________________
50
જિન શાસનનાં
માટે તપથી ન ખપાવેલા પૂર્વનાં ચિકણાં કર્મોને ખપાવવા કેટલુંક ભોગવવું જ પડે છે. કર્મોએ રામ અને કૃષ્ણને પણ છોડ્યા નથી. તીર્થકર થતાં પહેલાં બધાં જ ઘાતકર્મો બાર પ્રકારના તપથી કે ભોગવીને ખલાસ કરવા પડે છે. કર્મો કદી, ક્યારેય કોઈને છોડવાનાં નથી. દરેક દર્શનકારે કર્મવાદને સ્વીકાર્યો છે, પણ તેની સર્વોત્તમ સત્તાનો સ્વીકાર ભારતીય દર્શનમાં માત્ર જૈન દર્શને કરેલ છે; માટે કર્મવાદનું સ્થાન વિશેષ છે. જૈન દાર્શનિકોનો મત છે કે નવાં કર્મો ન બાંધવાં, બંધાયેલાં હોય તેને ભક્તિ, સાધના તપશ્ચર્યા આદિ પુરુષાર્થ વડે તોડવાં. આવો પુરુષાર્થ જ મોક્ષ તરફ લઈ જાય છે. કર્મગ્રંથ ઉપર ૧૩-૧૪ પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો દ્વારા પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પોતાના શિષ્યો, પ્રશિષ્યોને પ્રેરણા આપી મનનીય કર્મ સાહિત્ય પ્રગટ કરાવ્યું છે.
કર્મ પણ જૈન દર્શન પ્રમાણે પુદ્ગલોનું જ સૂક્ષ્મ રૂપ છે. સારાનરસાં કર્મો કરવાની સાથે જ તેના પરમાણુ જીવને વળગતા રહે છે. આ પુદ્ગલથી મુક્ત થવું એ જ મહાન ઉદ્દેશ છે. કર્મ-પુગલથી આત્મજ્યોતિ ઢંકાઈ જાય છે. કર્મો ખપાવવાથી અને તપશ્ચર્યા કરવાથી જીવ મુક્ત થાય છે, અને પુગલો છૂટી જતાં પોતાની અંદર જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્યનો અનુભવ થાય છે. જીવ અને અજીવમાં કર્મ-પુદ્ગલને કારણે સંબંધ ઉત્પન્ન થાય છે. જીવમાં પરમાણુઓ આવવાના માર્ગને ‘આસવ' કહે છે અને જીવ તેમ જ કર્મના સંયોગને બંધ' કહે છે. સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રથી કર્મ-પુગલનું આગમન અટકી જાય છે. નવીન કર્મ ઉત્પન્ન નહીં થવાને ‘સંવર' કહે છે. સંવર એટલે અટકી જવું કે બંધ થવું. ધીરે ધીરે કર્મ-પરમાણુઓ જીવથી છૂટા થવા માંડે તેને “નિર્જરા’ કહે છે. નિર્જરા સંવર સહતપનું પરિણામ છે. આગળ જણાવ્યું તેમ કર્મ-પુદ્ગલથી મુક્તિ થતાં જ મુક્તાવસ્થા અનુભવાય છે.
આપણું જવલંત પાસુ : મૂળ તત્ત્વોનો દેઢ પાયો
ગ્રીસ અને રોમની સંસ્કૃતિ સૌંદર્ય અને અતિ વિલાસના રંગરાગમાં ખોવાઈ ગઈ; જ્યારે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ વિચારપૂર્વક પ્રયોજાયેલી કેટલીક દઢમૂળ આધારશિલાઓ પર રચાયેલી હતી એટલે ટકી રહી. આપણી સંસ્કૃતિ રાગને બદલે
ત્યાગપ્રધાન રહી છે. સ્વાધ્યાય. તપશ્ચર્યા, સંયમ. ઉદાત્ત ચારિત્ર્ય. આચારનિષ્ઠા વગેરેને કારણે આજ સુધી તેની સામે આવેલાં અનેક પ્રલોભનો અને ભયને ખાળી શકાય છે. ઇજિપ્ત, મેસોપોટેમિયા, પેરૂ અને મેક્સિકોની અર્વાચીન સંસ્કૃતિઓ અલબત્ત એક યા બીજા કારણે જીવંત હશે તો પણ તેનો આધ્યાત્મિક જીવનદોર તૂટી ગયો છે; જ્યારે ભારતનો આધ્યાત્મિક જીવનદોર વર્તમાન સાથે જળવાઈ રહ્યો છે. આ છે આપણું જ્વલંત જમા પાસું. સુખદુઃખનું મુખ્ય કારણ વ્યક્તિનું મન અર્થાત્ સ્વયં વ્યક્તિ છે. મોક્ષ એટલે સર્વ કર્મનો ક્ષય. કર્મનો ક્ષય થયા પછી જ આત્મા તેના મૂળ સ્વરૂપે, જ્યોતિર્મય ચિસ્વરૂપે પ્રકાશમાન થાય.
ધર્મશ્રદ્ધા : સહિષ્ણુતાની ભાવના
અહીં સામાન્ય અકિંચન માણસો પણ પરલોક, પુનર્જન્મ, શાસ્ત્ર, ગુરુભક્તિ, તીર્થાટન, વ્રત, ઉપાસના અને આત્મા-પરમાત્મા સંબંધી વિચારોથી ચિરપરિચિત અને સંવિદ્ શ્રદ્ધાના બળવાળા રહ્યા છે. ભીષણ ગરીબીના કારમા દિવસોમાં પણ હસતા મોંએ જીવન જીવવાની એક કળા આ બધાંને લીધે આપણને જરૂર મળી છે. અને ગમે ત્યારે
NSUDVA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org