________________
પ૬૮
જિનશાસનનાં
જૈન મૂર્તિવિધાનમાં જૈન ધર્મના ૨૪ તીર્થકરોમાં દરેક તીર્થકરનું સ્વરૂપ એકસરખું હોવાથી તેમનાં લાંછન પરથી તીર્થકરોની ઓળખ થાય છે. ઋષભદેવ-આદિનાથ જૈન ધર્મના સ્થાપક પ્રથમ તીર્થકર મનાય છે. અને ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી છે. તીર્થકરોની પ્રતિમાઓમાં તેમને ધ્યાનસ્થ કે કાયોત્સર્ગ અવસ્થામાં દર્શાવાય છે. તે ઉપરાંત તેમનું લાંછન, યક્ષ-યક્ષિણી, ચામરધારી, શાસનદેવતા અને અષ્ટ સિદ્ધિઓનું આલેખન થયેલું નજરે પડે છે. આ પ્રતિમાઓનાં ધ્યાનાકર્ષક લક્ષણોમાં લાંબા લટકતા હાથ (આજાનુબાહુ), શ્રીવત્સનું ચિહ્ન, પ્રશાંત સ્વરૂપ, યક્ષ-યક્ષિણી, અષ્ટસિદ્ધિઓનું આલેખન કરેલું હોય છે. અષ્ટસિદ્ધિઓને અષ્ટ મહાપ્રાતિહાર્ય કહે છે. અષ્ટસિદ્ધિઓમાં દિવ્યવૃક્ષ, વૃષ્ટિ, ત્રિદલ કે ત્રિછત્ર, સિંહાસન, પ્રભામંડળ, દિવ્યધ્વનિ, ચામરધારી અને દુંદુભિનાદનો સમાવેશ થાય છે. કાયોત્સર્ગ પ્રતિમાઓ જૈન પરંપરાનું વિશિષ્ટ લક્ષણ છે. જૈન પ્રતિમાઓ સપરિકર કે પરિકર વિનાની હોય છે. સપરિકર પ્રતિમાઓમાં ત્રીતીર્થ, પંચતીર્થી, ચોવીસી હોય છે.
ઉત્તર ભારતની પ્રતિમાઓ : કુષાણકાલથી જૈન તીર્થકરોની ઘણી પ્રતિમાઓ પ્રાપ્ત
|| (ચિત્ર નં. ૨) મથુરા મ્યુઝિયમમાંની કુષાણકાલીન
જેન તીર્થંકરની પ્રતિમા થવા લાગી. આ સમયમાં ચૌમુખ–ચાર બાજુ ચાર તીર્થકરો2ષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. મથુરામાંથી પ્રાપ્ત અને લખનૌના મ્યુઝિયમમાં સંગૃહીત જૈન તીર્થકરની પ્રતિમા કુષાણકાલની હોવાનું જણાય છે. પ્રતિમા સિંહાસન પર પદ્માસનમાં બેઠેલી છે. સિંહાસનની વચ્ચે ધર્મચક્ર કોતરેલું છે. સિંહાસનના આગળના ભાગમાં નીચે ઘસાયેલી મુખાકૃતિઓવાળી આકૃતિઓ સળંગ હારમાં કોતરેલી છે. પીઠિકાના ઉપરના ભાગમાં પટ્ટિકા પર કુષાણકાલીન બ્રાહ્મી લિપિમાં લેખ કોતરેલો છે. મૂર્તિની બંને બાજુ અર્ધદેવી સેવકો અંજલિમુદ્રામાં ઊભા છે. બંનેના મસ્તક પર કુષાણકાલીન શિરોભૂષણ જોવા મળે છે. તીર્થકરના વક્ષ:સ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન આલેખાયું છે. (ચિત્ર નં. ૧).
કુષાણકાલની એક જૈન તીર્થંકરની પ્રતિમા મથુરામાંથી પ્રાપ્ત થઈ છે જે હાલ મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત છે. તીર્થકર પદ્માસનમાં પીઠિકા પર બેઠેલા છે. એમની બંને બાજુ બે સેવકો અંજલિમુદ્રામાં ઊભેલા છે. પીઠિકાની નીચેના ભાગમાં સમ્મુખ ખંડિત મુખાકૃતિવાળી બે બે આકૃતિઓ ઊભી કોતરેલી છે અને વચ્ચે ધર્મચક્રનું અંકન હોવાનું અસ્પષ્ટ રીતે જણાય છે. તીર્થકરના વક્ષઃસ્થલ પર શ્રીવત્સના ચિહ્નનું અંકન સુંદર રીતે કરેલું જણાય છે. સેવકોના શિરોવેસ્ટન કુષાણકાલીન જણાય છે. (ચિત્ર નં. ૨).
| (ચિત્ર નં. ૧) મથુરામાંથી પ્રાપ્ત જૈન તીર્થંકર પ્રતિમા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org