SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Εξ નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને ગુરુવારે શેઠ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલાસ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો. પ્રાંગણમાં ‘આગમોદ્ધારકશ્રીની સાહિત્યસેવા'નો પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હૃદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્નો કર્યા. કોલકોત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને! પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવારના સૌજન્યથી ‘દક્ષિણ-દીપક’– ‘દક્ષિણ દેશોદ્ધારક' સમર્થ પ્રવચનકાર પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. મનોહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ Jain Education International સ્વપ્ન શિલ્પીઓ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. ઓસવાલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છ-સાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો, પરંતુ માતા–પિતા લાંબું જીવ્યાં નહીં. આથી દોલતરામનો ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત ‘સમ્યક્ત્વ શલ્યોદ્વાર' નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતર્ચક્ષુ ખૂલી ગયાં. મૂર્તિપૂજા શાસ્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામા થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અદ્ભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે ચાલ્યો. ન્યાય, તર્ક, જ્યોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં ‘આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ ‘આત્મતત્ત્વવિચાર’ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચનોનો સંગ્રહ ધર્મતત્ત્વપ્રકાશ’, જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગરવિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો ‘નમસ્કાર મહિમા’ નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy