિરુદ્ધ ગયો. તેથી મિ. ક્રાફર્ડને એકદમ રહ્યા હતા. માધવદાસની સાથે જોડાયા, જ્યાં તેઓ જીવનના અંત સુધી પોતાના હોદ્દાનું રાજીનામું આપવું પડ્યું. શેઠ સોરાબજીના આ પ્રયત્નથી પ્રજા તેમના પર ખુશી થઈ અને સરકારે પણ સને ૧૮૭૨નો નવો મ્યુનિસિપલ એક્ટ ઘડતી વખતે એમની સૂચનાઓનો સ્વીકાર કર્યો હતો. સોરાબજી એક ઉત્સાહી લેખક હતા અને તેથી પોતાની આર્થિક સ્થિતિ અનુકૂળ થયા પછી તેમણે જાહેર પત્રોમાં લેખો લખવા શરૂ કર્યા હતા. સને ૧૮૪૯માં તેમણે જગતમિત્ર’ નામે ગુજરાતી માસિક કાઢવું શરૂ કર્યું હતું, જે તેમણે બે વર્ષ સુધી ચલાવ્યું હતું. એ જ અરસામાં તેમણે બે વરસ સુધી ‘મુંબઈ સમાચાર'ના અધિપતિ તરીકે જવાબદારી સંભાળી હતી. સને ૧૮૫૧માં તેમણે સમાચારના અધિપતિનું પદ છોડીને ‘જગતપ્રેમી’ નામે એક બીજું માસિક શરૂ કર્યું હતું. એ માસિક ત્રણ વરસ સુધી પૂરી સફળતા સાથે ચાલ્યું હતું અને તેનાથી સોરાબજી શેઠને સારી નામના મળી હતી. સને ૧૮૫૭માં તેમણે સર જમશેદજી જીજીભાઈ ટ્રાન્સલેશન ફંડ તરફથી માંગવામાં આવેલ એક ઇનામી નિબંધ લખી ૫૦૦ રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. ‘સસ્ત ગોફતાર’ પત્રની માલિકીમાં પણ તેમણે ભાગ રાખેલો અને અમુક વખત સુધી એ પત્રના અધિપતિ તરીકે કામ કર્યું હતું. સને ૧૮૬૩માં તેઓ યુરોપની મુસાફરીએ ગયેલા, ત્યાંથી પરત આવીને તેમણે ત્યાંના રૂ તથા લોખંડના ઉદ્યોગનું ધ્યાન અત્રેના વર્તમાનપત્રોમાં પ્રગટ કર્યું હતું. તે વખતે ચાલતા શેરમેનિયામાં નહીં ઝંપલાવવા પ્રજાને ચેતાવી હતી. સને ૧૮૬૫માં મુંબઈની મ્યુનિસિપાલિટીનો વહીવટ જે. પી. ઓ.ના હાથમાં હતો. શેઠ સોરાબજી પણ એક જે. પી. હોવાથી તેઓ પણ મ્યુનિસિપાલિટીના મેમ્બર હતા અને તેમણે પ્રજાની સેવા બજાવી હતી. એ વખતે મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પ્રખ્યાત આર્થર ક્રાફર્ડ હતા. તેણે મુંબઈને એકદમ સુધારી પારસ બનાવી 19 Jain Education International સને ૧૮૭૬માં તેમને મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બરનો માનવંત હોદ્દો આપવામાં આવ્યો હતો. આ હોદ્દા દરમ્યાન તેમણે જે મહત્ત્વનું કામ કર્યું તે એ હતું કે મિલોમાં બાળકોને ૧૨ થી ૧૩ કલાક સુધી કામ કરાવતા અને નાનાં બચ્ચાંને પણ મિલના કામમાં જોડતા તે અટકાવવાનું હતું. આ બાબતને લગતો ખરડો તેમણે મુંબઈની ધારાસભામાં રજૂ કર્યો, પણ ત્યાં તે પસાર ન થવાથી શેઠ સોરાબજીએ એ ખરડાની નકલો વિલાયતના મજૂરોના હિમાયતી ગૃહસ્થો પર તથા પાર્લામેન્ટના મેમ્બરો પર મોકલી. પરિણામે સને ૧૮૮૧માં ફેક્ટરી એક્ટ ઘડવામાં આવ્યો. એ કાયદાની રૂએ હિન્દુસ્તાનના કોઈ પણ કારખાનામાં સાત વરસથી ઓછી ઉંમરના બાળકને કામે લગાડવાની મનાઈ કરવામાં આવી અને ૭ થી ૧૨ વરસની ઉંમરના બાળક પાસેથી ૯ કલાકથી વધારે વખત કામ નહીં લેવાનું નક્કી થયું. સને ૧૮૮૨માં તેમણે એજ્યુકેશન કમિશન સમક્ષ જુબાની આપી દાખલા-દલીલોથી સાબિત કરી આપ્યું હતું કે હજુ આ દેશમાં કેળવણી વિશે ઘણું કરવાનું બાકી છે. સને ૧૮૮૩ સ્ત્રીઓને માટે સ્ત્રી-ડોક્ટરોની જરૂર સંબંધે જે હિલચાલ થયેલ તેમાં પણ તેમણે ઘણો જ આગળ પડતો ભાગ લીધેલો, સને ૧૮૮૭માં તેમણે વિલાયતી કાપડ પરથી જકાત કાઢી નાખવાની વિરુદ્ધ વોઇસરોયને એક મજબૂત ભલામણવાળો પત્ર લખ્યો હતો, ઉપરાંત બીજાં પણ ઘણાં જાહેર કાર્યોમાં તેમણે ભાગ લીધો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy