________________
૫૮
જિન શાસનનાં
વિશુદ્ધકોટિના સંયમીઓ કે પુણ્યવંતા આત્માઓની ભાતીગળ જીવનશૈલીના ગાયક અને ઉદ્દઘોષક બની ગિરા અને અર્થના અનુગ્રહથી આ નક્ષત્રમાળાનું શિરોરત્ન ભેટ ધરવા અમે તલસીએ છીએ. કારણ આ શાસનના સંયમયાત્રીઓ ક્યારેક પૃથ્વી કરતાં એ વધુ સહનશીલ બની પૃથ્વીને પણ શરમાવનારા માલુમ પડ્યા છે. ઇતિહાસના સોનેરી પૃષ્ઠો આ સાધકોના જીવન વૈભવની સાક્ષી પૂરે છે. પૂર્વભવોના સુસંસ્કારો કે વર્તમાનની વિરાટ છલાંગ વગર સંસાર સમુદ્ર ઓળંગવો બહુ દુષ્કર હોવાનું ભાસે છે.
ગુણાનુરાગીઓની સુવાસ-માધુરી અત્રે ગુણગાનનો વિષય છે. પોતાના તેજઝબકારથી ઝળહળીને જેમણે દશે દિશાઓને સૈકાઓ સુધી દેશાતીત અને કાલાતીત પ્રદાન કરી પ્રેરણાની પરબો ઊભી કરી છે, તે સૌના ચરણોમાં સમર્પિત થઈને બેસવું, એમનું દેવત્વ અભિવંદવું, એમના જ્યોતિમાર્ગે બે ડગલા હોશે હોશે માંડવા આ અમારો ગ્રંથ સંકલ્પ છે. શાસનના અનેક આરાધકો-પ્રભાવકોએ જ્ઞાન અને શીલધર્મની સુગંધ પ્રસરાવી શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અદ્ભુત સંજીવની નીપજાવી સમગ્ર માનવજીવનને એક નવો જ આકાર આપ્યો છે.
પંચપરમેષ્ઠીની દેશના : ધર્મનું શાસન [u GF
આત્મવિકાસ સાધનાર “પંચપરમેષ્ઠી'નો ખ્યાલ આપણે પૂર્વે મેળવ્યો. તેમની દેશના તે તેમનું શાસન. આ કોઈ સમ્રાટો કે રાજવીઓનાં શાસન નથી; પણ કામક્રોધાદિ 'આંતરશત્રુઓ પર વિજય મેળવીને સ્વયં ઊભી કરેલ આત્મશિસ્ત વડે શરીર, વાણી, મન
અને બુદ્ધિનાં તેજોમય આત્મસંયમ વડે જેણે મોક્ષનિર્વાણનો પંથ જોયો, જાણ્યો, અનુભવ્યો તે માર્ગે સર્વે મુમુક્ષુઓને લઈ જવા માટે જેણે દેશનાઓ આપી; એવી આ પરમ મંગલકારી, પરમ હિતકારી આજ્ઞાઓ જીવમાત્ર માટેનાં શાસનો છે. અહીં ધર્મનું શાસન છે. ધારણ કરવામાં આવે તે ધર્મએવી ધર્મની વ્યાખ્યા પ્રમાણે ત્રિરત્નોની આરાધના વડે પોતાનું શાસન પોતે કરીને, પરમપદે પહોંચીને જે ધર્માજ્ઞાઓ જીવોના કલ્યાણ માટે બોલાય છે તે શાસન છે. આવા સર્વોચ્ચ શાસનને દેવો પણ માથે ચડાવે છે. તો પછી પૃથ્વી પરના ચક્રવર્તીઓનો તો હિસાબ જ ક્યાં? આ શાસનોની રક્ષા કરવા માટે દેવો અને દેવીઓ પણ સતત તત્પર હોય છે. એટલે શાસનદેવતાઓ આ માર્ગનું પરિત્રાણ કર્યા કરે છે.
અહંન્ત' વિચાર : અપૂર્વ સિદ્ધિ
“અહંન્ત’ શબ્દ કદાચ જેના દર્શનનો સર્વોચ્ચ શબ્દ છે. અહિં એટલે પૂજાયોગ્ય બનવું અથવા “અરિહન્ત' અરિઓના હત્તા બનવું એટલે કે આંતરશત્રુઓ પર ત્યાગ, વૈરાગ્ય
અને તપશ્ચર્યાના બળે વિજય મેળવવો. આ સામ્રાજ્ય સર્વોપરી છે. આ અહંતો સંપૂર્ણ
- ભૂમંડળમાં જ નહીં, પણ સમગ્ર લોકોમાં વંદનીય, પૂજનીય છે અને તેમની આજ્ઞાઓ અનુલ્લંઘનીય હોય છે. અહંતપદ એ જીવમાત્રને કોટિ કોટિ જન્મો પછી અભીપ્સિત પરમપદ છે. આ અહંતપદે સમારૂઢ થયેલા જિનેશ્વરો આપણા સૌ માટે માર્ગદર્શક દીવાસ્તંભો છે. ભવાબ્ધિમાં અનેક મોહવાસનાઓનાં વિચિતરંગો વચ્ચે ડૂબું ડૂબું થઈ રહેલી જીવન-નૌકાઓમાં બેઠેલા જીવો કામક્રોધનાં તિમિંગલો (મગરમચ્છ)થી ભયત્રસ્ત હોય છે. આ તરફ વાઘ જેવો કાળ, આ બાજ કરાલ સંસારખીણ તેમાં આયુષ્યના ઊંડા કુપમાં રહેલા જીવો ક્ષણિક સુખોના મધુબિંદુઓનો સ્વાદ લેવામાં એવા મશગૂલ છે કે પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરવામાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org