________________
સ્વપ્ન શિલ્પીઓ
ખંભાતમાં આ. શ્રી કૈવલ્યરત્નાશ્રીજીની વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહૂતિનો મહોત્સવ વિ.સં. ૨૦૬૨માં બોરસદથી કલિકુંડ તીર્થનો છ'રીપાલિત સંઘ, નરોડાતીર્થમાં પોષ દશમીના-શાસન પ્રભાવક અઠ્ઠમ તપની આરાધના, ડીસા નગરમાં મુમુક્ષુૠષિક્ષ કુમારીનો ભવ્ય દીક્ષા મહોત્સવ અને એ જ વર્ષમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં સાબરમતી યાત્રિક ભુવનમાં થયેલ યાદગાર ભવ્ય ચાતુર્માસ. વિ.સં. ૨૦૬૩માં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં બેંગલોર ભુવનમાં ખંભાત પરિવાર આયોજિત ભવ્ય નવાણુ યાત્રા.
માગશર મહિનામાં મુમુક્ષુ ભવ્યાકુમારી પ્રદીપભાઈ ભીવંડીવાળા તથા મહા મહિનામાં મુમુક્ષુ મંગળાબહેન રમણિકલાલ વડેચા–ડીસાવાળાનો ભવ્યાતિભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ
મહા મહિનામાં જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં હીરાશાંતા યાત્રિક ગૃહમાં જિર્ણોદ્ધારિત શ્રી મહાવીરસ્વામી જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ...મુંબઈ ભારતનગર જૈન સંઘ, ગ્રાન્ટરોડની અત્યાગ્રહભરી ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર. ત્યાંથી અમદાવાદ થઈ અમદાવાદમાં પણ પૂજ્યશ્રીના આચાર્યપદના ૧૧ વર્ષના પૂર્ણાહૂતિ પ્રસંગે ભવ્ય મહોત્સવ ઉજવાયેલ. ત્યાંથી આણંદમાં આનંદ-મંગળ આરાધનાધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ તથા નૂતન ઉપાશ્રયમાં ઉદ્ઘાટનનો મંગલ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ.
મુંબઈ મહાનગરમાં પધરામણી કરતા પ્રત્યેક સ્થાનોમાં ભવ્ય સામૈયું, નવકારશી, પ્રવચનો, સંઘપૂજનની હારમાળા સર્જાઈ...ખાસ કરીને કચ્છી દશા ઓશવાળ સમાજમાં પૂજ્યશ્રી આચાર્યપદ પ્રદાન બાદ પ્રથમવાર પધરામણી કરતા હોવાથી અપૂર્વ ઉલ્લાસ પ્રવર્તતો હતો. મુંબઈ મહાનગરમાં મુલુંડમાં જેઠ સુદ ૬ના દિવસે પૂજ્યશ્રીનો ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. મુલુંડમાં પણ ચારેય દિવસ વિવિધ સ્થાનોમાં પ્રવેશ-નવકારશી પ્રવચનો, સંઘપૂજનોની શ્રેણીઓ રચાણી. ત્યાંથી ભાંડુપ પધારતા પૂજ્ય તપસ્વીરત્ન પંન્યાસ શ્રી ભદ્રશીલ વિજયજી મ.ની પુણ્યતિથિ પ્રસંગે શાંતિસ્નાત્ર મહોત્સવ, વિક્રોલીની શાનદાર ચૈત્ય પરિપાટી, વિક્રોલીમાં અનેકવિધ શાસન પ્રભાવના, ત્યાંથી અંધેરી થઈ પાર્લામાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. હેમભૂષણમ.ના દર્શન, વંદન, ત્રણ દિવસ સ્થિરતા, શાંતાક્રૂઝ, દાદર, ભૂલેશ્વર, મસ્જિદબંદર, શ્રીપાલનગર, તારદેવ આદિ સ્થાનોમાં સુંદર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રીજીનો
Jain Education International
ભારતનગર જૈન સંઘમાં અષાઢ સુદ-૯ના ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયેલ. ભારતનગર સંઘનો ઉત્સાહ અને ગુરુભક્તોનો ઉલ્લાસ, ગુરુપૂજનાદિની અપૂર્વ ઉછામણી, અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યોપૂર્વકનું યશસ્વી ચાતુર્માસ, ચાતુર્માસ બાદ શાહપુર તીર્થનો આઠ દિવસનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક સંઘ, પોષ માસમાં મરીન ડ્રાઈવમાં સુ. ઉમેદચંદ્ર ભોગીલાલ શાહના નિવાસસ્થાને નવનિર્મિત શ્રી આદિનાથ સ્વામી ગૃહ જિનાલયમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. પુનઃ ગુરુદેવશ્રીનો ગુજરાત તરફ વિહાર વડોદરા, સુભાનપુરામાં ચાતુર્માસની જય. માર્ગમાં પણ ભાયંદર, વિરાર, વાપી, સુરત, બોરસદ વિગેરે સ્થાનોમાં પણ અનેક શાસનપ્રભાવક પ્રસંગો. અમદાવાદ નગરમાં મુમુક્ષુ વીરચંદભાઈ ડાબા તથા તેમની સુપુત્રી જિનલકુમારીનો ભવ્યાતભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ. વડોદરા, સુભાનપુરા વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભુવનમાં વિ.સં. ૨૦૬૪નું યશસ્વી અવિસ્મરણીય ચાતુર્માસ. વાચનાશ્રેણી આદિ અનેકવિધ અનુષ્ઠાનો, અનેક સાધ્વીજી ભગવંતોની માસક્ષમણ આદિ ઉત્કૃષ્ટ તપશ્ચર્યાઓ, અનેકવિધ આરાધનાસભર ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિ.સં. ૨૦૬૫માં અમદાવાદ, શાંતિવન પાલડીમાં મુ.શ્રી હર્ષશીલવિજયજી મહારાજના ગણિ-પંન્યાસપદ પ્રદાન નિમિતે ઊજવાયેલ ભવ્ય મહોત્સવ. સુરભિત વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કોઠોરા (કચ્છ) નિવાસી શ્રી ભાગચંદભાઈ દામજી ધરમશી પરિવાર આયોજિત ૧૦૦૦ થી અધિક યાત્રિકો ૧૫૦થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતો સાથેનો ૧૯ દિવસનો રાજનગરથી પાલિતાણા સુધીનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક ઐતિહાસિક અવિસ્મરણીય યાત્રા સંઘ. ત્યારબાદ સુરતનિવાસી શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ પરિવાર આયોજિત વલ્લભીપુર-પાલીતાણા મહાતીર્થનો ભવ્ય છ'રીપાલિત સંઘ. વિ.સં. ૨૦૬૫મજ અમદાવાદ-પાલડી રંગસાગરમાં પૂજ્યશ્રીના સદુપદેશથી પ્રારંભિત થયેલ વર્ષીતપની સામુહિક આરાધના.
પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિવર્ષ શાસનપ્રભાવનાના કાર્યો સંપન્ન થતાં રહે છે.
૧૨૧
For Private & Personal Use Only
અનેકવિધ
પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સંપન્ન થતા રહે છે.
પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી
www.jainelibrary.org