SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૩૫ ગુણગ્રાહી સંઘની જીવનજ્યોત ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન વર્ધમાન મહાવીરે આત્મદર્શનના પાયારૂપે પાંચ લીલiN/ મહાવ્રતોના સમ્યફ પરિપાલન માટે વારંવાર ભારપૂર્વક આજ્ઞા કરી છે. પ્રથમતઃ અણુવ્રતો પાળનારા અને આગળ વધી મહાવ્રતોને પળે પળે જીવનમાં ઝીલનારા એ જૈન છે. ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવી સંયમભર્યું જીવન જીવનારા એ જૈન છે. પ્રતિપળે સાવધાન રહી પોતાના ચિત્તમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ આંતર શત્રુઓ પર વિજય મેળવે છે એ જૈન છે, જે પોતાના કર્મવિપાકોને હર્ષ-શોક વિના ભોગવતા ભોગવતા, ખપાવતા ખપાવતા, નવા કર્મબંધનો ઊભા ન કરે અને સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્રની આરાધના દ્વારા કર્મ પુદ્ગલને જીવ તરફ જતાં રોકીને તે દ્વારા નિર્જરા અને છેવટે તેમાં અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત ચારિત્ર્યની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જૈન છે. જે કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નિરખીને તેમાં જ રમમાણ રહે છે તે જૈન છે. જૈન ધર્મ ગુણગ્રાહી છે. તેમાં પણ વ્યાપકતા રહેલી છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યફચારિત્ર્ય આ ત્રણ જૈનધર્મના પાયામાં રહેલાં અણમોલ રત્નો છે. તેનાથી વિભૂષિત બની વામન દેખાતો માનવ વિરાટ મહામાનવ બની શકે તેમ છે. આત્મા પરમાત્મા બની શકે છે. ગુણોની પૂજા કરનારા આ સંઘના ગુણગ્રાહી જીવોની જીવનયાત્રા બહાર લાવી તેમનાં તપ, ત્યાગ અને શીલની જીવનજ્યોત અજવાળવાનો અમારો આ ભક્તિનમ્ર અર્થે છે. તપસ્વી તેજ પૂંજોનું પુનિત સ્મરણ અમારે મન એક લહાવો છે. આ ગુણાનુરાગીઓની સુવાસમાધુરી જ આપણાં ગુણગાનનો વિષય છે, જે આ ગ્રંથરત્નમાં કેન્દ્રસ્થાને છે. જીવનને જોવાની નકારાત્મક અને સકારાત્મક બે ભિન્ન ભિન્ન છેડાની દૃષ્ટિઓ છે. દ્રવ્યસમૃદ્ધિ વિના વ્યક્તિ કે રાષ્ટ્રનું પ્રગતિના પંથે વિચરવું અશક્યવત્ છે, છતાં જેમ ક્ષમાન્વિત શૌર્ય જ પ્રશસ્ત છે તેમ ભાવનાશીલ વ્યક્તિઓ, રૂડાં તપોધર્મી મહામનિષીઓ અને જ્ઞાનધર્મી બહુશ્રુતો સમાજની શોભા અને સાચા ઘરેણાં છે. વારસો ડોલરમાં, પાઉન્ડમાં કે રૂપિયામાં જ ન અપાય. અકિંચન ભલે ન રહેવાય પણ અપાર દ્રવ્ય અને સાધન સંપત્તિ સાથે સન્મતિ અને સમૃદ્ધ ભાવનાશીલતા જીવનકૃતાર્થતા માટે જરૂરી છે. “માણસાઈના દીવા' શ્રી રવિશંકર મહારાજે જેવા જોયા, જાણ્યા તેવા જ લોકો આ ધરતીનો ખમતીધર આત્મા છે. જીવનમાત્ર રોટીથી ટકતું નથી, એ માટે સગુણોની સ્થાપના કરવી અનિવાર્ય બની રહે છે. તો જ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે અને વિકસી શકે છે. ગુણપ્રાપ્તિની ઝંખના અને પરમાર્થીઓની સેવાકાર્યોની અનુમોદના કરતા થઈશું ત્યારે જ આપણા નયનો જગતના જીવોમાં ગુણદર્શન પામી શકશે. પૂર્વજોએ વહાવેલી આ ગુણાનુરાગની ગંગાનું આચમન મોક્ષમાર્ગના સાધકોને દીર્ઘકાળ સુધી ભારે મોટું બળ અને પ્રેરણા આપી રહેશે. આવા માનવરત્નોના ધૂળધોયા બની કાંચનકણીઓ વણવી, સમાજ અને શાસન સામે ધરવી, એમના પુનિત ચરણોમાં સમર્પિત થઈને બેસવું, એમનું દેવત્વ અભિવંદવું, એમના જ્યોતિર્માર્ગે શ્રદ્ધા સાથે બે ડગલાં હોંશે હોંશે માંડવાં એ અમારો ગ્રંથસંકલ્પ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની ભવ્ય આરાધનાનો, જીવનની સંધ્યાએ આદરેલો અમારો આ પુરુષાર્થ વર્તમાન આયુષ્યની બચેલી ક્ષણોનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy