SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ હતા. આ એ સ્થળ હતું જ્યાં કૌશિક નામના ઋષિનો સુંદર આશ્રમ હતો. બાળકો આ આશ્રમને વારંવાર નુકશાન પહોંચાડતા હતા. આથી ઋષિ ક્રોધાયમાન થયા અને બાળકોને મારવા એમની પાછળ દોડ્યા. પણ માર્ગમાંના પથ્થર સાથે અફળાયા અને પરિણામે નજીકના ઊંડા કૂવામાં પડી ગયા અને ઈશ્વરચરણ થયા. ક્રોધાગ્નિને કારણે મૃત્યુ પામ્યા હોઈ એમનો ભયાનક ઝેરી સાપ તરીકે ત્યાં જ પુનર્જન્મ થયો. આ સાપનું કેવળ દર્શન અને એની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સતત ઝેર ઓકતી રહેતી હતી. આથી લોકોએ આ રસ્તેથી જવાનું ટાળ્યું અને તેથી તે સ્થળ ઉજ્જડ–નિર્જન બની ગયું. પરન્તુ મહાવીરસ્વામી આ સ્થળેથી નીર્ભિક રીતે પસાર થઈ રહ્યા હતા તેથી સાપને નવાઈ લાગી. પગરખાં વિના ચાલી જતાં આ માણસને જોઈ સાપ વિફર્યો અને ભયાનક ઝેર ઓકવા લાગ્યો. પરન્તુ મહાવીર ઉપર તેની કોઈ અસર થઈ નહીં. તો પણ નજીક આવેલા મહાવીરને આ સર્પે ડંખ માર્યો અને પગના અંગૂઠામાંથી લોહી વહેવા લાગ્યું. પણ મહાવીરના લોહીનો રંગ અને એનો સ્વાદ તદ્દન ભિન્ન જણાયાં. બલકે લોહી દૂધ જેવું સ્વાદિષ્ટ લાગ્યું. સાપને આશ્ચર્ય થયું. જો કે મહાવીરને તો સાપની દયા આવી. દરમિયાન સાપ અને મહાવીર વચ્ચે દોસ્તી બંધાઈ. પરિણામે વિશ્વનાં બધાં પ્રાણી દયાને પાત્ર છે એવો સ્નેહ મહાવીરે સંપ્રાપ્ત કર્યો. જ્ઞાતવ્ય આથી એટલું જ કે પ્રત્યેક પ્રાણીએ ક્રોધ, ધિક્કાર, ભય અને હિંસાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. મહાવીર સ્વામીના જીવનમાંનો ગોશાલક સાથેનો પ્રસંગ ખૂબ જ ધ્યાનાર્હ ગણાયો છે. આ બંને વચ્ચેનો સંબંધ છ વર્ષ જેટલો લંબાયેલો હતો. પરન્તુ જ્યારે ગોશાલકે નિષ્ફળ રીતે મહાવીર સામે અનિલે ફેંક્યું ત્યારથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. આપણે જાણીએ છીએ કે ગોશાલક નિવળ પંથનો નેતા હતો. આ પંથના લોકોની દૃઢ શ્રદ્ધા હતી કે જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટના પૂર્વનિર્ધારિત હોય છે અને તેથી તેમાં સ્વનિર્ણયની કોઈ શક્યતા સંભવિત નથી. સારાં કે ખોટાં કર્મને પણ આ સિદ્ધાન્ત સ્પર્શે છે. આથી જ જીવન એક જન્મમાંથી પૂર્વનિર્ધારિત રીતે બીજા જન્મમાં વિચરણ કરે છે. જ્યારે નાલંદા ખાતે મહાવીરને ગોશાલક મળે છે ત્યારે મહાવીરના સાધુચરતથી ગોષલક ખૂબ જ પ્રભાવિત થાય છે અને મહાવીર સ્વામી સાથે પ્રત્યેક સ્થળે વિચરી