SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ SAWAVUSVALA ઝળહળતાં નક્ષત્રો ૬૧૫ SVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAV [0 બનાવી. બાલમુમુક્ષુ તથા ડભોઈના શ્રીસંઘ વચ્ચે બંધાયેલા વિશુદ્ધ લાગણીના સંબંધોની ફલશ્રુતિરૂપ આ કાર્યક્રમ માં છું ખરેખર વિશિષ્ટ પ્રકારનો બની રહ્યો. મહોત્સવના આઠમાં દિવસે વર્ષીદાનનો વૈભવી–વરિષ્ટ-વિશિષ્ટ વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ફર્યો. વરઘોડામાં ગજરાજ, સુશોભિત અને નૃત્ય કરતા અશ્વરાજોની હારમાળા, કળશધારી શ્રાવિકાઓ, જુદા જુદા વેષમાં 8 સજ્જ બાળકો, ૬૪ ઇન્દ્રો, ઇન્ટસ્ટન્ટ રંગોળી, પંચ મહાવ્રતોનું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ચિક્કાર સાજન-માજન સામેલ હતા. સવારના મંગલ પ્રભાતિયા, શરણાઈ વાદન, જુદા જુદા સંગીતકારો દ્વારા ભક્તિની રમઝટ, નાટિકા, પૂજાઓ, પ્રભુજીને આંગી, સમવસરણની રચના વગેરે દ્વારા નવે-નવ દિવસ આખું રાજકોટ ભક્તિમય બન્યું હતું. ઇન્દ્રધ્વજની સાથે નીકળેલ સંયમીનો ભવ્ય વરઘોડો રાજપંથી રાજાણાના ઇતિહાસમાં શિરમોર બની રહ્યો. ગુરૂવર્યોના સામૈયામાં હતાં તે સર્વ ઉપર જણાવેલ આકર્ષણો ઉપરાંત વરઘોડામાં અષ્ટમંગલની કૃતિઓ, ઊડતો સાધુ, શણગારેલા બળદગાડા, શણગારેલા ઊંટો, બગીચો, પંચકલ્યાણકની જીવંત રચના તથા મુમુક્ષુની રજવાડી શિબિકા આકર્ષણરૂપ હતી. આ ઉપરાંત કેટલીયે રાસમંડળીઓ સાથે સાથે રાસ કરતી જતી હતી. તેમાં પંજાબી 7) નૃત્ય મંડળી, આદિવાસી મંડળી, મયુર નૃત્ય મંડળી, નાસિક ઢોલ તથા “ન ભૂતો ન ભવિષ્યતિ” એવી ચતુર્વિધ સંઘની ચારેય ફિરકાઓના શ્રાવક-શ્રાવિકાઓની તેમ જ જૈનેતરોની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી. આવો અભૂતપૂર્વ વર્ષીદાનનો વરઘોડો રાજમાર્ગો પર ફર્યો ત્યારબાદ પ્રફ્લાદ પ્લોટ જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય જમણ રાખવામાં આવેલ હતું. રાત્રિના આઠ વાગ્યે આ સર્વ કાર્યક્રમોનો શિરમોર કાર્યક્રમ, “હૃદયદ્રાવક વિદાય સમારંભ” રેઈસકોર્સના ફનવર્લ્ડ મેદાનમાં રાખવામાં આવ્યો હતો. વિશાળ ડોમમાં “રૂડા રાજમહેલને ત્યાગી” કાર્યક્રમ શરૂ થયો જેના સંગીતકાર હતાં મુંબઈથી પધારેલા શ્રી પિયુષભાઈ. સંવેદનાની ભરતી લાવી પ્રસ્તુતિ કરી શ્રી ઉર્વિલભાઈએ. અભૂત રીતે સુશોભિત તે ડોમમાં શરૂ થયેલ આ કાર્યક્રમને રાત્રિના ૮ થી ૧૧-૩૦ સુધી કડકડતી ઠંડીમાં હજારોની મેદનીએ માણ્યો. અભૂતપૂર્વ શાંતિ વચ્ચે લગભગ ૧૧-૩૦ કલાકે કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ ભરચક્ક મેદની હાજર હતી. દિક્ષાર્થીના હૃદયસ્પર્શી પ્રવચન વખતે તો ત્યાં હાજર આબાલ-વૃદ્ધ દરેકની આંખોમાંથી 8 શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા હતા. જો કે આ ખુશીના આંસુ હતાં છતાં આ કુમળા પુષ્પને સંયમના કાંટાળા માર્ગ પર જતાં જોઈને દરેક શ્રાવક-શ્રાવિકાના મનમાં એમ થયા વગર રહ્યું નહિ હોય કે જો આ ૧૨ વર્ષનો બાલુડો સંયમના માર્ગે મોક્ષ-સુખને પામવા આટઆટલી સાહ્યબી છોડીને જઈ શકતો હોય તો આપણું સ્થાન તો ક્યાં ? ખરેખર ધર્મને સમજનારા દરેક શ્રાવકોએ બે-પાંચ પળ માટે તો એમ જ વિચારી લીધું હશે કે ના હવે તો મારે પણ શાશ્વતા સુખને દેનારા આ ઘરમાં પ્રવેશ કરવામાં ઘડીનો પણ વિલંબ ન કરવો જોઈએ. નવમે દિવસે દિક્ષાર્થીનો ગૃહત્યાગ અને સંયમવાટિકામાં પ્રયાણ સવારે ૬-૩૦ વાગ્યે થયું ત્યારે હજારોની KR મેદની બાલમુમુક્ષુની સંયમયાત્રામાં સહભાગી બનવા તૈયાર બેઠી હતી. સંયમવાટિકામાં સમવસરણની રચના અને ટેજનું સુશોભન અદ્ભુત રીતે કરવામાં આવેલ હતું. સમવસરણના ત્રણેય ગઢની આબેહુબ રચના કરવામાં 3 આવેલ હતાં. શતાધિકથી વધુ સાધુ-સાધ્વીની હાજરી આખા મંડપને શોભાયમાન કરી રહેલ હતી. બાલમુમુક્ષુએ ખાસ પાલીતાણાથી લાવેલ વિશાળ નાણમાં બિરાજમાન ચૌમુખી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને અંતિમ આભૂષણ પૂજા સોનાના ચેઈનથી કરી અને ત્યારબાદ ગુરુભગવંતોનું સોના-રૂપા-નાણાથી અંતિમ ગુરૂપૂજન કરેલ હતું. $ સમગ્ર દીક્ષા મહોત્સવનો રોજેરોજનો કાર્યક્રમ આસ્થા ચેનલમાં હાઈલાઈટ તરીકે બતાવતા હતા. જ્યારે દીક્ષાનું ઝે Transzszszszszszszszszszszszusznanzas Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy