________________
૫૬૬
૧૬૮૭ સુધીનો છે. વળી પર્શીયા-કાબુલ-ઈરાન-લંકા-ભૂટાન-નેપાલ-તિબ્બત-તાતાર-ચીન-કોચીન આદિમાં ભવ્ય વિશાળ અને વિરાટ્ પ્રતિમાઓનાં ઉલ્લેખો ઈતિહાસમાં પ્રાપ્ત છે.
જિનશાસનનાં
જૈન સ્થાપત્યોમાં તીર્થંકરોની વિરાટકાય પ્રતિમાઓનો પણ એક યુગ હતો. શત્રુંજયમાં અદબદજી દાદા, ભોપાવરજીમાં નાગેશ્વરજી, તારંગાજી, અમદાવાદ ઝવેરીવાડમાં જગવલ્લભ પાર્શ્વનાથજી, છાણી, ખંભાત આદિ સ્થળે વિરાટકાય પ્રતિમાઓ છે અને પૂજાઈ રહી છે.
પાલીતાણામાં શ્રી સિદ્ધાચલ શાશ્વત તીર્થની ગોદમાં જૈન વિજ્ઞાનના સચોટ સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરતાં જંબુદ્રીપ સંકુલમાં પૂ.પં.શ્રી અભયસાગરજી મ.ના પટ્ટધર શિષ્ય શાસનપ્રભાવક પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ૧૦૮ ફૂટની વિરાટ આદિનાથ દાદાની પ્રતિમાનું ઐતિહાસિક નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. હજારો વર્ષ સુધી ગૂંજતી રહેશે આ નિર્માણ ક્ષણ. વિશ્વના ઇતિહાસમાં આ એક નવું જ સ્વર્ણપૃષ્ઠ ઉમેરાયું છે.
આપણી તદ્દન નજીકના સમયમાં ઘેટીની પાળમાં દાદા આદિનાથ, જંબુદ્રીપમાં પ્રભુ મહાવીરસ્વામી, બોરીજમાં પ્રભુ આદિનાથ, અયોધ્યાપુરમાં દાદા આદિનાથ, કૃષ્ણગિરિમાં વિશાળ જિનબિંબો હયાત છે અને તેની યથાયોગ્ય પૂજા પણ થાય છે.
જૈન તીર્થંકરોની પ્રાચીન અવલોકનીય પ્રતિમાઓનું આલેખન કરનાર ડૉ. ભારતીબહેન કીર્તિકુમાર શેલતનું નામ ગુજરાતમાં જાણીતું છે. ઉત્તર ગુજરાત, મહેસાણામાં તેમનો જન્મ સમય ૩૦-૭-૧૯૩૯. તેમની શૈક્ષણિક કારકિર્દી અજોડ છે.
શૈક્ષણિક કારકિર્દી : બી. એ. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને માનસશાસ્ત્ર વિષય સાથે ઉચ્ચતર દ્વિતીય વર્ગ, એમ. એ. ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત (એપિગ્રાફી) અને અર્ધમાગધી વિષય સાથે પ્રથમ વર્ગ, પીએચ. ડી. ૧૯૬૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત એપિગ્રાફી વિષયમાં. મહાનિબંધનો વિષય ‘પ્રાચીન ગુજરાતના સંસ્કૃત અભિલેખોમાં કાલગણનાની વિવિધ પદ્ધતિઓ.’
એમ. એ. સમાજવિદ્યા ટેક્સાસ (યુ.એસ. એ.)ની ડેન્ટોન ટેક્સાસ વુમન્સ યુનિવર્સિટીમાંથી ૧૯૭૨માં પાસ
કરી.
શૈક્ષણિક અનુભવ : પાંચ વર્ષ અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત-અર્ધમાગધી વિષયના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું, ૧૯૬૪થી ૧૯૬૯ સુધી. ૧૯૭૬થી ૧૯૮૨ સુધી અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં વ્યાખ્યાતા તરીકે, ૧૯૮૨થી ૧૯૯૭નાં માર્ચ સુધી રીડર તરીકે અને ૧૯૯૭થી ૨૦૦૬ સુધી સંસ્થાનાં નિયામક અને ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઇનચાર્જ તરીકે કાર્ય કર્યું. ૧૯૮૮થી પીએચ. ડી.ના માર્ગદર્શક તરીકે સેવાઓ આપી. પાંચ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષયનાં વિવિધ પાસાંઓ પર મહાનિબંધ તૈયાર કરી પીએચ. ડી. થયા. ગુજરાત યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ વિષયના બૉર્ડ ઑફ સ્ટડીઝના ચેરપર્સન તરીકે ૪ વર્ષ કાર્ય કર્યું. ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ, ૧૯૯૯થી ૨૦૦૧, ગુજરાત સાહિત્ય સભાની કારોબારી સમિતિમાં કોષાધ્યક્ષ, ગુજરાત રિસર્ચ સોસાયટીમાં માનદ્ નિયામક (૨૦૦૬થી), ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતામાં સલાહકાર સભ્ય (૨૦૦૨થી), ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં કારોબારી સભ્ય (૧૯૯૯થી), ગુજરાત વિદ્યાસભાના કારોબારી સભ્ય (૧૯૯૯થી ૨૦૦૬), ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલના સભ્ય બે વર્ષ, ગુજરાત યુનિ.ના પ્રાકૃત વિભાગમાં મુલાકાતી અધ્યાપક (૧૯૮૬થી ૧૯૯૮ સુધી), ગુજરાત વિદ્યાપીઠમાં એમ. ફિલ., પીએચ. ડી. વિદ્યાર્થીઓના એક્સ્ટર્નલ રેફરી, વિષયનિષ્ણાત કમિટીના સભ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org