SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ગ્રંથલેખન અને વાચન તથા ઈશ્વરસ્મરણ એ જીવનનો પંથ બનાવી દીધો હતો. તેમની ઉંમર ૮૦ વર્ષની થયા છતાં આરોગ્ય જળવાયેલું. દૃષ્ટિ વધુ તેજસ્વી બની અને શરીરમાં નવીન પ્રકારનું ઓજસ ઊભરાયું હતું. જે વખતે શ્રી વિસનજીભાઈ સંસારી અવસ્થામાં એટલે કે ગૃહસ્થાશ્રમમાં હતા તે વખતે પણ અવકાશના સમયમાં ગ્રન્થલેખનનું કાર્ય કરતા હતા. ‘અમરલાલ ચરિત્ર', ‘શ્રી અષ્ટાવક્ર ગીતા', ‘શ્રી ગુરુસ્તુતિ’ અને ‘કચ્છનો કાર્તિકેય' વગેરે પુસ્તકો લખ્યાં ઉપરાંત પોતાના જૈનધર્મી મિત્ર શાહ ભીમસિંહ માણેકને ‘રામચરિત્ર', ‘પાંડવચરિત્ર', ‘નવતત્ત્વ પ્રકરણ', ‘ઢૂંઢકમત ખંડન’ વગેરે પુસ્તકો તથા નાટકો લખી આપ્યાં હતાં, પરંતુ તે ધર્મના અનુયાયી ન હોવાથી તે ગ્રન્થો પર પોતાનું નામ આપ્યું નથી. પોતાની સારી સ્થિતિમાં આ ઉદારાત્મા પુરુષે અનેક સખાવતો કરેલી પણ ક્યાંય પોતાનું નામ પ્રગટ થવા દીધું ન હતું. નામના સારુ દાન આપવાનું તેઓ પસંદ કરતા નહોતા. મુંબઈમાં દરિયાસ્થાન બંધાવતી વખતે તેઓએ સારી સહાયતા આપેલી હતી, છતાં સખાવતી ગણાવાની જરાયે પરવા કરી નહોતી. જગતને રિઝવવા કરતાં પોતે પોતાના આત્માને રિઝવવાનું પ્રથમથી જ પસંદ કરતા હતા. મુંબઈ, અમદાવાદ આદિ શહેરોમાં ઠક્કુર વિસનજી ચતુર્ભુજના નામથી જાણીતા હતા પરંતુ સિન્ધ પ્રદેશોમાં ઠક્કુર વિષ્ણુદાસ અથવા વિશનદાસના નામથી ઓળખાયલા ત્યાંના મોટા મોટા મહંતો પણ તેઓના શિષ્ય હતા. પોતે એક સાધુ પુરુષ તરીકે વંદનીય તથા પૂજનીય થયા. સ્વજ્ઞાતિ, પ્રેમ, શોધક બુદ્ધિ, વિદ્વતા અને વ્યવસ્થાશક્તિ આદિ સદ્ગુણો સૌને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવા હતા. ડૉ. મણિલાલ ભગત ડોક્ટર મણિભાઈ દશા ખડાયતા વણિક હતા. તેમનો જન્મ સંવત ૧૯૪૧ના આસો સુદ ૧૪ના રોજ થયેલ છે. એમની છઠ્ઠી પેઢીએ રણછોડદાસ નામના એક પ્રખ્યાત ભક્ત થઈ ગયેલ. એ ભક્તની ગુજરાતમાં ઘણી જ સારી પ્રખ્યાતિ હતી. તેમની જગ્યા તોરણામાં છે. તેમને માનનારાં સેવકોની સંખ્યા ઘણી જ મોટી અને તેમને અન્ય ધર્મ ગુરુઓની માફક કંઠી બાંધવાનો અધિકાર હતો. રણછોડ ભક્ત કવિ તરીકે પણ ઘણી જ સારી નામના મેળવેલી. તેમની કેટલીક કવિતાઓ કાવ્યદોહનમાં છે. Jain Education International ૧૩૫ રણછોડ ભક્તના પિતાનું