SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ચિરસ્મરણીય યાદગીરી છેલ્લા સાડાચાર દાયકામાં છવ્વીસ જેટલા સ્મૃતિ-સંદર્ભ ગ્રંથોની અમારી વિરાટ શ્રેણીમાં પ્રસંગે પ્રસંગે વાત્સલ્યભાવ બતાવી દરેક ગ્રંથ પ્રકાશનમાં સારો એવો રસ લઈને પ્રોત્સાહક બળ આપી આ છેલ્લા સત્યાવીશમાં ગ્રંથમાં પણ હૈયાના ભાવથી બધી રીતે પ્રેરણા કરી છે. ગ્રંથ પ્રેરક ગુરુદેવ પૂ.પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજના ચરણોમાં અમારી ભાવભરી વંદનાઓ. થી ની સમાપન અને આભારદર્શન પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા જૈનશાસનના પ્રભાવક સૂરિવર્યો, જ્ઞાનસંપન્ન મુનિવર્યો, આરાધકો, સાક્ષરો, લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથપ્રકાશમાંની પરિચયાત્મક લેખમાળાઓ અને તેમની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાઓને આ સર્વગ્રાહી પ્રકાશન ઠીક ઠીક રીતે ઉપકારક અને ઉપયોગી બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરણા કરે છે એમ વાચકને જરૂર લાગશે. ઇતિહાસકથાઓ આલેખીએ કે વ્યક્તિપરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું પોતાનું મૌલિક ચિંતન કે આપણી કોઈ સ્વતંત્ર વિચારધારા કે માન્યતા હોતી નથી, સિવાય કે ભાષામાં યોગ્ય રજૂઆત હોય. ઇતિહાસની આ સંસ્કારગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાતો, પત્રકારત્વ દ્વારા રજૂ થયું છે. જૈનધર્મના અનેક પ્રખર અભ્યાસીઓના અભિગમો, ચિંતકો અને સારસ્વતોની સિદ્ધિઓ અને તેમના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ એક સત્સંકલ્પ બની રહેશે. પ્રસ્તાવના લખનાર ડૉ. કુમારપાળ દેસાઈ વિશ્વકક્ષાએ જૈનધર્મ-ચિંતનને લોકભોગ્ય રીતે રજૂ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની સમૃદ્ધ કલમનો લાભ આ પ્રકાશનને મળે છે તે પણ અમારા અહોભાગ્ય છે. | ડૉ. પ્રહલાદ પટેલે સૂચિત ગ્રંથની સઘળી મેટરનું જીણવટથી અવલોકન કરી આમુખ નોંધ લખી આપી અમારા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. ડૉ. પટેલ ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં સારું એવું માન, મોભો ધરાવે છે. અનુવાદો, સંપાદનો, મૂળ પ્રતો સામે રાખીને, શુદ્ધિકરણ, હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર, કોઈ સાધુ ભગવંતોની નોંધો પરથી પ્રવચન બુકો જેવું કામ ચીવટપૂર્વક કરતા રહ્યાં છે. જેને તત્ત્વજ્ઞાન અને પ્રાચીન સાહિત્યમાં તેમને વિશેષ રસ હોવાનું જણાય છે. ઘણા આચાર્ય ભગવંતોના કેટલાક પ્રોજેક્ટો હાથ ઉપર લઈને યશસ્વી રીતે પાર પાડ્યા છે. જૈન સમાજ આવા જ્ઞાની પુરુષની સેવાનો વધુ ને વધુ લાભ લેશે તો મને આનંદ થશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy