________________
સ્વપ્ન શિલ્પીઓ
નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ-પૂનાના સુવર્ણ આગમમંદિ૨ને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને !
સૌજન્ય : પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગરસૂરિ મ.સા. તથા પૂ. આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવાર તરફથી
પ.પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.
જાણવા
કોઈપણ મહાપુરુષનો કે વ્યક્તિનો પરિચય પામવામાટે જીવન-ચરિત્ર...જીવન-જ્યોત...જીવન-ઝલક... વગેરે હોય છે. જ્યારે પૂ. શાસનપ્રભાવક, વિદ્વાનવ્યાખ્યાતા, લાગણીશીલ, સદાય હસમુખા, સરળŁદયી, આચાર્યદેવ શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સાનું જીવન સરોવર' નિહાળવા જેવું છે. જેમાં તેઓશ્રીની પ્રેરણા-લબ્ધિથી શાસનપ્રભાવનાના અનેક પ્રકારના ‘મહાપદ્મ'-ખીલેલા જોવાં મળે છે અને તેની અનુમોદના કરવાની ભાવના અચૂક થયાં વિના રહે નહીં. ખરેખર! તેઓશ્રી નિખાલસ અને પુણ્ય પ્રતાપી પણ છે.
પૂજ્યશ્રીનો જન્મ...વડોદરા જિલ્લાની પ્રાચીન તીર્થભૂમિ ડભોઈ (દર્ભાવતી) નગરીમાં વિ.સં. ૧૯૮૧, ફાગણ સુદ-૧૪, સોમવારે થયો હતો. પૂ. પિતાશ્રીનું નામ છોટાલાલ' અને પૂ. માતુશ્રીનું નામ ગિરજાબહેન' તેમજ પોતાનું નામ...રાશિ પ્રમાણે ‘મધુસૂદન’ અને સોમવારનો જન્મ-દિન હોવાથી ‘સોમચંદ’ હતું.
પોતાની જન્મભૂમિ-ડભોઈમાં વિ.સં. ૨૦૦૦માં પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન-તપની આરાધના કરીને માળ પહેરી હતી. ઉપધાન તપ દરમ્યાન થયેલી ભૂલોના પ્રાયશ્ચિત્તરૂપે ‘દીક્ષા' ગ્રહણ કરવી એમ પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું...એ વાત ધ્યાનમાં રાખીને; વિ.સં. ૨૦૦૨, માગશર સુદ-૪ના અમદાવાદમાં પૂ. સિદ્ધાન્તનિષ્ઠ આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ‘દીક્ષા' અંગીકાર કરી હતી અને પૂ. સાહિત્યકલારત્ન આ.શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી (તે વખતે મુનિરાજ શ્રી યશોવિજયજી) મ.ના શિષ્યરૂપે સ્થાપ્યા અને નામ પડ્યું પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી મ.
Jain Education International
૧૦૫
સંયમ ગ્રહણ કર્યા બાદ...પૂ.આ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.ની છાયામાં રહીને; જ્ઞાન-ધ્યાન-તપમાં તેમજ જ્યોતિષ વગેરે વિષયમાં પ્રગતિ સાધનાપૂર્વક પારંગત
થયા હતા.
ત્યારબાદ એક ચાતુર્માસ...પૂ. પ્રતાપસૂરિજી મ.ની સાતે મુંબઈ-શાન્તાક્રુઝ (પશ્ચિમ)માં કર્યું અને સ્વતંત્રપણે પ્રથમ ચોમાસું પોતાના સંસારી ભાણેજ શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી મહાબલસૂરીશ્વરજી (તે વખતે પૂ. મુનિરાજ શ્રી મહાબવિજયજી) મ. સાથે મુંબઈ-દાદર શ્રી શાંતિનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં કર્યું. ત્યાર પછી શિષ્ય-પ્રશિષ્યો સહિત મુંબઈ-કોટ, ગોવાલિયા ટેંક, પાર્લા, મલાડ, કાંદિવલી, બોરીવલી, અંધેરી, દહીંસર, ચેમ્બુર, ઘાટકોપર, સંઘાણી એસ્ટેટ, માટુંગા, પાલિતાણા, વડોદરા-કાઠીપોળ, જાનીશેરી, કારેલીબાગ, સમેતશિખરજી-તીર્થ, વરણામા ‘શ્રી પાર્શ્વ-પદ્માવતી- ધર્મધામ' જૈન તીર્થ અને વડોદરા-દેરાપોળ આદિ સ્થળોએ ચિરસ્મરણીય ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની પ્રેરણા લબ્ધિથી...આયંબિલ ભવન, ઉપાશ્રય, શિખરબંધી જિનાલય અને ગૃહમંદિર તેમજ પાઠશાળા, જ્ઞાનભંડારની સ્થાપના, છ'રી પાલિત પદ-યાત્રા સંઘસ લમૂહ વરસીતપ-સિદ્ધિતપ-ઉપધાન તપ વગેરેની આરાધના અને અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ મહામહોત્સવના ધર્મકાર્યોની
ઉજવમી થઈ છે અને હાલ ચાલુ છે. પૂજ્યશ્રી ભૂતકાળને યાદ કરવાપૂર્વક ખાસ કહે છે કે મેં મારી જન્મભૂમિ ડભોઈમાં...સંસારીપણામાં ‘ઉપધાન તપ' કર્યા હતા અને વિ.સં. ૨૦૩૫માં સાધુપણામાં ‘ઉપધાન-તપ’ કરાવ્યા.
પૂ. દાદ ગુરુદેવ...યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી મ.સા.ની ઉપદેશ-લબ્ધિથી થયેલી શાસનની અનેકવિધ પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીનો સહયોગ સતત જોવાં મળતો હતો. પૂ. યુગદિવાકર ગુરુદેવના વરદ હસ્તે...પાલિતાણાની પવિત્ર તીર્થભૂમિમાં વિ.સં. ૨૦૩૫, કારતક વદ-૫ના ‘ગણિપદ’ અને માગશર સુદ-૫ના ‘પંન્યાસ-પદ’ અર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુંબઈ-અંધેરી (પૂર્વ)માં પૂ. સાહિત્યકલારત્ન આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આ. શ્રી વિજય જયાનંદસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૪, કા.વદ૭ (પ્ર.)ના ‘આચાર્યપદ'થી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રીના વરસ હસ્તે...અનેક દીક્ષા-વડીદીક્ષા તેમજ પંન્યાસ-પદ અને આચાર્ય-પદ અર્પણ કરવામાં આવેલ છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org