SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રેણિક--અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી, જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ ચાતુર્માસ કર્યા, જ્યાં મુનિસુવ્રત સ્વામીનાં ચાર કલ્યાણકો થયાં એ પુણ્યવાન ભૂમિ રાજગૃહી સાથે સંકળાયેલ અમર નામો : મેતાર્યમુનિ, શાલિભદ્રજી, ધન્યશેઠ, મેઘકુમાર, નંદિષણ, અર્જુનમાળી, કયવન્ના શેઠ, જંબૂસ્વામી, શય્યભવસૂરિજી, પુણિયો શ્રાવક વગેરે. અનેક જ્ઞાની પુરુષોએ માનવ જીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી. શ્રીમદ્ રાજચંદ્ર પણ આ સદીના એક આદરણીય વિભૂતિ હતા. મોહનલાલજી મહારાજે મુંબઈમાં પધારીને જૈન સાધુઓ માટે મુંબઈના દરવાજા ખોલી આપ્યા. નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવી ગયા છે શ્રી સ્વયંપ્રભસૂરિજી, શ્રી રત્નપ્રભસૂરિજી, હેમચંદ્રાચાર્યજી, શ્રી જિનદત્તસૂરિજી, શ્રી વર્ધમાનસૂરિજી વગેરે આચાર્ય ભગવંતો. ઉપરાંત રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપી તેમને ધર્મપરાયણ બનાવવામાં શ્રી જિનેશ્વરસૂરિજીએ મહત્ત્વનું ભારે મોટું કામ કર્યું છે. રાજા ભોજની સભામાં આ. શાંતિસૂરિજીએ ૮૪ વાદીઓને જીતી લેતા રાજા ભોજે તેમને ‘વાદિવેતાલ’ નામનું બિરુદ આપી સન્માન કર્યું. જિન શાસનનાં મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન, જેની સાથે સંકળાયેલા : શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, આચાર્યશ્રી માનતુંગસૂરિજી, કવિ ધનપાલ અને શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન દિવાકરનાં અમર નામોનું આજે પણ ઘેર ઘેર સ્મરણ થાય છે. ત્રીજી શતાબ્દીમાં વીરસેન અને નાકોરસેન આ બન્ને ભાઈઓનાં નામો નાકોડા તીર્થ સાથે સંકળાયેલાં છે. અમદાવાદનાં જૈન મંદિરો સાથે જેની સ્મૃતિ સચવાયેલી છે તે શેઠ હઠીસિંગ અને અન્ય મંદિરોમાં હરકુંવર શેઠાણીનાં નામો અમર બની ગયાં છે એટલું જ નહીં, એ દેણગી અને એ દિલની અમીરાત ભાવિ પેઢીઓ માટે પ્રેરણાસ્રોત બની ગયાં છે. lo (6| Jain Education International યુગમૂર્તિ પંડિતો સં. ૧૫૦૧માં સાધુ મેરુએ ‘પુણ્યસાર રાસ’, સં. ૧૫૦૫માં સંઘકુશલગણિએ ‘સમ્યક્ત્વ રાસ’, સં. ૧૫૧૬માં રત્નસિંહસૂરિએ ‘જંબુસ્વામી રાસ’ આદિ રાસાની રચનાઓ કરી. તેમજ લાવણ્યમુનિના અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ સ્તવન આદિ આજે પણ ભાવથી ગવાય છે. જૈન દર્શન અને સાહિત્યમાં સમયે સમયે અનેકાનેક સાક્ષરોનું જે યોગદાન સાંપડ્યું તેમાં કર્મયોગી અને યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી જેમણે ૧૦૮ ગ્રંથો લખ્યા, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી, કવિકુલ કિરિટ આચાર્ય શ્રી વધ્ધિસૂરિજી મ., આચાર્ય શ્રી ભદ્રંકરસૂરિજી મ. આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી, આગમગ્રંથોના સંપાદક અને સંશોધક પૂ. શ્રી પુણ્યવિજયજી આગમવિશારદ પૂ. પં. અભયસાગરજી મ., મુનિશ્રી જંબૂવિજયજી મ., · પૂજ્ય શ્રી અમરેન્દ્રવિજયજી અને પં. રત્નચંદ્રજીએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. તત્ત્વજ્ઞાનક્ષેત્રે પંડિત પ્રભુદાસ પારેખ' પ્રાકૃત ભાષાને ક્ષેત્રે પંડિત હરગોવિંદદાસ વગેરે પુરુષોએ જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ઉપરાંત દિગમ્બર જૈન વિદ્વાન મુનિશ્રી શાંતિસાગરજી, દેશભૂષણ મહારાજ, સહજાનંદ વર્ણી, આચાર્ય વિદ્યાસાગર અને એલાચાર્ય આદિ પ્રસિદ્ધ છે. પંડિતવર્ય પ્રજ્ઞાચક્ષુ શ્રી પુખરાજી, પંડિત શ્રી છબીલદાસભાઈ, ખૂબચંદભાઈ, વિદ્યાનંદજી વગેરે શાસ્ત્રોની વ્યાખ્યા અને વિવેચનાઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy