________________
ઝળહળતાં નક્ષત્રો
૫૬૯
શ્રીવત્સ, ૪. પાઉડરબોક્સ (વર્ધમાનક). છેક નીચેની પેનલમાં ૫. ત્રિરત્ન, ૬. પૂર્ણવિકસિત કમળ, ૭. ઇન્દ્રિયષ્ટિ (વજ)સ્થાપના કે આસન અને ૮. મંગલકળશ. જમણી બાજુ કોતરેલા સ્તંભ ઉપર ધર્મચક્રનું આલેખન અને ડાબી બાજુના સ્તંભ ઉપર હસ્તિનું અંકન કરેલું છે. આયાગપટની વચ્ચેના ભાગમાં પદ્માસનમાં બેઠેલ જિનપ્રા ના કોતરેલી છે. અહંતોની પૂજા માટેનો આ ધ્યાનાકર્ષક આયાગપટ મૌર્યકાલના અંતભાગનો જણાય છે. (ચિત્ર નં. ૪).
- કંકાલી ટીલા, મથુરામાંથી પ્રાપ્ત મસ્તક વિનાની તીર્થકર મહાવીરની કુષાણકાલીન પ્રતિમા હાલ લખનૌના મ્યુઝિયમમાં સંગૃહીત છે. તીર્થંકર સિંહાસન પર પદ્માસનમાં બેઠેલા છે. એમના વક્ષઃસ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન કોતરેલું સ્પષ્ટ દેખાય છે. પીઠિકાના મધ્યભાગમાં સમ્મુખ બરાબર મધ્યમાં ધર્મચક્ર ઉત્કીર્ણ છે. એની જમણી બાજુ બે અંજલિમુદ્રામાં ઊભેલા ભક્તો, નાણાકોથળી સાથે ઊભેલા શ્રાવક અને ચામરધારી સાધુ તેમ જ ડાબી તરફ ચામરધારી સાધ્વી, નાણાકોથળી સાથે ઊભેલી શ્રાવિકા અને અંજલિમુદ્રામાં ઊભેલી બે શ્રાવિકાઓ દશ્યમાન થાય છે. પીઠિકાના બંને પાયામાં સુંદર સિંહાકૃતિઓ
(ચિત્ર નં. ૩) લખન મ્યુઝિયમમાંની ઉત્તર
કુષાણકાલીન જિન પ્રતિમા
ઉત્તર કુષાણકાલની એક જિનપ્રતિમા મથુરામાંથી પ્રાપ્ત થયેલી. હાલ લખનૌ મ્યુઝિયમમાં સંગૃહીત છે. રેતિયા પથ્થરની બનેલી પ્રતિમામાં પ્રભામંડળનું ભાસ્કર્ય અત્યંત આકર્ષક છે. તીર્થંકર પીઠિકા પર પદ્માસનમાં બેઠેલા છે. પ્રતિમાની બંને બાજુ ચામરધારીની આકૃતિઓ કોતરેલી નથી. પરંતુ જમણી બાજુએ નાગપુરુષ અંજલિ મુદ્રામાં ઊભા છે અને ડાબી તરફ ભક્ત અંજલિ મુદ્રામાં ઊભા છે. પીઠિકાની નીચે ચાર પુરુષાકૃતિઓ ઊભેલી કોતરી છે. પીઠિકાના બંને પાયાના છેડે બે પશુઆલેખન છે. જિનપ્રતિમાના મુખનો ભાગ થોડો ખંડિત છે. તેમના વક્ષ:સ્થલ પર શ્રીવત્સનું ચિહ્ન કોતરેલું છે. પ્રભામંડળની ઉપરનો જમણી તરફનો ભાગ ખંડિત છે. છેક ઉપર દિવ્યવૃક્ષનું અંકન કરેલું છે. (ચિત્ર નં. ૩).
મથુરાના કંકાલી ટીલામાંથી ઈ.સ.ની આરંભિક સદીનો આયાગપટ્ટ ઉપલબ્ધ થયો છે. જેનું કદ 2°x1x11 છે. એમાં અષ્ટમંગલનું નિદર્શન થયું છે. સૌથી ઉપરની પેનલમાં પટની જમણીથી ડાબી તરફ જતાં ૧. મત્સ્યયુગલ, ૨. અસ્પષ્ટ, ૩.
(ચિત્ર નં. ૪) મથુરાના કંકાલી ટીલામાંથી પ્રાપ્ત
આયાગપટ્ટ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only