________________
ઝળહળતાં નક્ષત્રો
વિશ્વોદ્ધારની પ્રેરક વિચારધારા
અનેક મનીષીઓએ જૈનધર્મની મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને તેની સૂક્ષ્મ વિવેચના એવી સુંદર રીતે કરાયેલ છે કે આજે નહીં પણ ભવિષ્ય તટસ્થ દૃષ્ટિથી જોનાર કોઈપણ માનવ આ દર્શનથી મુગ્ધ થયા વિના રહેશે નહીં. પરદેશના અનેક
ચિંતકો જૈનધર્મના ચુસ્ત અનુયાયીઓ બન્યા છે. જૈનાચાર્યોએ તો અહિંસાની મહત્તાનાં ગીતો ભરપેટે ગાયાં છે, એટલું જ નહીં પણ તે અહિંસાને જીવનમાં આચરી બતાવી છે. અહિંસાનું અમૂલ્ય માહાસ્ય સમજાવતાં કહેવાયું છે કે આ અહિંસા શબ્દમાંથી જ જગતની સર્વ સુંદર ભાવનાઓ જન્મ લે છે. અહિંસા પર જ આખી દુનિયાનું મંડાણ થયું છે......પ્રેમ આમાંથી જ જન્મે. વિશ્વ વાત્સલ્ય પણ આમાંથી જ જાગે....અને વિથોદ્ધારની સુંદર વિચારધારા પણ આમાંથી જ ઉદ્ભવે. એ હકીકત સ્પષ્ટ છે કે કષાયોનું શમન કર્યા વગર અને ઇન્દ્રિયદમન કર્યા વિના અહિંસા જીવનમાં આવતી નથી. પરિગ્રહની તીવ્ર લાલસા હિંસાને નિમંત્રે છે એટલે મમતાને બદલે સમતાનો ભાવ દિલમાં પ્રગટે તો જ જીવનમાં અહિંસાનું પ્રતિષ્ઠાન થાય.
ધર્મ અને વ્યવહારનો સુંદર સમન્વય
જૈન શ્રમણધર્મનું એક શ્રેષ્ઠ પાસું એ રહ્યું છે કે જે આત્માનો વ્યવહાર સ્ફટિક જેવો શુદ્ધ હોય તે જ આ ધર્મ શુદ્ધિપૂર્વક કરી શકે અને જે આત્મા આ ધર્મમાં રમમાણ રહે તેનો જ વ્યવહાર શુદ્ધ રહી શકે. ધર્મ અને વ્યવહાર અન્યોન્ય એકબીજાના પૂરક રહ્યા
છે. જેનો પોતાના ઇષ્ટદેવ પાસે પ્રાર્થના કરતાં માગણી કરે છે કે હે ભગવંત! મને ભવનો નિર્વેદ પ્રાપ્ત થાઓ. ભવ નિર્વેદ એટલે સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનપણું. આ પછી ભાવના ભાવે છે કે મને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાઓ. જેને ભવનિર્વેદ નથી એને માર્ગાનુસારીપણું આવી ન શકે. માર્ગાનુસારીપણામાં પાંત્રીસ ગુણો આવે છે. તેમાં પ્રથમ ગુણ “ન્યાયસંપન વૈભવઃ' છે એટલે કે ગૃહસ્થ ધન ન્યાયનીતિપૂર્વક જ કમાવું અને ધર્મ અને વ્યવહારનો તો જ સુંદર સમન્વય સધાય.
પ્રાતઃસ્મરણીય શુભ નામો
જૈન દર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાક પવિત્ર નામો પ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. આ આત્માઓએ અજોડ ભક્તિ કરીને પોતાના અને પરના આત્માની ઉન્નતિ અર્થે સેંકડો સંકટો સહન કરીને સત્યમાર્ગનો પ્રકાશ
પાથર્યો. ભારતવર્ષના ગગનમંડળમાં ચમકતા તારલાઓ પેઠે ઝળહળી રહેલા મહાન જૈનાચાર્યશ્રી હેમચંદ્રાચાર્યસૂરિજી મહારાજ, શ્રેણિક મહારાજ, અંબડ પરિવ્રાજક, સુલસા, જયંતિ શ્રાવિકા, વસ્તુપાલ, તેજિંગ, લુહિંગ, ભામાશા, શ્રી ભરતેશ્વર, બાહુબલિ, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અતિમુક્તકુમાર સ્થૂલિભદ્રજી આદિ, બ્રાહ્મી, સુંદરી, ઋકિમણી, દમયંતી, સીતાજી, અંજના, મૃગાવતી, ચન્દનબાળા આદિ આપણી વંદનાના અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org