SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો સદીની પાંચ જિન પ્રતિમાઓ સ્થિત છે. એમાંની બે મોટી તીર્થંકર પ્રતિમાઓ (ઈ.સ. ૧૦-૧૧મી સદી) પરિકર વિનાની અને ત્રણ સપરિકર (૮-૯મી સદી) છે. પરિકર વિનાની બે મોટી પ્રતિમાઓ કાંસ્ય પીઠિકા પર અર્ધપર્યંકાસનમાં ધ્યાનમુદ્રામાં સ્થિત છે. બંને પ્રતિમાઓની પીઠિકાનો નીચેનો ભાગ ખંડિત છે. બંને પીઠિકાઓની પાછળના ભાગમાં લેખ કોતરેલા છે. વચ્ચેની સપરિકર પ્રતિમા આદિનાથ તીર્થંકરની છે. પીઠિકાની છેક નીચે આગળના બે પાયાની વચ્ચે ધર્મચક્રનું અંકન અને છેક નીચે એમના લાંછન વૃષભની આકૃતિ કોતરેલી છે. તીર્થંકરની બંને બાજુ પરિકરના બંને છેડે યક્ષ-યક્ષિણીની આકૃતિઓ બેઠેલી અવસ્થામાં કોતરેલી છે. આદિનાથની વાળની લટો સ્પષ્ટ દેખાય છે. એમની ઉપર છત્રત્રયી કોતરેલ છે. પ્રતિમાની પાછળ બે ચામરધારીઓ ઊભેલા છે. આ પ્રતિમા રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઈ.સ.ની ૮મી–૯મી સદીની છે. ડાબી બાજુએ પાર્શ્વનાથની ચોવીસી પ્રતિમા ૮મી–૯મી સદીની છે. બરાબર મધ્યમાં પાર્શ્વનાથ પર્યંકાસનમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા છે. એમના મસ્તક ઉપર નવ નાગનો છત્રવટો છે. પાછળના ભાગમાં સુંદર પ્રભામંડળ કોતરેલું છે. પીઠિકાના છેક નીચેના ભાગમાં બેસણી ઉપર પરિકરની બહાર બે કાયોત્સર્ગે ઊભેલા તીર્થંકરોની આકૃતિઓ અને એમની બંને બાજુ ઊભેલા સેવકો Jain Education Intemational ૫૮૩ (ચિત્ર નં. ૩૧) શ્રવણ બેલગોલની પાંચ કાંસાની જિનપ્રતિમાઓ (ઈ.સ. ૧૦-૧૧મી સદી) કે ચામરધારીઓ કોતરેલાં છે. ઉપરની પાંચ પેનલમાં અનુક્રમે ચાર, ચાર, સાત, પાંચ અને એક તીર્થંકરની આસન પર બેઠેલી ધ્યાનમુદ્રામાં મગ્ન પ્રતિમાઓ કોતરેલી છે. આ સપરિકર પાર્શ્વનાથની ચતુર્વિશતી પ્રતિમા સાદી પણ સપ્રમાણ અને દર્શનીય પ્રતિમા છે. જમણી બાજુએ રહેલી તીર્થંકરની પંચતીર્થી પ્રતિમા પશ્ચિમ ભારતીય શૈલીની છે. એમાં બરાબર મધ્યમાં તીર્થંકર પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા છે. એમની બંને બાજુ બે તીર્થંકર કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલા છે. આ તીર્થંકરોના ઉપરના ભાગમાં પરિકરમાં બે તીર્થંકરો ધ્યાનમુદ્રામાં બેઠેલા છે. પરિકરના નીચેના ભાગમાં બંને છેડે યક્ષ-યક્ષિણીની આકૃતિઓ કોતરેલી છે. છેક નીચે પાયાની ઉપરના કોલમમાં બંને છેડે બે પૂજકો બેઠેલા જણાય છે. પરિકરની ઉપર વૃત્તાકાર ભાગમાં બંને તરફ બે હસ્તિનું આલેખન કરેલું છે. મૂળનાયકની પ્રતિમાની પાછળ ભામંડળ કોતરેલું છે. (ચિત્ર નં. ૩૧) For Private & Personal Use Only રાજસ્થાનના વસન્તગઢ નિધિમાંથી પ્રાપ્ત ઈ.સ. ૧૦મી સદીની પાર્શ્વનાથ તીર્થંકરની ષટ્નીર્થિક ધાતુ પ્રતિમા હાલ પીંડવાડાના જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત છે. એમાં પરિકરની બરાબર મધ્યમાં સિંહાસન પર પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં પાર્શ્વનાથ બેઠેલા છે. વક્ષઃસ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન અંકિત કરેલું છે. એમના મસ્તક પર સપ્તનાગનો છત્રવટો છે. www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy