________________
૫૭૮
(ચિત્ર નં. ૨૦) વસન્તગઢ નિધિ (રાજસ્થાન)માંની આદિનાથ તીર્થંકરની ઈ.સ. ૬ઠ્ઠી સદીની કાંસ્ય પ્રતિમા
નીકળતી શાખાઓવાળા ચૈત્યવૃક્ષના પ્રતીક નીચે જિન આસીન થયેલા હોય એમ લાગે છે. તીર્થંકરના ખભા સુધી લટકતા વાળની લટો, ખુલ્લાં વિસ્ફારિત નેત્રો, બંને બાજુ મકરમુખવાળી પૃષ્ઠ સીટ, પીઠિકાની બરાબર મધ્યમાં ધર્મચક્રનું આલેખન અને બંને છેડે ધર્મચક્ર તરફ મુખ રાખી બેઠેલા વૃષભની આકૃતિઓ દર્શનીય અને ઉત્કૃષ્ટ · કોટિની છે. (ચિત્ર નં. ૨૦).
આ જ નિધિમાંની પાર્શ્વનાથ તીર્થંકરની પિત્તળની ત્રિતીર્થિક પ્રતિમા, હાલ પિંડવાડાના જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત છે. સુંદર કોતરણીવાળી પીઠિકા ઉપર પદ્માસનમાં તીર્થંકર બેઠેલા છે. મૂળ નાયકની બંને બાજુ બે તીર્થંકર કાયોત્સર્ગ અવસ્થામાં ઊભેલા છે. તેમની બાજુમાં સહેજ નીચે નાની પીઠિકા ઉપર બે વિદ્યાદેવીઓ ઊભેલી છે. પ્રતિમાની જમણી બાજુએ
Jain Education International
જિનશાસનનાં
સિંહાસનના છેડે પાર્શ્વયક્ષ અને ડાબી તરફ યક્ષિણી પદ્માવતી અર્ધપર્યંકાસનમાં બેઠેલાં છે. પીઠિકાના પાયાની ઉપરના ભાગમાં ૮ ગ્રહોનું અંકન કરેલું છે. સિંહાસનમાં વચ્ચે ધર્મચક્રનું આલેખન અને બંને તરફ બે હરણો અંકિત કરેલાં છે. સપ્તનાગના છત્રવટાને બંને બાજુથી બે નાગદેવતાઓ આલંબન આપે છે. છત્રવટાનો સહુથી ઉપરનો ભાગ ખંડિત છે. પીઠિકાની પાછળના ભાગમાં વિ.સં. ૭૫૬ (ઈ.સ. ૭૦૦)નો લેખ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં કોતરેલો છે. (ચિત્ર નં. ૨૧) ॐ देवधर्मो[S]यं रुयकसंनिवेसितदेवद्रोण्यां द्रोणश्रावके - ન સં. 756 શ્રાવ[ળ] શુવિ 6 નીયટપુત્રન
વસન્તગઢ નિધિમાંથી પ્રાપ્ત આવી જ કલાત્મક પાર્શ્વનાથની પિત્તળની ત્રિતીર્થિક પ્રતિમા સલેખ છે. મૂળનાયકની ઉપર સપ્તનાગફણાનો છત્રવટો, આજુબાજુ બે કાયોત્સર્ગે ઊભેલા તીર્થંકરો, બે ઊભેલી વિદ્યાદેવીઓ, નીચે સિંહાસનના બંને છેડે બેઠેલાં યક્ષ-યક્ષિણી, અષ્ટગ્રહો વગેરેનું
(ચિત્ર નં. ૨૧) વસન્તગઢ નિધિમાંની પાર્શ્વનાથ તીર્થંકરની ત્રિતીર્થિક પ્રતિમા (ઈ.સ. ૭૦૦)–સલેખ
For Private & Personal Use Only
www.jainelibrary.org