SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ WAWAVASVAVAVAVAVAWAV ઝળહળતાં નક્ષત્રો ૬૧૧ SAVAVAVAVAVAVAVAVAVAVAWAVAAVAIANAS આવા આ બાલમુમુક્ષુની દીક્ષા જે રીતે થઈ તે જોતાં એમ કહી શકાય કે આ પ્રસંગ તો, “ન ભૂતો, એ ન ભવિષ્યતિ” અર્થાતુ દીક્ષા જે આત્માના ઉલ્લાસથી ઊજવાઈ, ચારેય ફિરકાઓએ અંતરના આહૂલાદભાવથી જે રીતે દીક્ષા ઊજવી તે પ્રસંગ અભુત અને અવિસ્મરણીય બની ગયો. જે દીક્ષા મહોત્સવ ઉજવાયો તેની આગળના નવ-નવ દિવસ સુધી સવારના વ્યાખ્યાનથી માંડી રાત્રિના ભાવના, નાટક વગેરે કાર્યક્રમોનું એવું સુંદર આયોજન થયું કે બધાના મુખમાં એ જ ઉદ્ગારો જોવા મળતા 8 AR. કે–“આવી દીક્ષા તો ક્યારેય જોઈ નથી!” બાલમુમુક્ષુના ગુરુજનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવાથી માંડીને દીક્ષા દિન સુધી જે સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેના પરથી દરેકે એ જ અનુભવ્યું કે આવો રજવાડી સંયમ મહોત્સવ તો કદાચ ક્યારેય ઊજવાયો નહિ હોય. ત્રણ ત્રણ દિવસ વર્ષીદાનના વરઘોડા નીકળ્યા. જોનાર દરેક જૈન-અજૈનના મનમાં આ જોતાં એવો વિચાર જરૂર આવ્યો હશે કે સંયમ મહોત્સવ આ રીતે ઊજવાતા હોય તો ચાલો આપણે પણ સંયમી બની જઈએ. સંયમ મહોત્સવના નવ દિવસના કાર્યક્રમો પર ઊડતી નજર કરીએ તો મહોત્સવની શરૂઆત મહામંગલકારી છે પંચકલ્યાણકની પૂજાથી શરૂ કરવામાં આવેલ હતી. જેમાં તારક તીર્થકરોના પાંચેય કલ્યાણકોની ભવ્યતા પૂજાની ઢાળમાં દર્શાવવામાં આવેલ છે. પૂજા દરમિયાન ગુરુ ભગવંતોએ પાંચેય કલ્યાણકોનો અર્થસભર મહિમા સમજાવેલ હતો. શ્રી અંકુરભાઈ પાટણવાળાએ ખૂબ જ ઠાઠમાઠથી પૂજા ભણાવેલ હતી. પૂજા બાદ શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ. તે જ દિવસે રાત્રે શાસ્ત્રીમેદાનના વિશાળ મંડપમાં છેલ્લા ૩૦ વર્ષમાં રાજકોટમાંથી જેટલા મવ્યાત્માઓ સંસાર ત્યાગી સંયમી બન્યા તેવા દીક્ષિત આત્માઓના સંસારી સ્વજનોનું બહુમાન બાળમુમુક્ષુના કરકમલ દ્વારા વડીલોને તિલક કરી, શાલ ઓઢાડી, માળ પહેરાવી ખૂબ જ સારી રકમના કવર આપી ભાવસભર રીતે થયું જે આ મહોત્સવની મોટામાં મોટી વિશિષ્ટતા રહી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી અંકુરભાઈ પાટણવાળાએ » સૂરમય સંગીત સાથે કર્યું. મહોત્સવના બીજા દિવસે સવારના પૂજ્યશ્રીઓનું પ્રવચન અને બપોર બાદ શ્રી અષ્ટાપદની પૂજા ખૂબ જ ઠાઠ-માઠથી મુંબઈથી પધારેલ શ્રી દક્ષેશભાઈ શાહે શાસ્ત્રીય સંગીતના પૂજાના વિવિધ ઢાળોને ગાઈને કરી હતી. ર સ્ટેજ ઉપર વિશિષ્ટ રીતે અષ્ટાપદજીની રચના કરવામાં આવેલ. મુંબઈથી ખાસ મંગાવેલ ઉત્તમ ફળ નૈવેદ્યથી માંડલું રચવામાં આવેલ હતું. શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદપર્વત પર ભગવાન ઋષભદેવની સ્તવના કરેલ અને જ્યાં ભગવંતનું નિર્વાણ થયેલ તે વખતે ભરત મહારાજાએ કરેલ કલ્પાંતના શબ્દો આ ઢાળમાં રહેલ છે. પૂ. ગુરુભગવંતોએ તેમના માર્મિક શબ્દોમાં પૂજાની ઢાળોમાં રહેલ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા હતા. પૂજા પૂર્ણ થયે ઉત્તમ ફળોની પ્રભાવના રાખેલ હતી. રાત્રે બાલમુમુક્ષુનું રાજકોટના અઢારે આલમના જ્ઞાતિજનોએ મોમેન્ટો, બહુમાનપત્ર આપી સન્માન કરેલ. સૌપ્રથમ બહુમાન રાજકોટના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ આહિર, ભરવાડ વગેરેથી માંડી મુસ્લિમ અને વોરા સમાજે પણ બહુમાન કરેલ જે એક અજોડ અને અવિસ્મરણીય ઘટના બની રહી. અમદાવાદથી ખાસ આ પ્રસંગ માટે ઉપસ્થિત રહેલા શ્રી પ્રતીકભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ. કાર્યક્રમની મધ્યમાં શ્રી પ્રહલાદ પ્લોટના મહિલામંડળે એક સુંદર નાટક “આપ કી અદાલત” રજૂ કરેલ. જેમાં બાળમુમુક્ષુને દીક્ષા અપાય કે નહિ તેની ખૂબ જ સચોટ, તાર્કિક રીતે રજૂઆત કરી. ૧ ખુદ બાલમુમુક્ષુને આરોપીના પિંજરામાં ઊભા રાખેલા. આ કાર્યક્રમમાં હૈયે-હૈયું દળાય તેવી ભીડ હતી. મંડપ પણ પાછળથી ખોલવા પડેલ તેટલી માનવમેદની હાજર હતી. Gusszaszizas zarzuszusza Dusznanasa NITYAY પક્ષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy