________________
૫૭૪
જિનશાસનનાં
ઉપરની બાજુએ મસ્તકની બરાબર ઉપર છત્રત્રયી કોતરેલી છે. પ્રતિમાની બંને બાજુ ઊભેલા ચામરધારીઓની અલંકરણવાળી આકૃતિઓ કોતરેલી છે. (ચિત્ર નં. ૧૩)
ત્રિરુચિ જિલ્લાના ચેટ્ટીપટ્ટીના ઓટાઈફોઈલ ટીંબામાંથી પ્રાપ્ત જૈન તીર્થકરની પીઠિકા પર પદ્માસનમાં બેઠેલી શૈલપ્રતિમા ચોલ રાજા રાજરાજ ૧લા (૧૦મી સદીનો અંત ૧૧મી સદીનો આરંભ)ના સમયની હોવાનું જણાય છે. પીઠિકાનો ઉપરનો પીરામીડ ઘાટનો ભાગ વૃક્ષશાખાથી અલંકૃત કરેલ છે. પ્રતિમાની પાછળના ભાગમાં કોતરણી કરેલી છે. મસ્તકની ઉપરના ભાગમાં છત્રત્રયીનું અંકન કરેલું છે. તીર્થકરની બંને બાજુ બે સેવકો ઊભેલા છે. પીઠિકાની નીચેની પટ્ટિકામાં પૂર્વકાલીન તમિળ લિપિમાં લેખ કોતરેલ છે. (ચિત્ર નં. ૧૪).
આજ ટીંબામાંથી પાર્શ્વનાથ અને બીજી પાંચ જૈન પ્રતિમાઓ ૧૦-૧૧મી સદીની ઉપલબ્ધ થઈ છે. આ પ્રતિમાઓ રેતિયા પથ્થરની છે. વચ્ચેના ઊંચા આસન પર ગોઠવેલી પ્રતિમા પદ્માસનમાં બેઠેલા તીર્થકરની છે. (ચિત્ર નં. ૧૫)
ચિંગલપુટ જિલ્લાના અંબટ્ટે સ્થળેથી બેઠેલા મહાવીરની પ્રતિમા પ્રાપ્ત થઈ છે. તીર્થકર અલંકૃત પીઠિકા પર પદ્માસનમાં ધ્યાનાવસ્થામાં બેઠેલા છે. પીઠિકાની પાછળ પ્રતિમાના સ્કંધની હરોળમાં બંને તરફ બે ઊભેલા સેવકોની અલંકારવાળી
epid
(ચિત્ર નં. ૧૪) ઓટાઈફોઈલ ટીંબા (ત્રિરુચિ જિ. તમિળનાડુ)માંની ઈ.સ. ૧૧મી સદીની જિનપ્રતિમા
(ચિત્ર નં. ૧૫)
ઓટાઈફોઈલ ટીંબામાંની
૧૧મી
સદીની જિનપ્રતિમાઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org