________________
ઝળહળતાં નક્ષત્રો
સત્તાવીસ આરાધકોની ભદ્રંકર ભાવનાઓ
જિનશાસનમાં તપના બાર પ્રકાર દર્શાવ્યા છે, જેમાં એક પ્રકાર છે ધ્યાન. હકીકતમાં આ ધ્યાનયોગ અને કાયોત્સર્ગ નામના છેલ્લા બે તપના પ્રકાર સંયમીને સાધવા ખૂબ સુકર છે, પણ ગૃહસ્થો માટે દુષ્કર કહી શકાય.
ચિંતક : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
છતાંય છદ્મસ્થ દશામાં રહેલા સાગારિકો કે અણગારીઓ સૌ માટે સુસાધ્ય છે ભાવવિભોરતા અને ભદ્રંકર ભાવનાઓ. તેથી ધ્યાનયોગ ભલે શ્રમણજીવનની અજાયબી ગણાય, પણ ચતુર્વિધ શ્રીસંઘ પણ પોતપોતાના ગુણસ્થાનથી શુભભાવનારૂપી ધર્મના ચતુર્થ પ્રકારને સુપેરે સ્પર્શી શકે છે.
આ સાથે એક નવા પ્રકારની જ રજૂઆતો સાથે ભાવધર્મને રજૂ કરી રહ્યા છે પ્રસ્તુત મહાગ્રંથના સહાયક ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી).
૬૧૭
વિશ્વ અજાયબી : જૈન શ્રમણ નામના ગ્રંથના પાના નં. ૧૨૭ થી ૧૩૯ વચ્ચેના વિસ્તારને વધુ સરળતાથી સમજવા પ્રસ્તુત ગ્રંથનો પ્રસ્તુત આ નાનો લેખ જરૂર ઉપયોગી બની જશે.
ગ્રંથસર્જનના મનોરથ સાથે જયારે અમે ૨૭મા ગ્રંથ સ્વરૂપે બરોબર ૨૭ મુદ્દાઓવાળા લેખોની અપેક્ષા રાખી ત્યારે ઠીક અમારી મનોભાવનાના પ્રતિભાવરૂપ આ નૂતન લેખનું સર્જન લેખક મહોદયે અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ મહામૂલો સમય ફાળવી કરી આપ્યું છે, જેને અમે ભાવપૂર્વક મહાગ્રંથમાં સ્થાન આપી વધાવીએ છીએ. સંપૂર્ણ લેખ વાંચ્યા પછી લાગી આવશે કે જેની પાસે જૈનમાર્ગીય ચિંતનકળા છે તે બધાય દેહથી દૂબળા હોય તોય મનથી ઘણા સબળા છે અને શુદ્ધ ભાવના એ જ સાત્ત્વિક સંપત્તિ છે.
Jain Education International
પૈસો અને પરિવાર કોઈનીય સાથે નથી ચાલ્યા કે ચાલવાના પણ નથી, છતાંય શુભક્રિયા સાથે ઉત્પન્ન શુદ્ધ સંસ્કારો તે તો ભવોભવના બચેલા ભ્રમણમાં પણ જીવન જીવવાની કળા બતાવતા ભોમિયા સ્વરૂપે ચાલવાના. ઉલ્લાસ કે ભાવ વગરના દાનથી કપિલાદાસી જેવા હાલ થાય, ભાવરહિત શીલસાધના પણ વંધ્યા સ્ત્રીની જેમ નિષ્ફળ જાય અને ભાવના વગરનો તપ તે પણ ભીખારીના લાંઘણ જેવો બની જાય. તેથી વિપરીત સવિશેષ તપ-જપ, જ્ઞાન-ધ્યાન વગર પણ ફકત ઉચ્ચભાવના બળે કેવળી બની જનાર મરુદેવા માતા, વલ્કલચિરી કે કુરગ મુનિરાજને જિનશાસન હાલ પણ અભિવંદે છે.
દુનિયામાં જે જે પણ સારું-શુભ અને સાત્ત્વિક દેખાય છે તે ફક્ત શુભ ભાવનાઓના પ્રતાપે. તે ભાવોની દુનિયાને સમજવા જૈન શાસ્ત્રોમાં છ પ્રકારની લેશ્યાની વાતો બહુ જ સારી રીતે તાત્ત્વિકભાષામાં લખાયેલી–છપાયેલી જોવા મળે છે. ક્યારેક શાંતિની પળોમાં કથાનુયોગ અને દ્રવ્યાનુયોગનો સમન્વય સાધવા પુરુષાર્થ કરવા જેવો છે, જેથી સકામ નિર્જરા કરનારો સ્વાધ્યાય સર્જાશે. અત્રે પ્રસ્તુત ધર્મકથાઓ પણ સ્વાધ્યાયનો પાંચમો પ્રકાર જ છે.
–સંપાદક
For Private & Personal Use Only
www.jainullbrary.org