SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો વિવિધ પ્રકારની આરાધનાઓ જૈનધર્મમાં જ્ઞાનપૂર્વક ત્યાગ-તપ-ક્રિયા પ્રતિષ્ઠિત છે, જેથી જૈનોમાં વિવિધ પ્રકારનાં તપનું બહુ જ સુંદર વિધાન છે. જ્ઞાની પુરુષોએ તપનો અચિજ્ય પ્રભાવ અને મહિમા કહ્યો છે. માનવજીવનની સાચી સાર્થકતા તો સકામ નિર્જરાવાળા તપાચરણમાં જ રહેલી છે. ઉપધાન, વરસીતપ, અટ્ટાઈ, માસક્ષમણ વગેરે નાનામોટાં તપ જીવનને સાર્થક કરનારાં સાબિત થયાં છે. વિ.સં. ૨૦૧૭માં પૂ. પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિવર મ.ની ભયંકર કેન્સરની બિમારીમાં ઠેર-ઠેર માસક્ષમણની જબ્બર તપસ્યાઓનું અભિયાન યાદગાર બની ગયું. પંદર ઉપવાસ, આયંબિલ, વીસ સ્થાનકતપ, વર્ધમાન આયંબિલતપ જેમાં વધતાં પરિણામ હોય છે તે તપના પારણામાં પણ ત્યાગ કરવાનો હોય છે, જેમાં એક આયંબિલ અને પારણે ઉપવાસ, બે આયંબિલ અને પારણે ઉપવાસ....આ પ્રમાણે એક સો આયંબિલ અને પારણે ઉપવાસ કરવામાં આવે છે. આ પ્રમાણે અખંડ કરવામાં આવે તો સાડા ચૌદ વર્ષે પૂર્ણ થાય. સુભાગ્યનો જો સમન્વય સધાય તો જીવનમાં ચારે તરફથી બાહ્યઆત્યંતર સુખસાહ્યબીના ભંડાર છલકાઈ જાય છે એમાં લગીરે બે મત નથી. થોડા વર્ષ પૂર્વે અમદાવાદના બ્રહ્મચર્યવ્રતધારી સુશ્રાવિકા અ.સૌ. દર્શનાબેન નયનકુમાર શાહ અઠ્ઠમના પારણે અઠ્ઠમ તપનો જાપ ધ્યાન સાથે વિધિપૂર્વકનો શુભ આરંભ કર્યો અને પૂર્ણ કર્યો. આ તપની સાથે જ જપનો પણ અપાર મહિમા આ જૈનશાસનમાં રહ્યો છે. પૂર્વકાળમાં જપ દ્વારા અનેકોએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. વર્તમાનમાં આબુ પરના સિદ્ધયોગી શાંતિસૂરિજી, આચાર્ય કેશરસૂરિજી પ્રસિદ્ધ છે. એ જ રીતે અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે નમસ્કાર મહામંત્રની અપૂર્વ સાધના કરી અને બીજા ભવ્ય જીવો માટે આ માર્ગ સુલભ બનાવ્યો. તેમની સાધનાનો અર્ક ‘ત્રિભુવનદીપક નમસ્કાર મહામંત્ર' અને પાયો” જેવા ગ્રંથમાં સંગ્રહિત છે. આ સાધનામાર્ગે સાધુગણમાં આચાર્ય કલાપૂર્ણસરિ. ૫. અભયસાગરજી, પં. વજસેનવિજયજી જેવા સાધકોએ ગતિ કરી, તેમજ શ્રાવકોમાં બાબુભાઈ કડીવાળા, હિમ્મતભાઈ બેડાવાળા, શશિકાંતભાઈ રાજકોટવાળાએ નમસ્કાર મહામંત્રની સાધનાનો નાદ આ કળિકાળમાં ગૂંજતો કર્યો. નમસ્કાર મહામંત્રની સાથે જ આચાર્યો, પંન્યાસો આદિને પદ-પ્રદાન પ્રસંગે અર્પિત થતા સૂરિમંત્રવર્ધમાન વિદ્યા આદિની પણ મોટા પાયા પર ઉપાસના થાય છે. જૈનશાસનમાં તપનો મહિમા અપરંપાર છે. શ્રેણિક રાજાની કાલી આદિ આઠ રાણીઓએ આચરેલા ગુણરત્ન સંવત્સર, મુક્તાવલી, કનકાવલી, લઘુસિંહનિષ્ક્રિડિત, વર્ધમાન તપ આદિ અનેકવિધ તપોનું વર્ણન અંતકૃતદશાંગ' ગ્રંથમાં જોવા મળે છે. જૈન શાસનમાં સાધુ સાધ્વીઓ દ્વારા આચરાતા તપની અખંડ પરંપરા આજ સુધી રહી છે. વર્તમાનકાળમાં વર્ધમાન તપોનિધિ તરીકે પ્રસિદ્ધ ભુવનભાનુસૂરિ મહારાજ, બે વાર વર્ધમાનતપની આરાધના કરનાર રાજતિલકસૂરિજી, હિમાંશુસૂરિજી મ. અને ૩૦થી વધુ વર્ષીતપના આરાધક અચલગચ્છીય આચાર્યશ્રી ગુણસાગરસૂરિજી મ., કુમુદચંદ્રસૂરિ આદિ અનેક આચાર્યોના પુણ્ય નામો સ્મરણે ચઢે છે. શ્રાવકોમાં પણ અનેક તપસ્વીઓએ દીર્ઘ તપસ્યા કરી છે. પૂર્વે ચંપા શ્રાવિકા અને વર્તમાનમાં કિંજલબેને ૧૮૦ ઉપવાસની સુદીર્ઘ તપસ્યા કરી છે. ધન્યવાદ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy