________________
ઝળહળતાં નક્ષત્રો
૫૮૫
(ચિત્ર નં.
૩૪) કરંજના કાષ્ઠાસંઘના મંદિરમાંનું ધાતુનું શ્રુતકંઠ
દિગંબર જૈન મંદિરોમાં પ્રચલિત ધાતુનું શ્રુતકંઠ યંત્ર (ઈ.સ. ૧૭મી સદી) કરંજના કાષ્ઠાસંઘના મંદિરમાંથી પ્રાપ્ત થયેલું છે. એની ઊંચાઈ ૨૧.૫ ઈચ અને પાયામાં ૧૧ ઈચ પહોળાઈ છે. પાંચ બેઠેલી પ્રતિમાઓ પંચ પરમેષ્ઠિનુને રજૂ કરે છે. એમાંની ચાર વચ્ચેના ચાર કોલમમાં અને પાંચમી પ્રતિમા યંત્રના છેક ઉપરના કોલમમાં કોતરેલી છે. યંત્રના છેક નીચેના ભાગમાં ઊભેલી પ્રતિમા જ્ઞાનની દેવી મૃતદેવતાની હોવાનું જણાય છે. પીઠિકાની ઉપરના પગથિયા આકારના ભાગોમાં તથા મધ્ય સ્તંભ ઉપર અને એમાંથી નીકળતી કમલદલની શાખાઓ ઉપર જૈન આગમોની ગાથાઓ અને પદો કોતરેલાં જણાય છે. (ચિત્ર નં. ૩૪)
આમ સમગ્ર ભારતવર્ષમાં પ્રાચીન કાલથી પ્રવર્તમાન જૈન ધર્મના મહાન તીર્થકરોની ભવ્ય અને દર્શનીય પ્રતિમાઓ માનવજીવનને ધન્ય બનાવે છે તેમ જ અનોખું જીવનસંગીત રચી માનવીને ભવ્યતા, આફ્લાદકતા, મનોહારિતા, રમ્યતા અને આંતરપ્રસન્નતાનો અહેસાસ કરાવે છે અને આંતરધર્મના પ્રગટીકરણ દ્વારા આ દેવાંશો માનવજાતનો ઉદ્ધાર કરે છે.
आरूग्गं-बोहि-लाभ, समाहि-वरमुत्तमं दितु। અંત સમય જ્યારે આવે, ત્યારે દેજો પ્રભજી સમાધિ |
સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ (બેંગલોર) સ્વર્ગવાસ : વિ.સં૨૦૩૯, તારીખ : ૨૦-૧૨-૧૯૮૩ બુધવાર (ઉમ્ર-પ૧)
સમાધિમરણ સહાયિકા સાધ્વી પ.પૂ. દિનમણિશ્રીજી મ.સા. (સ્વ. કલાપૂર્ણસૂરિજી સમુદાય) સાધ્વી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા. (સ્વ. ભુવનભાનુસૂરિજી સમુદાય)
પ્રેરણાપ્રદાતા વિશાલ ગચ્છiધપતિ પ.પૂ. યઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પ.પૂ. જયશનવિજયજી મ.સા. (નેમિપ્રેમી)
( केवलि पन्नतं धम्मं शरणं पवज्झामि)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org