SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ WAVAAAAAAAAAAAAAA જીવંત પ્રસારણ ૩૬૫ દેશોમાં આસ્થા ચેનલના માધ્યમથી થયેલ. આસ્થા ચેનલના માધ્યમથી દેશ-પરદેશમાં રહેતા ભાવિકોએ ટી.વી. ઉપર જોતાં જોતાં ઉપકરણની ઊછામણીમાં લાભ લઈ જૈનધર્મ તથા સંયમધર્મની જબરદસ્ત અનુમોદના કરેલ. લાખો રૂપિયાની બોલી બોલી ભાગ્યશાળીઓએ લાભ લઈ લક્ષ્મીની મૂર્છા ઊતારી હતી. આ અણમોલ પ્રસંગમાં સાક્ષી તરીકે પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી મનમોહનવિજયજી મ.સા., પંન્યાસપ્રવર શ્રી પ.પૂ. હેમપ્રભવિજયજી મ.સા. તથા પંન્યાસ પ્રવરશ્રી યશોવિજયજી મ.સા., પ.પૂ. અમિતયશવિજયજી મ.સા. આદિ ઠાણા તથા પૂ. સાધ્વીજી ભગવંતોએ ઉગ્ર વિહાર કરી, હાજર રહી અવિસ્મરણીય લાભ લીધેલ હતો. જિન શાસનનાં આ પાવન દિવસોમાં આયોજિત વરઘોડાની તથા વર્ષીદાનના વરઘોડાની વિશિષ્ટતા એ હતી કે ક્યાંય ચોખા ઊડાડવામાં આવેલ ન હતાં. તેને બદલે લગભગ ૧૦ થી ૧૫ હજાર રૂમાલની પોટલી વાળી તેમાં ચોખાબદામ–નાણાંને નાડાછડીથી બાંધીને ઊડાડવામાં આવેલ હતાં. ચોખા જેવું ધાન્ય પગમાં ન કચરાય તેની ખાસ તકેદારી રખાઈ હતી. વળી, વર્ષીદાનમાં કોઈ તુચ્છ વસ્તુ વપરાઈ નહોતી. માત્ર વસ્ત્રો જેવા કે પેન્ટપીસ, શર્ટપીસ, બ્લાઉઝપીસ, સાડી, બાબાસુટ, ડ્રેસ વગેરે વસ્તુઓનો જ ઉપયોગ થયેલ. એમાંયે રોજેરોજ કાર્યક્રમોમાં મંડપમાં બાલમુમુક્ષુની પધરામણી જુદી જુદી રીતે થતી હોવાથી લોકો વહેલા આવી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેતાં અને દીક્ષાર્થીના આગમનની પ્રતિક્ષા કરતાં. ગૃહત્યાગને દિવસે બાલમુમુક્ષુનું નવીનકોર સ્કોર્પિયો ગાડીમાં અને આગળ-પાછળ શાંતિનો સંદેશ આપતી સફેદ રંગની, નંબર વગરની ચાર– ચાર ફોર્ડ ગાડીમાં પરિવારજનો સહિત પ્રયાણ થયું તે દ્રશ્ય સમગ્ર શહેર માટે વિરલ અને અદ્ભુત બની રહ્યું. આમ ૧૭-૧-૧૦ના રોજ પૂ. ગુરુદેવના નગરપ્રવેશથી શરૂ થયેલ આ કાર્યક્રમ ૧૧-૨-૧૦ના રોજ દીક્ષાર્થીને ભણાયેલા કરેમિ ભંતેના પાઠ સાથે પૂર્ણ થયો. પરંતુ આ નવેય દિવસોમાં જે જે પ્રસંગોનું આયોજન થયું તે અજોડ, અવિસ્મરણીય હતું. બાલ મુમુક્ષુના જન્મથી લઈને દીક્ષાના પ્રસંગ સુધીના અલગ-અલગ પ્રસંગોને આવરી લેતી ચીરોડીના રંગથી કરાયેલી રંગોળીનું પ્રદર્શન શાસ્ત્રીમેદાનમાં રખાયેલું જે અદ્ભુત હતું. ગોપીબેને હૃદયના ભાવથી બાલમુમુક્ષુને આ કૃતિઓ અર્પણ કરેલ જેને જોઈને દરેક દર્શકો અહોભાવથી ગદ્ગદ્ થઈ જતાં અને નક્કી કરી શકતા ન હતા કે આ ફોટા છે કે રંગોળી ? વળી આ ઐતિહાસિક પ્રસંગની વિશેષતા એ હતી કે રાજકોટમાં પ્રથમ વખત જ આવી ભવ્યાતિભવ્ય બાળમુમુક્ષુની દીક્ષા, પ્રથમ વખત જ સમસ્ત ચતુર્વિધ સંઘોની નવકારશીનું પાટલે બેસાડીને સ્વામીવાત્સલ્ય જમણ જેનો લાભ લગભગ ૪૫૦૦૦ ભાવિકોએ લીધેલ. તે પણ પૈસા ચુકવીને રોકાયેલ માણસો દ્વારા નહિ પરંતુ સ્વયંસેવકો દ્વારા આયોજિત થયેલ. પ્રથમ વખત જ ચારે ફિરકાઓની એકતા દ્વારા દીક્ષાની દિવ્ય અને ભવ્ય ઊજવણી અવિસ્મરણીય અને અજોડ બની રહી. જેમણે આ પ્રસંગને માણ્યો તેઓ સદ્ભાગી બની ગયા. જેઓ ન આવ્યા તે ચોક્કસ રહી ગયાની લાગણી અનુભવતા હશે. આવા આ અજોડ, ઐતિહાસિક, પાવન પ્રસંગ માટે એટલું જ કહી શકાય કે સંપૂર્ણ મહોત્સવમાં શાસનદેવ હાજરાહજૂર રહીને પ્રસંગને નિર્વિઘ્ને પૂર્ણ કરેલ. જૈનશાસનની ધર્મધ્વજાને ઊંચે અંબરમાં લહેરાવી સંયમ ધર્મનો જયજયકાર કરાવ્યો. દેવ-ગુરુ-ધર્મ પસાય અને બાળમુમુક્ષુના પુણ્યોદયે આ પ્રસંગ સફળ જ ન થયો પરંતુ સમગ્ર રાજકોટમાં જ નહિ દેશ-દેશાવરમાં ડંકો વગાડી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy