________________
૭૨
પુરોવચન સમાપનના આ પ્રસંગે ખાસ નોંધનીય એ પણ છે કે પોતાના ગુરુદેવોના મંગળ આશીર્વાદ સાથે વિવિધ પ્રતિભાસંપન્ન ૫.પૂ. જયદર્શનવિજયજી (નેમિપ્રેમી) મ.સા. તરફથી પણ છેલ્લા કેટલાય વરસોથી એકધારું માર્ગદર્શન અમારી ગ્રંથશ્રેણિઓ માટે મળતું રહ્યું તથા વિશ્વ અજાયબી જૈન શ્રમણ ગ્રંથની જેમ જ આ અંતિમ મહાગ્રંથમાં પણ સાક્ષર લેખકશ્રીએ પોતાની આગવી શૈલીમાં અમારી વિનંતી મુજબ નિ:સ્વાર્થભાવે લેખો રચી આપી સંપૂર્ણ પ્રકાશન અને સંપાદનની શોભામાં ચાર ચાંદ લગાડી દીધા છે. તેમની સાથે કોઈ અપૂર્વ ૠણાનુબંધ બાકી હશે, તેવું અનુભવાઈ રહ્યું છે. લેખક મહોદયને અભિવંદન સાથે ખાસ અભિનંદન.
જિન શાસનનાં
જૈન સમાજ અને જૈનાચાર્યો પાસેથી હું ઘણું ઘણું પામ્યો છું. જેમના હૃદયમંદિરમાં સ્વ-પર કલ્યાણકની ભવ્ય ભાવના નિહિત છે, જેમના મુખકમળમાંથી અહર્નિશ વિશ્વમંગલના ભાવગાન, સ્તુતિગાન અને અહોગાન સ્ફૂર્યા કરે છે. એવા સર્વક્ષેત્રના, સર્વકાળના ગુરુભગવંતોના ચરણારવિંદમાં ચરણકિંકર સમાન મુજના શત સહસ્ર કોટિ કોટિ વંદન હો! સંપાદનકાર્યના પચાસ વર્ષના વિચારવલોણે અમને જે નવનીત મળ્યું છે તે ભક્તિભાવથી રજૂ કરીએ છીએ. ગ્રંથનું પ્રૂફ રીડિંગના કામમાં શ્રીમતી માલતીબેન કે. શાહ જેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં ફીલોસોફીના પ્રાધ્યાપક તરીકે સુંદર સેવા આપી રહ્યા છે તેમનો પણ સમયસર સુંદર સહયોગ મળ્યો છે.
સૂચિત ગ્રંથમાં જૈમમંદિરોના કલર ફોટાઓ અને તેની વિગત મેળવવામાં દાઠાનિવાસી મુંબઈ વસવાટ કરતા શ્રી ચીમનભાઈ દોશીએ ખૂબ જ ભક્તિભાવથી ભારે મોટો પુરુષાર્થ કર્યો છે એ સૌના ખૂબ જ ઋણી છીએ.
૮૦ વર્ષની મારી ઉત્તરાવસ્થામાં સાર્થક ક્ષણોનો સદુપયોગ કરી લેવાની વિચારણાએ જ આ કામ ઝડપથી પૂર્ણ થઈ શક્યું છે. રાજકોટના સ્થાનકવાસી હોવા છતાં ચારેય ફીરકાઓ પ્રત્યે અનન્ય માન અને શ્રદ્ધા ધરાવનારા વિદ્વાન લેખિકા શ્રીમતી પારૂલબેન ગાંધીની કાર્યકુશળતાથી આ ગ્રંથ ઘણો જ સમૃદ્ધ બન્યો છે. આ આયોજનને ઘણા મોટા સમૂહના આશીર્વાદ અને શુભેચ્છા સંપ્રાપ્ત થયાં છે એ સૌને આભારના આસોપાલવથી શોભાવીએ છીએ. અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ આપ્યો છે તે સૌના સૌજન્યની સહર્ષ નોંધ લીધી છે. પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિનયશીલ પ્રતિભાવંતોના જીવનકવનની વિશ્વમંગલકારી સોનેરી ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુપગલા કરે તેવી મહેચ્છા.
આ ગ્રંથપ્રકાશનમાં જાણે-અજાણે પણ જૈનધર્મ, જૈનપરંપરા કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ જાતનો ઉલ્લેખ થયો હોય, જરા સરખો અનાદર કે અવિવેક થયો હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર.
Jain Education International
For Private & Personal Use Only
—નંદલાલ દેવલુકના
સપ્રણામજય જિનેન્દ્ર
www.jainelibrary.org