________________
૬૧૦
જિન શાસનનાં SAWAWAWAVAMAVASAVAVAVAWASVAVAVAWAVAM
નાનપણથી જ જેના જીવનમાં શ્વાસોચ્છવાસની જેમ ધર્મનું સિંચન થયું હતું તેવા હર્ષને ગળથુથીમાં જ 9 ધર્મ મળ્યો હતો અને એટલે જ તે અન્ય બાળકોથી સાવ અલગ જ હતો. બાળવયે બાલુડાઓ રમતગમતમાં અને લાડ-કોડમાં ડૂબેલા હોય, ધર્મ કરવાની સમજણ પણ કેળવાણી ન હોય એવે સમયે આ બાલુડાએ ઉપધાન કરી મોક્ષમાળા પહેરી. દસ વર્ષની નાની વયે સૌથી નાની વયનો સંઘપતિ બન્યો. રાજકોટથી રૈવતગિરિવરની છ'રી પાલિત યાત્રા કરાવી સંઘમાળ પહેરી અને ૧૨ વર્ષની વયે તો આ અસાર એવા સંસારનો ત્યાગ કરી, દેવગુરુ ચરણે સમર્પિત થઈ સંયમી અણગાર બનવા નીકળી ગયો.
પાવનીય દીક્ષાના સ્વીકા૨નું અનુપમ દશ્ય
AAAAAAAAAAAASISITIAWASANAAN
૨નધર્મનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે; અને મોક્ષને પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન ત્યાગ-વૈરાગ્ય એટલે કે પ્રવજ્યા-દીક્ષાનો સ્વીકાર છે. એ પરમ પાવનીય દીક્ષાના સવીકારનું દર્શન ઉપરોક્ત ચિત્રમાં સમાન © થાય છે.
આ મહામંગલકારી વિધિના પ્રારંભે દીક્ષાર્થી દ્વારા ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં નાણ સમક્ષ શ્રી તીર્થકર 8 પરમાત્માને અને પૂજ્ય ગુરુદેવને ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે. ત્યારબાદ દીક્ષાદાતા પૂ. ગુરુદેવ સમક્ષ
મને દીક્ષાનો વેશ આપો' એવી ભાવપૂર્વકની વિનંતી કરે છે. ગુરુમહારાજ દીક્ષા અને જીવદયાના પ્રતિકરૂપ
ઓઘો (રજોહરણ) દીક્ષાર્થીને અર્પણ કરતાં દીક્ષાર્થી તે ગ્રહણ કરી નૃત્ય કરવા દ્વારા આનંદ વ્યક્ત કરે છે. છે ત્યારબાદ દીક્ષાર્થી ઓઘો લઈને, સંસારી વાનો ત્યાગ કરવા અને સાધુવેશ પરિધાન કરવા અને તેને અનુરૂપ છે
મસ્તકના વાળ ઉતારવા સ્નાનગૃહે જાય છે. અને ત્યાં સ્નાનાદિ કરી, સાધુવેશમાં સજ્જ બની પુનઃ 9 સભામંડપમાં આવતાં; આ સાધુવેશે નૂતન મુનિરાજને જોઈ સૌ કોઈ જયકારપૂર્વક હર્ષ વ્યક્ત કરે છે. અને
આ હર્ષોલ્લાસના દિવ્ય વાતાવરણમાં નાતન મુનિરાજની દીક્ષા-ક્રિયાવિધિ આગળ ચાલે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org