રહે છે. મહાવીરના શિષ્ય હોવાનો તે દાવો કરે છે. પણ ક્રોધવશ ગોશાલકજીને મહાવીરના સાધુચરિતપણા સાથે જરૂરી Jain Education International જિન શાસનનાં અનુસંધાન થઈ શકતું નથી. પરિણામે બંને વચ્ચેની આધ્યાત્મિક સમજૂતિ લાંબો સમય ટકતી નથી. જો કે છેવટે ગોશાલક પશ્ચાત્તાપ કરે છે. મહાવીરે વન્ય પ્રાપ્તિ કરી તેના થોડા સમય પૂર્વે અને એમની તપશ્ચર્યાના બારમા વર્ષે એમના જીવનમાં જે ઘટના ઘટી તે ધ્યાનાર્હ છે. આપણે એથી અભિજ્ઞ છીએ કે જૈનધર્માનુસાર આધ્યાત્મિક શિખરે પહોંચવા વાસ્તે આત્માએ યાત્રા કરવી જરૂરી નથી અને જીવનાંતે તે પૂરી થતી નથી. હકીકતમાં પ્રત્યેક જીવનમાં યાત્રા થતી રહે છે જે ગાળા દરમ્યાન આત્મા અનુભવોમાંથી ઘણું શીખે છે. મહાવીરની અધ્યાત્મયાત્રા આવી જ હતી. તેમાં તેઓ અપવાદરૂપ ન હતા. પૂર્વજન્મમાં રાજા તરીકે એમણે એક ઘાતકી કાર્ય કર્યું હતું. એમણે નોકરના કાનમાં ઉકળતું સીસું નાંખ્યું કારણ કે મહાવીર સૂવા ગયા ત્યારે સંગીત બંધ કરવાની સૂચનાનું એણે ઉલ્લંઘન કર્યું હતું. પોતાની આવી ઘાતકી ક્રિયાકાજે મહાવીરને સહન કરવું પડ્યું, જ્યારે તે જ નોકરે ભરવાડના રૂપે મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા, કારણ કે મહાવીરે ભરવાડનાં ઢોરની સંભાળ ધ્યાનમગ્ન હોવાથી રાખી ન હતી. મહાવીરને થયેલું દુ:ખ અસહ્ય હતું પણ તેમણે તે શાંતિથી સહન કર્યું. વિહાર દરમ્યાન એક ગામમાં એક એમના કાનમાંથી ખીલા દૂર કર્યા. કર્મના સિદ્ધાન્તને બંધબેસતી આ કથા છે. મહાવીરનું જીવન એ જ સંદેશ જ્ઞાતવ્ય આથી એટલું જ છે કે કેટલાંક કર્મ એવાં છે કે જેને દૂર કરી શકાતાં નથી. કર્મ મહાવીરના જીવનને ઘડે છે. અધ્યાત્મના શિખરે પહોંચવાનું શ્રેષ્ઠ માધ્યમ છે મહાવીર સ્વામીનું જીવન. એમનું જીવન એ જ એમનો સંદેશ હતો અને અંતે તે જૈનધર્મના સિદ્ધાંત બની રહ્યા. આમાંય સર્વશ્રેષ્ઠ છે અરિસાનો સિદ્ધાંત. જીવમાત્રનું મનવચનકર્મથી કલ્યાણ કરવું એ અહિંસામાત્રનું સૂત્ર છે : જીવો અને જીવવા દો. અહિંસાને વરેણ્ય સમજનાર વ્યક્તિ છેવટે શાકાહારી જ બની રહે છે. શ્રાવક તરીકે એ એવાં કાર્યથી બદ્ધ રહે છે કે તે સરવાળે શ્રમણ તરીકેના જીવનને અંકે કરવા તત્પર રહે છે. આ જ છે જિનશાસન અને મહાવીર તેના આચાર્ય છે. અસ્તુ ૧૩-૩-૨૦૧૧. ડૉ. રસેશ જમીનદાર બી/૧૦ વસુ એપાર્ટમેન્ટ્સ, શ્રીજી પેલેસ સામે, નારણપુરા અમદાવાદ ૩૮૦ ૦૧૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy