SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરહ્નિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોલ્રહન આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ યોગોદ્દહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી સંઘે વિનંતી કરી. મંગલ મુહૂતૅ પં. નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપદ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ કરીને જૂના–પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચરઅપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી–પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ પૂજ્યશ્રીને ‘આગમોદ્ધારક' ઉપપદથી સંબોધવાનું આરંભ્યું હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ Jain Education International સ્વપ્ન શિલ્પીઓ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવે કહ્યું કે, આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે' પરંતુ ભાવિકો તો તેઓશ્રીને ‘સાગરજી મહારાજ' ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા. આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ ‘આગમ-મંદિરો’ના નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરૌ અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ કાર્યરત રહેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી ત્યારે સ્વાસ્થ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો ‘અરિહંતે શરણં પવજ્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયો.. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. આગમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧.૮ લાખ શ્લોકપ્રમાણ ૧૮૦ ગ્રંથોનું સંપાદન. ૨. ૨૫ લાખ શ્લોકપ્રમાણ ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવનાઓ ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણ ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ તથાતામ્રપત્રમાં કંડરાવી દીર્ઘાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગટ છ માસ સુધી.) અન્ય શાસન પ્રભાવના : યથાનામગુણ પૂજ્યશ્રી આગમના મહા ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy