________________
ઝળહળતાં નક્ષત્રો.
૫૭૯
છે. હાલ આ પ્રતિમા ન્યૂયોર્કમાં બ્રુકલિનના મ્યુઝિયમમાં સંગૃહીત છે.(ચિત્ર નં. ૨૩)
મેડિકોન્ડા નિધિમાંથી પ્રાપ્ત અને હાલ હૈદરાબાદ મ્યુઝિયમમાં સંગૃહીત તીર્થકરની કાંસ્ય પ્રતિમા ઈ.સ.ની ૮મી સદીની છે. તીર્થંકર પીઠિકા ઉપર મોટી વૃત્તાકાર ગાદી પર અર્ધપર્યકાસનમાં ધ્યાનમુદ્રામાં બેઠેલા છે. એમના મસ્તક પાછળ બે કિનારીવાળા મણકાનું બનેલું પ્રભામંડળ આલેખાયું છે ગાદીનો જમણી બાજુનો થોડોક ભાગ ખંડિત છે. મૂર્તિની પાછળના ભાગમાં સમાંતરે દંડ છે, જે બે ઊભા સ્તંભોના ટેકાથી જોડેલો છે. સમાંતર બીમ મકરનું પ્રતિક દર્શાવે છે. (ચિત્ર નં. ૨૪)
કલકત્તાના શ્રી બિજોયસિંઘ નાહરના અંગત સંગ્રહમાંની મહાવીરસ્વામીની ત્રિતીર્થિક પ્રતિમા પિત્તળની કે કાંસ્યની લાગે છે. તીર્થકર અર્ધ પર્યકાસનમાં પદ્માસનમાં બેઠેલા છે. પાછળ
(ચિત્ર નં. ૨૨) વસન્તગઢ નિધિમાંની પાર્શ્વનાથ
તીર્થકરની પિત્તળની ત્રિતીર્થિક પ્રતિમા | (ઈ.સ. ૬૦૦)-ન્સલેખ
શિલ્પાંકન અત્યંત કલાત્મક અને રોચક છે. સિંહાસનના પાછળના ભાગમાં વિ.સં. ૭૨૬-ઈ.સ. ૬૭૦નો લેખ બ્રાહ્મી લિપિમાં કોતરેલો છે :
ॐ देवधर्मो[s] यं यक्षश्रावक जीयटपुत्रेण વારિતોયું............. || ર 726 શ્રાવણ વઢ 61. (ચિત્ર નં. ૨૨).
તમિળનાડુના ત્રિચિનોપોલી વિસ્તારમાંથી પ્રાપ્ત મહાવીરસ્વામીની સલેખ ધાતુપ્રતિમા ઈ.સ.ની ૮મી સદીના અંત અને નવમી સદીના આરંભની હોવાનું જણાય છે. કોતરણીવાળી પીઠિકા પર તીર્થકર ધ્યાનમુદ્રામાં અર્ધપદ્માસનમાં બેઠેલા છે. પીઠિકાના મધ્ય કોલમમાં સિંહની આકૃતિ હોવાથી પ્રતિમા મહાવીરસ્વામીની છે. એની શૈલી ઉત્તર પલ્લવકાલની જણાય
(ચિત્ર નં. ૨૩) ત્રિચિનોપોલી (તમિળનાડુ) વિસ્તારની મહાવીરસ્વામીની સલેખ ધાતુપ્રતિમા
(ઈ.સ. ૮મી-૯મી સદી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org