SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ જિનશાસનના (ચિત્ર નં. ૧૦) મથુરાના કતરા. ટીંબામાંથી પ્રાપ્ત ઢષભદેવની પ્રતિમા ભાવોને પ્રગટ કરે છે. તીર્થકરના નાકના ભાગને પાછળથી ઓપ આપેલો જણાય છે. પ્રતિમાની પાછળ મોટું પ્રભામંડળ કોતરેલું છે, જેના બહારના વર્તુળમાં અલંકૃત ડિઝાઈન કોતરેલી છે. (ચિત્ર નં. ૧૧). રાજસ્થાનમાં આવેલા સેવાડીના મહાવીર મંદિરની રચના ઈ.સ.ની ૧૦મી સદીની છે. આ મંદિરના ગૂઢમંડપના ભદ્રાવલોકનમાંથી ખસેડેલી મહાવીરસ્વામી અને જીવન્તસ્વામીની બે પથ્થરની પ્રતિમાઓ ઊભેલી અવસ્થામાં છે. પ્રતિમાના હાથની નીચેના ભાગમાં બંને તરફ ઊભેલા અને બેઠેલા સેવકોની અસ્પષ્ટ આકૃતિઓ જણાય છે. ડાબી તરફની ઊભી પ્રતિમા જીવન્તસ્વામીની છે. કેવલજ્ઞાન પ્રાપ્તિ પહેલાની અવસ્થા હોવાથી તેમને અલંકારોથી સુશોભિત કર્યા છે. મસ્તક પર મુગટ પણ પહેરેલ છે. પ્રતિમાના પગ આગળ બંને તરફ બે પૂજકો ઊભેલા છે. રેતિયા પથ્થરની બનેલી આ બે પ્રતિમા થોડી ઘસાયેલી જણાય છે. (ચિત્ર નં. ૧૨) કરેલું છે. પીઠિકાની નીચેના ભાગમાં વચ્ચે ધર્મચક્ર અને બંને બાજુ પદ્માસનમાં બેઠેલ બે આકૃતિઓ તથા બાજુમાં બે પશુઓના આલેખન કરેલ છે. પીઠિકાની પટ્ટી ઉપર ગુપ્તકાલીન બ્રાહ્મી લિપિમાં લેખ કોતરેલો છે. નેમિનાથની જમણી તરફ બલરામ અને ડાબી તરફ કૃષ્ણમૂર્તિ કોતરેલી છે. (ચિત્ર . ૯) મથુરાના કતરા ટીંબામાંથી ગુપ્તકાલની ઊભેલા ઋષભદેવની પ્રતિમા પ્રાપ્ત થઈ છે, જે હાલ મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત છે. (નં. ૨૬૮) તીર્થકરના મુખ અને વાળની લટને પાછળથી ઓપ આપેલો જણાય છે. પ્રભામંડળ અલંકૃત છે. કમળદળ અને મણકાથી સજાવેલ છે. તીર્થકરની બંને બાજુ વેલનું અંકન કરેલું છે. પ્રતિમાના પગ પાસે બે નાના સેવકો ઊભેલા છે. ઉપરના ભાગમાં બંને છેડે બે ઊડતા માલાધરો દર્શાવ્યા છે. પીઠિકાની નીચેના ભાગમાં મધ્યમાં ધર્મચક્રનું સુંદર આલેખન કરેલું છે. (ચિત્ર નં. ૧૦) | મધ્યપ્રદેશના દેવગઢમાંથી સ્થાપત્યકીય જૈન મંદિરો અને મૂર્તિઓના ઘણા અવશેષ પ્રાપ્ત થયા છે. અહીંના એક મંદિરસંકુલમાંની પૂર્વ તરફની દેરીમાંની જિનપ્રતિમા ધ્યાનાકર્ષક છે. પદ્માસનમાં બેઠેલા તીર્થકરની અર્ધી મીચલી આંખો ધ્યાનસ્થ (ચિત્ર નં. ૧૧) દેવગઢ (મધ્યપ્રદેશ)માંથી પ્રાપ્ત ગુમકાલીન જિન-પ્રતિમા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy