SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પ્રમાદ સેવે છે. આવા સંસારીજનોને માટે આ અહંતો દીવાદાંડીરૂપ છે. પૂ. મનિશ્રી હરિશભદ્રવિજયજી મ.નું નવકાર સચિત્ર પ્રકાશન તથા પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી મ. તથા પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજશ્રીએ નવકારસાધક માટે સુંદર સાહિત્ય આપ્યું છે. પોણી સદી પહેલાં થઈ ગયેલા આબુવાળા આચાર્ય શાંતિસૂરિજી મહારાજ રાજસ્થાનમાં રબારી પરિવારમાં જન્મેલા, તેમણે ન્હોતી કરી કોઈ શાળા-કોલેજ છતાં પણ જગતની બધી ભાષાઓ ઉપર ગજબનો કાબુ હતો. “ૐ હ્રીઁ અર્હમ્ નમઃ”ના એકમાત્ર જાપથી યોગસાધનાનું સર્વોચ્ચ શિખર સર કર્યું. અનેક રાજા-મહારાજા અને અંગ્રેજો પૂજ્યશ્રીના ભક્ત હતા. કર્મસત્તા-બળવાન સત્તા જૈન દર્શનના અનેક મહિમાવંત શબ્દોમાં ‘કર્મ' શબ્દ મહત્ત્વનો છે. કર્મના સિદ્ધાંતને વૈદિકો અને બૌદ્ધો પણ માને છે; પણ જૈનધર્મમાં કર્મ સિદ્ધાંત તો મહારાજા જેવું સ્થાન ધરાવે છે. કર્મ વડે જે પુદ્ગલો ઊભાં થાય છે, તેના વડે જ અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર્યનો પોતાનો સહજ ધર્મ હોવા છતાં તેનો અનુભવ થતો નથી. પુદ્ગલો છે તો પરમાણુ સમાન; પણ તેની અપરિહાર્યતા આત્માના સ્વરૂપનું આવરણ કરીને રહે છે. આ પુદ્ગલો મોટામાં મોટું બંધન છે. કર્મ કોઈને માફ કરતાં નથી. કર્મનાં પરિણામો ચંડકોશિયાને પણ દૃષ્ટિવિષસર્પ બનાવે છે. ભગવાન મહાવીરે પૂર્વજન્મમાં ગરમ સીસું કાનમાં રેડેલું તેથી જ છેલ્લા જન્મમાં તેમના કાનમાં પણ બાવળની શૂળ ભોંકાયેલી. કર્મ ગોશાલકને પણ ભોગવવાં પડ્યાં છે. કર્મ ઇન્દ્રને પણ ભોગવવાં પડ્યાં છે. અરિહંતોને પણ કર્મો ભોગવવાં પડ્યા હોય તો આપણા પામર જીવોનું શું ગજું? આ કર્મબંધનોને બરાબર સમજી લેવાં જોઈએ. જૈનદર્શનમાં જીવો અનંત છે. આ જીવસૃષ્ટિ ઉપરાંત અજીવ વિભાગ પણ છે. જડ તત્ત્વના વિભાગ પણ છે. પુદ્ગલ અથવા જડ તત્ત્વ અંતિમ વિશ્લેષણમાં પરમાણુ છે. આ પરમાણુ આદિ-અંતરહિત નિત્ય છે. કર્મનાં પુદ્ગલોથી આખરે મુક્ત થવું અનિવાર્ય છે. કર્મ-પુદ્ગલોથી આત્મજ્યોતિ ઢંકાય છે. એટલે જ જૈન દર્શનમાં કર્મ–બંધનમાંથી મુક્તિ મેળવવાનું પરમ લક્ષ્ય છે. કર્મવાદના પ્રાબલ્ય સંબંધે પ.પૂ. મુનિશ્રી જયદર્શન વિજયજી મ.સા.ની લેખમાળામાં ઘણી ચિંતનાત્મક વાતો રજૂ થઈ છે. વિશ્વના બધા જ ચિંતકો અને દર્શનકારોએ કર્મવાદને અગત્યતા આપી છે. સંસારમાં પ્રાકૃત કર્મો જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યથી અટકાવી શકાય છે. કર્મફળ એ જીવાત્મા સાથે છાયારૂપે રહે છે. કર્મ અને કર્મફળનો અભેદ સંબંધ છે. સંસારી જીવથી કર્મરૂપી મેલ દૂર થઈ જાય તો આત્મતત્ત્વ શુદ્ધ થઈ જાય અને તો જ જીવનસાક્ષાત્કાર ગણાય. સૂચિત ગ્રંથમાં પ્રા.શ્રી મુકુન્દભાઈ કોટેચાએ પણ કર્મતત્ત્વ ઉપર સારો પ્રભાવ પાડ્યો છે. કર્મ અને પુનર્જન્મ વચ્ચે અવિભાજ્ય સંબંધ છે. કરો તેવું ભોગવો. જન્મોજન્મની આ સાંકળ ચાલી જ આવે છે. આમ કર્મ– સાહિત્યમાં ખૂબી તો જુઓ! કર્મ કરનારને એનું ફળ એ કર્મ જ આપે છે. માત્ર મનુષ્ય જ નહીં પણ સંસારના સમગ્ર જીવો પોતાના કર્મને પોતે જ કરે છે અને એના ફળને પોતે જ ભોગવે છે. જૈન દર્શન કર્મના અટલ સિદ્ધાંતોનું ગૌરવ ખૂબ જ બુલંદ અવાજે સંભળાવે છે. કોઈને દુઃખો આપીને, દર્દો આપીને તમે સુખી શી રીતે થઈ શકો? બાવળ વાવીએ અને આશા આમ્રફળની રાખીએ, એ શી રીતે બને? કર્મો જ ભવબંધનનું કારણ છે. પાલિતાણા કેસરિયાજીમાં બિરાજતા આ. ધર્મધુરંધરસૂરિજી મ.ને પાછલી વયમાં કેન્સર થયું. જેમણે માત્ર છ વર્ષની વયે દીક્ષા લીધી. પચાસ વર્ષના દીક્ષા પર્યાયમાં અનેકોને તાર્યા. પણ મુક્તિ મેળવવા Jain Education Intemational Че For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy