________________
ઝળહળતાં નક્ષત્રો.
૫૫
(ચિત્ર નં. ૧૬) અંબટ્ટ (તમિળનાડુ)ની મહાવીરસ્વામીની
પ્રતિમા
આકૃતિઓ કોતરેલી છે. મસ્તકની ઉપરના ભાગમાં છત્રત્રયી અને આજુબાજુ લતાનું અંકન કરેલું છે. પીઠિકાની નીચેના ભાગમાં ત્રણ કોલમમાં સમ્મુખ જોતાં ત્રણ સિંહ કોતરેલા છે. (ચિત્ર નં. ૧૬)
આ ઉપરાંત ખડકમાં કોતરેલી તીર્થકરોની અને બીજી જૈન પ્રતિમાઓ અનુક્રમે મદુરાઈ જિલ્લાના કરદીપટ્ટીના દક્ષિણ ભાગમાં આવેલ સમનરમલઈ અને ઉત્તમ પલયમૂમાં કરુપ્પનસ્વામી ખડક પર કોતરેલ છે. એમાંની કેટલીક આકૃતિઓ સુંદર જણાય છે. (ચિત્ર નં. ૧૭–૧૮)
કર્ણાટકમાં જૈન ધર્મનો પ્રસાર તુલકાડ (તલનાડુ)ના ગંગ રાજાઓના સમયમાં (ઈ.સ. ૬ઠ્ઠી-૧૦મી સદી) થયો. દક્ષિણ ભારતમાં દિગંબર જૈન સંપ્રદાયના મહત્ત્વના સ્થળ તરીકે શ્રવણ બેલગોલા પ્રસિદ્ધ હતું. ગંગ રાજાઓએ ઘણાં જૈન મંદિરો બંધાવ્યાં. શ્રવણ બેલગોલા ઉપરાંત કમ્બડહલ્લી અને વરૂણામાં ઘણાં જૈન ધર્મસ્થળો ઈ.સ.ની ૧૦મી સદીથી બંધાવવા શરૂ થયાં. આ રાજાઓના સમયનાં કેટલાંક જૈન મંદિરો શ્રવણ બેલગોલા પાસે ચંદ્રગિરિ ટેકરીઓ ઉપર જોવા મળે છે.
(ચિત્ર નં. ૧૦) સમરનમલઈ ખડક (મદુરાઈ જિ.)માં
કોતરેલ જિનપ્રતિમાઓ (ઈ.સ. પમી-૬ઠ્ઠી સદી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org