________________
૫૮૪
(ચિત્ર નં. ૩૨) વસન્તગઢ નિધિમાંની પાર્શ્વનાથની ષટ્કીર્થિક ધાતુપ્રતિમા (ઈ.સ. ૧૦મી સદી)
તીર્થંકરની બંને બાજુ બે ચામરધારીઓ ઊભેલા છે. પીઠિકાની મધ્યમાં ધર્મચક્ર અને બંને બાજુ બે હરણોનું આલેખન કરેલું છે. બંને બાજુ અષ્ટ ગ્રહોના અનુક્રમે ચાર ચાર મસ્તક કોતરેલાં છે. છેક છેડાના ભાગમાં તીર્થંકરના યક્ષ-યક્ષિણી કોતરેલાં છે. સિંહાસનના પાયામાં બે સિંહનું અંકન કરેલું છે. પરિકરની બંને બાજુ પર નીચેના બે બે કોલમમાં ચાર ઊભેલી દેવીઓનું અંકન કરેલું છે. ઉપરના બે બે કોલમમાં બે ઊભેલા અને છેક ઉપર બે બેઠેલા તીર્થંકરોની પ્રતિમાઓ કોતરેલી છે. છત્રવટાની ઉપર પરિકરની વચ્ચે બંને બાજુ હસ્યારૂઢ બે ઇન્દ્રોનું આલેખન અને એની છેક ઉપર નાની દેરીમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા તીર્થંકરની પ્રતિમા કોતરેલી છે. પરિકરની બંને બાજુ તીર્થંકરોના કોલમોની ઉપર મંદિરના આકાર કોતરેલા છે. પીઠિકાની છેક નીચે પાયાથી સહેજ ઉપર સંમુખ મોટા પેટવાળી, દાઢીવાળી દ્વિભુજ આકૃતિ કોતરેલી છે. (ચિત્ર નં. ૩૨)
Jain Education International
જિનશાસનનાં
પશ્ચિમ ભારતમાંથી પ્રાપ્ત શાંતિનાથ તીર્થંકરની સપરિકર ધાતુપ્રતિમા હાલ લંડનના વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગૃહીત છે. પ્રતિમાની પાછળના ભાગમાં વિ.સં. ૧૨૨૪ (ઈ.સ. ૧૧૬૭-૬૮)નો લેખ કોતરેલો છે. એમાં શાંતિનાથ તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે. પ્રતિમાના સિંહાસન અને પીઠિકાનો ભાગ ખોવાયેલા છે. શાંતિનાથ તીર્થંકરના મુખ પરના પ્રશાંત ભાવો, ખુલ્લાં નેત્રો, વક્ષ:સ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન, લંબકર્ણ, પ્રતિમા પાછળ પ્રભામંડળ, પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા તીર્થંકર આ સમગ્ર શિલ્પાંકન માધુર્ય રેલાવે છે. પરિકરના અંદરના ભાગમાં માલાધરો, હસ્યારૂઢ ઇન્દ્રો, વાદકો અને ઉપરના ભાગમાં દેરીમાં અર્ધપર્યંકાસનમાં બેઠેલ જિનાકૃતિ સુંદર રીતે અલંકૃત કરેલ છે. પરિકરમાં વચ્ચે છેડાના બે ગોખમાં સ્ત્રીઓનું આલેખન કરેલું છે. આ શાંતિનાથસ્વામીની સપરિકર અદ્ભુત પ્રતિમા પશ્ચિમ ભારતીય શિલ્પાંકન શૈલીનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. (ચિત્ર નં. ૩૩)
(ચિત્ર નં. ૩૩) વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ (લંડન)ની શાંતિનાથ તીર્થંકરની સપરિકર ધાતુપ્રતિમા (ઈ.સ. ૧૧૬૭-૬૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org