________________
સ્વપ્ન શિલ્પીઓ.
ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો.
તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજયપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયૐકાર-સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસાવાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સગુણોના સંગમ સમાં પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે સાથે વજની કઠોરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે. તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું!
સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે
૧૦૩ બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯-00 કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન જૈન ટ્રસ્ટ, સુરતના સૌજન્યથી જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક,
વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.
પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગલદાસ અને માતા દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગરઅમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપ-જપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો.
સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org