________________
૧૦૪
મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સમય પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુન: જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ.આ.શ્રી કુમુદસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા' રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે “પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. “આગમરનમંષા’ નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું!
સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ-આંબાવાડી
સ્વપ્ન શિલ્પીઓ. મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩-ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ તત્કાલીન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજા આદિની શુભ નિશ્રામાં અને શ્રમણ શ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ થે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. આજે આયુષ્યના નવમા દશકને પૂર્ણ કરતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!”
પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુશાસનમાં બીજી આગમવાચનાની ઐતિહાસિક નગરી ઉજ્જયણીનગરીમાં જ્યાં શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીર્થે તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ.
પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો. •
પરમાત્મા મહાવીરદેવના સમયે વિધુમ્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂદ્વીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂનાકાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા.
ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org