________________
જિન શાસનના ઝળહળતા નક્ષત્રો
'પ્રસ્તુત ગ્રંથના લેખોના સાર-સમાચાર
૧. માનવજન્મ સાધુપદથી સિદ્ધપદની સફર ખેડી લેવા મળેલી સુવર્ણ તક છે.
આત્માનુશાસનના ગણિતો જેને સમજાણા, તેના માટે જિનશાસન શીઘ કૃપાવંત છે.
તન, મન અને ધનથી લાભ લેનારો ગૃહસ્થ જ ધર્મના બેવડા ફળો મેળવી શકે છે. ૪. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા માટેનો ધર્મ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન હોવાથી ધર્મ અસંખ્યપ્રકારો છે.
શ્રતની સેવા કરનાર શાસનની સાચી સેવા કરે છે, કારણ શાસનનો પ્રવાહ ચાલે છે મૃતગંગાથી. ૬. ફક્ત ભાવધર્મના ગીતો ગાવા, પણ ભક્તિ-પૂજા-અનુષ્ઠાનોનો અનાદર કરવો તે ભાવશૂન્યાચાર છે.
જૈન કથાનકો તેણે જ વાંચ્યા-સમજ્યા ને ગમાડ્યા, જેણે વાર્તાઓના સારમાંથી તત્ત્વ વલોવ્યું છે. .
જેવું કરશું તેવું પામશું તેવું બોલાય છે, પણ કરણી વખતે ભૂલાય છે કે આપણે શું કરી રહ્યા છીએ. ૯. દોરા-ધાગા-મંત્ર-તંત્રની અપેક્ષાઓથી બચવા મહામંત્ર નવકારની દ્રઢ શ્રદ્ધા ખાસ જરૂરી છે. ૧૦. ગૃહસ્થજીવન સ્કૂલની સાધના છે, જ્યારે સંયમ સાધના સૂક્ષ્મ છે, જેને પ્રકૃતિની સૂક્ષ્મ શક્તિઓ સાથે સંબંધ છે. ૧૧. જેને જિનવયનશ્રવણનો રાગ છે, તેનો માનવજીવન રૂપી બાગ ગુણપુષ્પોથી ખીલવાનો જ. ૧૨. કેવળજ્ઞાન વિનાના બધાય જ્ઞાન અધૂરા છે, માટે જ જ્ઞાની નમ્ર હોય છે અને નમતા પંચમજ્ઞાન પ્રગટાવે છે. ૧૩. વિશેષણોને વ્યથા માનનારા, નામનાની પણ ચાહના વિનાના, નિઃસ્પૃહીઓ, નિરંજન-નિરાકાર બની શકે છે. ૧૪. જિનબિંબ, જિનાલયો અને તીર્થો એ તો જિનશાસનની ગૌરવગાથા ગાતી સંસ્કૃતિ છે, સદાય રક્ષણીય છે. ૧૫. ભક્ષ્યાભઢ્ય વિવેક, સુંદર અને ઉત્તમ ક્રિયાવિધિની પાલના સાથેની ભક્તિપૂજા સદાય આદરણીય કહેવાય. ૧૬. નાસ્તિકવાદને નાથવા જિનશાસનના ભક્તિઅનુષ્ઠાનો અને આડંબરો-અનુકંપાદાનો પણ ઉપાદેય બને છે. ૧૭. અનેકાંતવાદનો હાર્દ છે ધાર્મિક આચરણાઓની વિવિધતા વચ્ચે પણ સિદ્ધાંતની એકતા અને વફાદારી. ૧૮. સંયમનો પાયો છે બ્રહ્મચર્ય, આભરમણની આધારશિલા છે વિરાગ અને વૈરાગ્યનું મૂળ છે ભવ નિર્વેદ. ૧૯. ભગવપૂજા વિનાની જિનવાણી અને પ્રવચન વિનાની પ્રભુ-પૂજા બેઉ અધૂરી આરાધનાઓ છે. ૨૦. જે વ્યક્તિ જેવી હોય, દુનિયા પણ તેને તેવી દેખાય, જેમકે ગુણાનુરાગીને સૌના ગુણો જ દેખાય. ૨૧. ધર્મી જીવોને ધર્મ ક્યારેય કઠોર લાગતો નથી, પ્રતિપક્ષે કર્મબોઝિલને ધર્મ પણ બંધનકર્તા લાગે છે. ૨૨. નિશ્ચયના લક્ષ્ય વિનાનો વ્યવહાર એ તો સંસાર છે, જ્યારે વિકૃત વ્યવહારવાળો નિશ્ચય પણ નઠારો છે. ૨૩. ત્રેવીસ પ્રકારના પૌદ્ગલિક પ્રપંચોથી વિરકત જિનશાસનને પામી જીવતત્ત્વને તારી લે છે. ૨૪. ચોવીસ તીર્થકરોથી પાવિત અને ભાવિત ભારતવર્ષની ધર્મશ્રદ્ધા વિપરીત પરિસ્થિતિમાં પણ નથી ભાંગી. ૨૫. વિશ્વવ્યાપી બની શકનાર જૈનધર્મ જો પોતાના ગ્રામ, નગર, રાજ્યથી બહાર ન જતો હોય તો કારણ તપાસવા. ૨૬. દીર્ધદ્રષ્ટા આત્મા જ સંયમી અથવા સદાચારી બની રહે છે. ભવ ભ્રમણનું જ્ઞાન અત્યાવશ્યક છે. ૨૭. મંત્રોમાં સરળતમ છે જેમ મહામંત્ર નવકાર, તેમ સરળતમ મુક્તિની દૂતિ છે પરમાત્માની ભક્તિ. ૨૮. નભોમંડળના ૨૮ નક્ષત્રોની સામે ભૂમંડળના પુણ્યવંતાઓ વધુ પ્રકાશમાન હોય છે.
આ ઉપરોક્ત ૨૮ સારનોંધ વિવિધ લેખકોના લેખકીયશ્રમના નિચોડરૂપ રજૂ કરતાં ૨૮ નક્ષત્રો જેવી વિરલ વિભૂતિઓને સાદર મરણપથમાં લઈ અભિવંદના કરીએ છીએ. મુક્ત બનેલા પુરષોત્તમ આ સકળ વિશ્વને મુક્ત કરો.
-સંપાદક વિવિધ ધર્મ-આરાધનાનો સાર : જિનશાસનનો હો જયકાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org