________________
૬૦૯
ઝળહળતાં નક્ષત્રો
SA VAMAA WAVAANAWAWAASWANAWAV E9) ૨જવાડી રાજાણાના આંગણે....
આ અભૂતપૂર્વ ઐતિહાસિક સંયમ સૈ મહોશવની દેદીપ્યમાન ઊજવણી...
ASIAKASVAVAVAVAV
શ્રમણ સંસ્કૃતિમાં દીક્ષા ગ્રહણ કરી સમજણપૂર્વક–સ્વૈચ્છિક રીતે સંસાર-ત્યાગ કરી સંયમજીવનની સાધના દ્વારા પરાપૂર્વથી ચાલી આવતી અમૂલ્ય સંસ્કૃતિના ધરોહર બની ધર્મરક્ષા કરી અધ્યાત્મને ઊજાગર કરતાં અણગારમાર્ગને ગ્રહણ કરવામાં આવે છે.
દીક્ષા એટલે માન્ય સત્ત્વપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. દીક્ષા જીવનમાં સ્વ- એ પર કલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાના મૂળ પરમ તત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલા છે. આત્મકલ્યાણ સાધવા માટે આદરણીય ગુરુજી પાસેથી જીવનભર તપ-ત્યાગના વ્રત-નિયમો ધારવા જેમ કે રાત્રિભોજન ત્યાગ, કેશલૂચન, પાદવિહાર અને પંચમહાવ્રતનાં પાલન દ્વારા ઉત્તમ પ્રકારની સાધના-આરાધના શ્રેષ્ઠ કરવી. આવી શ્રેષ્ઠતમ સાધના કરતાં હોવાથી જ જૈન દીક્ષા લેનારનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આવા સંતસતીજીઓ ત્યાગમાર્ગના કાંટાળા પથ પર સમર્પિત થનારા પુષ્પોની મઘમઘતી મહેક છે.
જૈન સાધુતા એ જગતનું પરમ આશ્ચર્ય છે. માનવ આત્મશક્તિનું ગૌરીશિખર છે. આ સંતો સમ્યગુ જ્ઞાનદર્શન–ચારિત્ર અને તપ દ્વારા મોક્ષની સાધના કરતાં હોય છે. જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ, વાત્સલ્યભાવ રાખી કઠોર આત્મસાધના દ્વારા શાશ્વતા સુખને પામવાની જીવનશૈલી છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંત રૂપ છે. છે સમતા અને અનુકંપાનો સતત વહેતો નિર્મળ પ્રવાહ છે. આવા આ માર્ગે જવા તૈયાર થયો રાજકોટનો બાલમુમુક્ષુ હર્ષ અને સર્જાઈ એક ઐતિહાસિક, અભૂતપૂર્વ, અદ્ભુત સંયમમહોત્સવની અનેરી ઊજવણી.
પિતા કમલેશભાઈ અને માતા આશાબેનનો પ્રાણપ્યારો પુત્ર, રક્ષિત અને ઉન્નતિનો માડીજાયો વીર. ધારાનો છે લાડીલો દીયર અને વિમલનો લાડકો સાળો સંસારના બધા જ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી પ્રવજ્યાના પંથે ચાલવા
તત્પર બન્યો. કચ્છ વાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી, પ.પૂ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજ સાહેબના પરમ વિનિત શિષ્ય પ્રશાંતમૂર્તિ પ.પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ની પાસે પોતાનું યાવતું જીવન સમર્પિત કરવા સંયમમાર્ગે ચાલી નીકળ્યો. આ બાલમુમુક્ષુ ગોંડલ સંપ્રદાયના શાસનચંદ્રિકા બા.બ્ર. પૂ. હીરાબાઈ મ., બા.બ. પૂ. નંદાબાઈ મ, બા.બ. પૂ. જ્યોતિબાઈ મ.ના સંસારપક્ષે સગા ભત્રીજાનો પુત્ર થાય.
આજ સુધી જેને સંસારી સુખોની છોળોમાં ઉછેર્યો, રાજવી વૈભવોની વચ્ચે હલરાવ્યો, રાજકુંવર સમી સાહેબીમાં જેને રમાડ્યો છતાં પણ સંસારના આ લોભામણા, ઝાંઝવાના જળ જેવા સુખો જેના અંતરને ચલિત કરી શક્યા નહિ એવો બાલમુમુક્ષુ હર્ષ સંસારને છોડી સંયમના શીતલ માર્ગે પ્રયાણ કરવા તત્પર બન્યો. આજ સુધી જે શ્રમણોપાસક હતો તે આજે શુદ્ધ ધર્મઉપાસક શ્રમણ બની વીતરાગની વાટે વિચરણ કરવા તત્પર બન્યો. અને રાજકોટના ચારેય ફિરકાના શ્રાવક-શ્રાવિકાઓએ, જિજ્ઞાસુ ધર્મપ્રિયોએ માણ્યો એક ઝળહળતો સંયમ
મહોત્સવ. Trasza zasazaszasz zarzusszaszaszaszaszaszinanzas
SAMANAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAVAWANAS
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org