________________
ઝળહળતાં નક્ષત્રો
૫૭૩
(ચિત્ર નં. ૧૨) સેવાડી (રાજસ્થાન)ના
મહાવીર મંદિરની ઈ.સ. ૧૦મી
સદીની મહાવીર સ્વામીની
અને જીવંતસ્વામીની પ્રતિમાઓ
પ્રતિમાઓ લગ. ૮મી સદીની જણાય છે. તીર્થંકર પદ્માસનમાં ધ્યાનાવસ્થામાં બેઠેલા છે. ઉપરના ભાગમાં બંને બાજુ અલંકરણો સાથે બે સેવકો ઊભેલા છે. પીઠિકાની પટ્ટી ઉપર સાતમ-આઠમી સદીની બ્રાહ્મી–તમિળ લિપિમાં લેખ કોતરેલો છે. પ્રતિમાના મસ્તક ઉપર છત્રત્રયીનું આલેખન કર્યું છે.
તિરુનાથકન્ડની ટેકરીઓ પર ખડકમાંથી કોતરેલ બે હારમાં બેઠેલ ૨૪ તીર્થકરોની મનોરમ્ય પ્રતિમા પલ્લવ રાજાઓના સમયની ૮મી સદીની છે. જિનકાંચીમાં ચંદ્રપ્રભ મંદિર અને વર્ધમાન મહાવીરના મંદિરના વિશાળ સંકુલ આવેલાં છે. ત્યાંના ગોપુર અને પ્રાકારમાં નાની સ્વતંત્ર દેરીઓ છે. પલ્લવરાજા નંદિવર્મા રજા (લગ. ઈ.સ. ૭૩૦-૭૯૫)ના સમયની પલ્લવ શૈલીની રચના છે. મંદિરની અંદર નીચેના ભાગમાં sanctumમાં ચંદ્રપ્રભસ્વામીની મોટી અને કુંથુનાથ તથા મહાવીરસ્વામીની ધ્યાની અવસ્થામાં પર્યકાસનમાં બેઠેલી સુંદર પ્રતિમાઓ છે. વર્ધમાનસ્વામીની પ્રતિમાનું સિંહાસન અને પાછળનો ભાગ કોતરણીથી ખૂબ અલંકૃત કરેલો છે. પ્રતિમાની
દક્ષિણ ભારતની પ્રતિમાઓ :
તમિળનાડુમાં ઈ.સ.ની ૬ઠ્ઠી સદીમાં જૈન આચાર્યોનું અત્યંત મહત્ત્વનું અને માનભર્યું સ્થાન હતું. પ્રાચીન કાંચીના પલ્લવ રાજા સિંહવિષ્ણુના પલ્લનકોઈલ તામ્રપત્ર (રાજયકાલનું વર્ષ ૬)માં જિનકાંચીના ગુરુ વજનંદિને કાંચીપુરમમાં પેરુનગર વિસ્તારના એક ગામનું દાન કર્યું હોવાનો નિર્દેશ આવે છે. સૂત્ર સાહિત્યના મહાન પંડિત થિરુવલ્લુવરે (ઈ.સ.ની છઠ્ઠી સદી) જે મિલપોર (મદ્રાસ) નિવાસી હતા તેમણે પોતાના પ્રથમ સૂત્રમાં આદિનાથ-વૃષભનાથની સ્તુતિ કરી છે. તમિળ ભાષાના પ્રસિદ્ધ પ્રાચીન વ્યાકરણગ્રંથો—‘તોલ્કાપ્પિયમ્', “નેમિનાથ', થપૂરુંગલમ્' અને એનું ભાષ્ય “સિલપ્પદીકરમું, ‘જીવકચિંતામણિ', “ચૂડામણિ નિઘટુ’, ‘પેરુંગડમ્' (બૃહત્કથાની તમિળ વાચના), “નલદિયાર' અને બીજી ઘણી પ્રાચીન રચનાઓનો ઉદ્ભવ જૈન આચાર્યોને આભારી છે.
ઉત્તર તમિળ પ્રદેશની રાજધાની કાંચીમાં કર્ણાટકના ગંગ રાજાઓના પ્રદેશમાંથી જૈન ધર્મનો પ્રસાર થયો જણાય છે. કોઈમ્બતૂર અને તિરુચિ જિલ્લાના પશ્ચિમ ભાગની જેમ ઉત્તર આરકોટમાં જૈન ધર્મના અવશેષો પ્રાપ્ત થાય છે. પલ્લવ રાજાઓના સમયમાં તિમલાઈમાં ટેકરીની તળેટીમાં બંધાયેલ જૈનમંદિર પ્રસિદ્ધ છે. ખડક પર કોતરેલી તીર્થંકર પાર્શ્વનાથ, બેઠેલા તીર્થકર મહાવીરસ્વામી અને બાહુબલિની આકર્ષક
(ચિત્ર નં. ૧૩) જિનકાંચી (તમિલનાડુ)ના ચંદ્રપ્રભસ્વામી મંદિરમાંની વર્ધમાનવામીની
ઈ.સ.ની ૮મી સદીની પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org