નામ નરસિંહ મહેતા હતું. એમના વખતનો ચોક્કસ નિર્ણય નથી, પરંતુ ૧૭૮૫થી ૧૮૦૫ સુધી તેઓ તોરણામાં હોવાનું જણાયેલું. રણછોડ ભક્ત પ્રથમ પોતાના વતન ખડાલમાં ધીરધારનો તથા નેસ્તીનો ધંધો કરતા હતા. તેમને નાનપણથી ઈશ્વરભજન તથા સંતસાધુ પર વિશેષ પ્રીતિ હતી અને તેથી તેઓ તેમની સારી સેવા કરતા. શ્રી ડાકોરજીના રણછોડરાય પર રણછોડ ભક્તને બહુ જ શ્રદ્ધા હતી અને તેથી તેઓ દર પૂનમે ડાકોર જતા હતા. બીજા ભક્તોની માફક રણછોડ ભક્તના પણ કેટલાક પરચાઓ પ્રચલિત હતા. એક વખત એક વિધવા બાઈએ બહારગામ જવાનું હોવાથી તે પોતાના ઘરેણાંનો દાબડો લઈ ભક્તને ત્યાં મૂકવા ગઈ. એ વખત ભક્ત પૂજામાં બેઠેલા હોવાથી તેમણે દાબડો હાથમાં નહીં લેતાં પાસે એક મજુસ પડેલી હતી તેના પર મૂકી જવાની બાઈને આજ્ઞા કરી. બાઈ તે પ્રમાણે મૂકીને જતી રહી. હવે એ દાબડો બાઈને મજૂસ પર મૂકતાં સામે રહેનાર એક સોનીએ જોયો આવીને ઘરેણાંનો દાબડો ઉપાડી લીધો તથા પોતાને ત્યાં લઈ જઈ છાણાંના ઢગલામાં સંતાડી દીધો. બનાવ એવો બન્યો કે કંઈ કારણસર બાઈને ગામ જવાનું બંધ રહ્યું અને તેથી તે પોતાનો દાબડો લેવા પાછી આવી. તે વખતે ભક્ત હજુ પૂજામાં જ હતા અને તેથી તેમણે દાબડો જ્યાં મૂક્યો હોય ત્યાંથી લઈ લેવાનું બાઈને કહ્યું, પરંતુ બાઈને ત્યાંથી દાબડો મળ્યો નહીં અને તેથી ભક્તને તથા બાઈને કેટલીક બોલાચાલી થઈ. છેવટે બાઈએ ભક્તની વિરુદ્ધ ખડાલના મિયાં પાસે ફરિયાદ કરી. તે ઉપરથી ભક્તને એકદમ કચેરીમાં બોલાવી નજરકેદ રાખવામાં આવ્યા. રણછોડ ભક્તે ઈશ્વરનું ધ્યાન ધરી સહાયતા માગી. એ વખતે તેમણે જે સ્તુતિ કરી તે ‘કેવળ રસ’ નામના કાવ્ય તરીકે પ્રખ્યાત છે. એ કાવ્યની અંદર મોતીદાસ છંદની ૩૬૦ કડીઓ છે. કહેવાય છે કે સાક્ષાત્ પરમેશ્વરે સાધુના વેશે આવી સોનીએ સંતાડેલો દાબડો કાઢી હાજર કરીને રણછોડ ભક્તની લાજ રાખી. આ બનાવથી ભક્તને મિયાં તરફ માઠું લાગ્યું અને તેથી રિસાઈને ખડાલ છોડી તેઓ ચાલી નીકળ્યા અને અન્ન જળ નહીં લેવાની પ્રતિજ્ઞા લઈ ડાકોર જવાની તૈયારી કરી, પરંતુ માર્ગમાં તોરાણા ગામ આવ્યું. ત્યાંના કડવા પટેલો ભક્તના મિત્રો હતા. તેમના જાણવામાં એ વાત આવતાં ભક્તને ડાકોર ન જવા દેતાં ત્યાં તોરણામાં જ રોકી રાખ્યા. ત્યાં તેમને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy