SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ તપધર્મની પ્રતિભા પ્રગટાવી જનાર શ્રીપાળ-મયણાનો જીર્ણોદ્ધાર શાશ્વતી આયંબિલની ઓળી દ્વારા સિદ્ધચક્રની આરાધના કરી વિઘ્નોનો ઉપશમ કરનાર દંપતિયુગલની ગૌરવગાથા જૈનશાસનમાં જગપ્રસિદ્ધ છે, તેમનું ચિરત્ર વાંચતાં લાગ્યા વગર નહીં રહે કે નાનું પણ ભાવપૂર્વકનું તપ કેટલું કિંમતી હોય છે. જિન શાસનનાં હમણાં જ આ ૨૦૧૧માં ધર્મપ્રેમી શ્રી પ્રેમલભાઈ કાપડિયા સંપાદિત અને હર્ષદરાય એન્ડ કુા. મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલ ‘શ્રીપાળ રાસ'ના પાંચ વોલ્યુમ અમારા હાથમાં આવ્યા. શાસનસેવાને ક્ષેત્રે શ્રુતજ્ઞાનનું આ એક અદ્ભુત કામ થયું છે. ઉચ્ચ કાગળ, સુઘડ છાપકામ, લખાણની ભાષાશુદ્ધિ સાથેના આ પ્રકાશનમાં પાને પાને ચિત્તાકર્ષક સુશોભન તો છે જ સાથે સાથે હસ્તલિખિત પ્રતોના અનેક પાનાઓના સ્વચ્છ ફોટાઓ-ચિત્રો અને પાછળના પાને તે દરેક ચિત્રોની સમજૂતીઓ પુસ્તકના વાચકને કોઈની પણ મદદ વગર ઘણું બધું શીખવાડી જાય છે. શ્રીપાલ-મયણાની કથા રજૂ કરતાં શ્રીપાલરાસનું આ ચિત્રમઢ્યું પ્રકાશન વાચકોમાં આદરપાત્ર થશે જ. યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો Jain Education International પ્રાણપ્રતિષ્ઠા મૂળ પાંચ દિવસની હોય છે પણ અન્ય વિધિવિધાનોને લીધે નવ અથવા અગિયાર દિવસ સુધી કરવામાં આવે છે. તેમાં ભગવાનના ગર્ભધારણથી મોક્ષ સુધીનાં પાંચે કલ્યાણક ઊજવવામાં આવે છે અને પ્રતિમાને સૂરિ મહારાજ દ્વારા તે કલ્યાણકોની વિધિ કરવામાં આવે છે અર્થાત્ ભદ્રાસને બિરાજિત કરવામાં આવે છે. આવા મહોત્સવો દ્વારા ભવ્ય જીવોની દર્શનશુદ્ધિ થાય છે. આવા પ્રતિષ્ઠાના દિવસોમાં અનુકંપાદાન, ઉચિત દાન આદિ કરવામાં આવે છે. આ કાળમાં કદમ્બગિરિ અને આગમમંદિરની પ્રતિષ્ઠાઓને જરૂર યાદગાર ગણાવી શકાય. અન્યત્ર પણ આવા યાદગાર મહોત્સવો ઊજવાયા છે. કદમ્બગિરિ વિષે કહેવાયું છે કે કદમ્બ નામના ગણધર ભગવંત એક કરોડ મુનિઓ સાથે આ પવિત્ર અને પ્રભાવશાળી ગિરિ ઉપર સિદ્ધિપદને પામ્યા છે અને તેથી જ આ ગિરિ કદમ્બગિરિ નામે પ્રસિદ્ધ છે. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજી મ. અને તેના સમુદાયના પૂ. આચાર્ય ભગવંતોનું આ તીર્થક્ષેત્રના વિકાસમાં ઘણું મોટું પ્રદાન નોંધાયું છે. હમણાં જ ગચ્છાધિપતિ આ.શ્રી સૂર્યોદયસાગરસૂરિજી, આ. હેમચન્દ્રસૂરિજી, આ. પ્રધુમ્નસૂરિજી, આ. શીલચંદ્રસૂરિજી આદિ અનેક સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં યાદગાર મહોત્સવ ભારે ઠાઠથી સુસંપન્ન બન્યો. જૈનાચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે ૧ લાખથી વધુ માનવ મહેરામણ ઉમટ્યું હતું. તેમનો અગ્નિસંસ્કાર જે ભૂમિ ઉપર કરવામાં આવ્યો ત્યાં તીર્થ સમાન જિનાલય અને ગુરુમંદિરનું નિર્માણ થયું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy