SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પ્રસ્તુત કરી રહ્યા છે. વિદ્વાનોમાં પં. દેવકીનંદન, ૫. મમ્મનલાલ, ગોપાલદાસ બારૈયા, ૫. ફૂલચંદ સિદ્ધાંતશાળી, ૫. કૈલાશચંદ્ર, વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. પાલિતાણાની શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા દ્વારા અને બીજી રીતે વિપુલ સાહિત્ય પ્રગટ કરનાર પૂજ્ય આચાર્યશ્રી કંચનસાગરજી મહારાજ જેઓ શિલ્પ, ચિત્રકલાને ક્ષેત્રે ઘણું જ ઊંડું જ્ઞાન ધરાવતા હતા છે તેમણે પ્રગટ કરેલો “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પસ્થાપત્ય કળામાં શ્રી શત્રુંજય ઉપરનો ગ્રંથ ઘણો જ ભાવવાહી અને રસપ્રદ છે. સુરતથી પ્રગટ થતા “પાઠશાળા' અંકના પ્રેરણાદાતા પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજનું જૈનસાહિત્યમાં ગજબનું યોગદાન જોવા મળે છે. ભાભરથી પ્રગટ થતા “શાંતિસૌરભ' અંકોમાં પણ આ. વિજયયશોદેવસૂરિજી મહારાજ તથા આ. મુનિચન્દ્રસૂરિજી મહારાજની પ્રેરક લેખનશક્તિએ એક નવી જ પગદંડી ઊભી કરી છે. બ્રહ્મમતિ આ. વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી હજારો શ્રોતાઓને અમૃતપાન કરાવતા “દિવ્યદર્શન' સાપ્તાહિકનો સં. ૨૦૦૮-૯માં શુભારંભ થયો. ૬૭-૬૭ વર્ષથી પ્રકાશિત થતું ગુજરાતી “કલ્યાણ” માસિક જૈનજગતમાં ખૂબ ખૂબ જાણીતુંમાનીતું છે, જે હાલ સુરેન્દ્રનગરથી પ્રગટ થાય છે. કલ્યાણ'ના માધ્યમે અનેક સાહિત્ય-સર્જકો ઉપરાંત સિદ્ધહસ્તલેખક શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજીની ચિંતનાત્મક તેમજ કથા-સાહિત્યની ઘણી મોટી ભેટ સમાજને મળી રહી છે. નેમિસૂરિ સમુદાયના સાક્ષારવર્ય આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજશ્રીએ ‘અનુસંધાન'ના સંપાદન દ્વારા પ્રાચીન સાહિત્યના સંપાદનમાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. “અનુસંધાન'ના ૫૦થી વધુ અંકો પ્રગટ થઈ ચૂક્યા છે. સંભાષણ-સંદેશ જેવા સુપ્રસિદ્ધ સંસ્કૃત માસિકમાં સંસ્કૃત-લકો તથા પ્રતિસ્પંદો દ્વારા જૈનધર્મનો વ્યાપ વધારતા, અજેનોમાં પણ જૈન તત્ત્વજ્ઞાન-ઈતિહાસ પ્રસિદ્ધ કરનાર, સંસ્કૃત-વેત્તાઓ સાથે સંસ્કૃતમાં જ પત્રવ્યવહાર કરનાર સંસ્કૃતવિજ્ઞ પૂજ્ય પં.શ્રી મુક્તિચંદ્રવિજયજી તથા પૂજ્ય પં. મુનિચંદ્રવિજયજીનું “શાંતિ સૌરભ” જેવા માસિકો દ્વારા અલગ જ શૈલી દ્વારા ગુજરાતી જૈન સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પૂ. બંધુબેલડી અધ્યાત્મયોગી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો છે. આચાર્ય વિજય રામચંદ્રસૂરિજીના વ્યાખ્યાનો વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત કરતા “સન્માર્ગ' સાપ્તાહિકે પણ અનેકોના જીવન પરિવર્તન કરવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. માનવચેતનાનું ઉજકેિન્દ્ર : સંસ્કૃતિનો શિલાલેખ જૈન શાસનની સંત પરંપરાએ જેમ માનવ માનવ વચ્ચેની આત્મિક ચેતનાની જીવનવીણા સતત ગૂંજતી રાખી છે, તેમ આ શીલભદ્ર સંસ્કૃતિની શાલીન પરંપરાના શાસનના શ્રાવકોએ પણ પારદર્શક જીવન માંડણીનું સુપેરે દર્શન કરાવીને એક ઇતિહાસ રચ્યો છે. સગુણોના ભંડાર સમા આ જૈન શ્રાવકોએ સમાજજીવનના તમામ ક્ષેત્ર પોતાનું હીર બતાવી સંસ્કૃતિની ધરોહરનું સુજન-પાલન-વિસ્તૃતિકરણ કરી શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ અને સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોની યશગાથા રચી છે. ઇતિહાસ તો સંસ્કૃતિનો એક અરીસો છે. ઇતિહાસ કાંઈ રણસંગ્રામ કે યુદ્ધનો જ નથી હોતો. ધર્મ, કલા સ્થાપત્ય, સાહિત્ય અને સર્જનશીલ પ્રતિભાઓની પરમ સિદ્ધિઓનો એક શાશ્વત શિલાલેખ બની રહેતો હોય છે. સદાચારી જૈન નરપુંગવોના જે તે સ્થળે પરિસરોમાં મૂકાયેલા પૂતળાઓ આપણા ગૌરવવંતા ઇતિહાસનું Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy