________________
૩૪
જિન શાસનનાં
શાસન-રક્ષાની અપૂર્વ ભાવના
સંસાર અસાર છે, તેમાં વીતરાગ પરમાત્માનો ધર્મમાત્ર સંપૂર્ણ સાર છે. જયણાપ્રધાન જૈનધર્મની અહિંસા, સંયમ અને તપધર્મની અથવા દાન-શીલ-ત૫ અને ભાવધર્મની આરાધનાઓ જ એવી છે કે જે દ્વારા શાસનપ્રભાવના સ્વયંભૂ બડી થાય
છે. સાધક પરમેષ્ઠીઓને જિનાજ્ઞાની ભાવધર્મની શ્રેષ્ઠતમ આરાધના સાથેના સીધા જ સંબંધો હોવાથી અનેક મર્યાદાઓ હોય છે, જ્યારે શ્રાવકો દ્વારા શ્રુતપ્રચાર, આરાધના, કે શાસનની મોઘેરી પ્રભાવના તો મર્યાદા જાળવીને દેશ-વિદેશ સુધી કરી-કરાવી શકાય છે. શાસનની પ્રભાવનાઓ જૈનેતરો સુધી પહોંચાડવા માટે છે, જ્યારે આરાધનાની અધિકારિતા જૈનના આત્મહિતાર્થે ગોઠવાય છે. આમ શાસનની પ્રભાવના કરતાં અનેકગણું મૂલ્ય સંયમ-સાધના કે આરાધનાનું છે અને તેથીય વધીને શાસનની રક્ષા માટે તો અહિંસાવાદના પણ અપવાદરૂપે નીડરતા અને નિર્ભયતાથી પ્રત્યેક પરિસ્થિતિને પહોંચી વળવા જાગૃત રહેવાનું છે. આ કારણોથી મૃત તથા તીર્થોની રક્ષા કાજે જૈનો અને ધર્મપ્રેમી બારોટોએ અનેક પ્રકારી સમયસંપત્તિ અને શરીરાદિના પણ ભોગ-બલિદાન આપી શાસનની રક્ષામાં પોતાનો અદકેરો ફાળો નોંધાવ્યો છે. એક સમયે વિધર્મી બાદશાહના શત્રુંજયતીર્થ ઉપરના ભયાનક આક્રમણ સામે પ્રતાપી પુરુષ દાદાજી બારોટની આગેવાની નીચે સંખ્યાબંધ દુધમલીયા બારોટ યુવાનોએ લીલા માથા ધરી દીધા. સ્વાર્પણની વેદી ઉપર બારોટોની આ શહાદતે બાદશાહ થથરી ગયો અને લશ્કર સાથે પાછો વળી ગયો. પછી હમણાં જ સં. ૨૦૧૧માં જૈન સમાજના સહયોગથી તળેટીમાં દાદુજી બારોટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.
કાલભાચાર્યે બહેન સાધ્વી સરસ્વતીની શીલરક્ષા માટે યવનદેશ જઈ ગર્દભભિલ્લને જબરો બોધપાઠ આપી દીધો. રામચંદ્રાચાર્યો અને કદર્પિમંત્રીએ મૃત્યુ વહાલું કર્યું પણ ધર્મસિદ્ધાંત જતો ન કર્યો. વિજય હીરસૂરિ, સેનસૂરિ આદિએ મુસ્લીમ બાદશાહોને પ્રતિબોધી જૈન તીર્થોનું રક્ષણ કર્યું. અજયપાળ સામે રામલાલ બારોટ નાટક ભજવી તારંગા આદિ તીર્થોની રક્ષા કરી. બારોટોના લોહીમાં આ એક ભક્તિસાધના હતી. સમયે સમયે મૂર્તિઓને ભૂમિગત કરવા દ્વારા આક્રમણનો સામનો કરવા દ્વારા કે ધનનો વ્યય કરી શ્રમણો અને શ્રાવકોએ તીર્થરક્ષા અને શાસનરક્ષા કરી. પૂર્વકાલીન વિષ્ણુકુમાર મુનિએ પણ દુષ્ટ નમુચિ મંત્રીના મસ્તક ઉપર પગ મૂકી શાસનરક્ષા કરી. ધન્ય છે તમારી ખુમારી અને સત્ત્વશીલતાને!
કિયોદ્ધાર : ક્રાન્તિકારી કદમ S</// જેમ બાહ્ય આક્રમણ સામે સંઘનું રક્ષણ કરવાનું હોય છે એમ કાળના પ્રભાવથી
વ્યાપ્ત થતાં શ્રમણો અને શ્રાવકોના શિથિલાચાર સામે પણ સમયે સમયે જૈન મુનિઓએ વારંવાર ક્રિયોદ્ધાર કરી શાસનની પરંપરાઓને જીવંત રાખી છે. તપાગચ્છના
મહાતપસ્વી જગએંદ્રસૂરિજીએ બૃહદ્ગચ્છમાં વ્યાપક શિથિલાચાર સામે સુદીર્ઘ તપસ્યા દ્વારા શુદ્ધિ લાવવા પ્રયત્ન કર્યો હતો. તે પછી આનંદવિમલસૂરિજીએ અને હીરસૂરિજી પછીના કાળમાં પંન્યાસ સત્યવિજયજી મહારાજે ક્રિયોદ્ધાર કર્યો હતો. જ્ઞાનવિમલસૂરિજીએ આ જ કાળમાં વિમલ શાખામાં ક્રિયોદ્ધાર કર્યો હતો. અચલગચ્છ, ખરતરગચ્છ આદિમાં પણ સમયે સમયે ક્રિયોદ્ધાર થયેલા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org