________________
સ્વપ્ન શિલ્પીઓ
મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં ૫૦૦ શ્લોકોનું વાંચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફેંક ની સ્થાપના કરવામાં આવી અને તે સાથે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તકો આપવાનો નિર્ણય થયો. આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસકોપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્ત્વિક ઉપદેશ આપતા ગ્રંથો, ચરિત્રગ્રંથો અને સમાચારી ગ્રંથો સાધુભોગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલાં પુસ્તકો પર પ્રૌઢ–ગંભીર-વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અને ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલિતાણા અને રતલામ (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમવાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કંઠોપકંઠ ચાલી આવતી આગમ-વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું.
એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા. તેમ પૂજ્ય આગમોદ્ધારકશ્રીએ આગમોને શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનોની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચૂનીલાલ લક્ષ્મીચંદ તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જૈનાગમોને આરસપહાણમાં કોતરાવાય તો કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેરાપંથીઓ જે
Jain Education International
еч
બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો નિર્ણય કર્યો. ચાર દ્વારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા–એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ × ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં ‘કમ્મપયડી' આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે ‘શ્રી સિદ્ધાચક્ર ગણધર મંદિર'ની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને ‘શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર' તૈયાર થયાં. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે આ પ્રસંગે ૨૫૦૦ પ્રતિમાજીને એક જ દિવસે એકીસાથે અંજનશલાકા કરવાનું ભગીરથ કાર્ય પણ વીસની શતાબ્દિની એક અપૂર્વ શાસન પ્રભાવના હતી. સં. ૧૯૯૯ના મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. મહા-મંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, દર્શાદક્પાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું.
અંતરીક્ષજી તીર્થ રક્ષાર્થે ૬૦૦ પુરાવા લંડન પ્રીકાઉન્સીલમાં રજૂ કરી તીર્થ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું જ છે, તેવી જિત હાંસલ કરી સાથોસાથ સમ્મેદશિખરજી, કેસરિયાજી, મક્ષીજી, ભોંયણીજી તીર્થરક્ષાના પ્રસંગો પણ તીર્થરક્ષા માટે મહત્વના પૂરવાર થયા હતા.
એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર' બાંધવાનું થયું. ‘શ્રી આગમોદ્ધારક સંસ્થા'ની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી
For Private & Personal Use Only
www.jainelibrary.org