________________
ઝળહળતાં નક્ષત્રો
5
છે. સં. ૨૦૨૮માં પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ. આદિની નિશ્રામાં એકીસાથે ૨૬ દીક્ષાઓનો શાસનપ્રભાવક ભવ્ય પ્રસંગ યાદગાર બની ગયો. વિ.સં. ૨૦૩૯, વૈ.સુ. ૨, કચ્છ-કટારીયામાં પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ની નિશ્રામાં ૨૭ દીક્ષાનો યાદગાર પ્રસંગ બન્યો છે. વર્તમાનકાળમાં પણ આ આયોજન અંગે એવા કેટલાયે વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના સંપર્કમાં આવવાનું બન્યું છે, જેમને આંગણે સદાકાળ મીઠાં અમૃતજળ અને અમૃતસમા આતિથ્યને માણવાનો લહાવો મળ્યો છે. પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ ઉપર સં. ૨૦૩૦માં શત્રુંજય પાર્થ પ્રાસાદનું નૂતન નિર્માણ થયું. મુંબઈના ખુમચંદ રતનચંદ જોરાજીએ પ્રતિષ્ઠાનો લાભ લીધો. આ ગ્રંથ સંપાદક વર્ષો પહેલા મુંબઈ જતા આવતા ત્યારે આ ખુમચંદભાઈને ત્યાં જ એકાસણા બેસણા માટે જતા.
33
સંસ્કાર અને સંસ્કૃતિ એ કાંઈ માત્ર વાણીવિલાસ નથી, પણ એક પ્રેરક બળ છે. પુણ્યની અનંત રાશિ જ્યારે એકઠી થાય છે ત્યારે જ જૈનધર્મ જેવો ધર્મ મળે છે. જૈન પરંપરાએ સંસ્કાર-વારસાની આ દિવ્ય જ્યોતને સદાય ઝળહળતી રાખી વિશ્વના પ્રાંગણમાં પ્રગટાવી–પ્રસરાવી છે. ધર્મ-સંસ્કારનાં એ ચિરંતન શાશ્વત મૂલ્યો જૈનોના દૈનિક ક્રિયાત્મક ધર્મમાં અને વ્યવહારમાં આજે પણ સારા પ્રમાણમાં સચવાઈ રહ્યાં છે, કારણ, એ મૂલ્યો તત્ત્વના દૃઢ પાયા ઉપર રચાયેલાં છે. પ્રસંગેપ્રસંગે ચિંતકોએ આવાં શાશ્વત મૂલ્યોને શાસ્ત્રોની મર્યાદામાં રહીને જનતા સમક્ષ તે તે ભાવાનુવાદરૂપે રજૂ કર્યા છે અને તેમાંથી જ મુક્તિમાર્ગ ઉપર દોડવાની કોઈ ધન્ય પળો, પુણ્યપળો આપણને પ્રાપ્ત થાય છે. પ્રસંગોપાત્ત ઊજવાતાં જૈનપર્વે જનસમાજને ઘણું ઘણું કહી જાય છે. સં. ૨૦૩૨-૩૩માં બ્રહ્મમૂર્તિ આ.વિજય પ્રેમસૂરિશ્વરજી મ.ના કૃપાબળે અને પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.ની પ્રેરણાથી ૨૬ દીક્ષાઓનો ભવ્યાતિભવ્ય ઉત્સવ આશરે ૨૫૦૦૦ની ઉપસ્થિતિમાં સુસંપન્ન બન્યો. સં. ૨૦૧૦માં હજારો ગુમરાહ યુવાનોને પ્રતિબોધ કરતી યુવાશિબિરોની શુભ શરૂઆત થઈ. આ ઘટના યાદગાર બની રહેશે.
શ્રાવકોના અવસરોચિત કર્તવ્યો જેવા કે ઉપધાન, છ'રીપાલક સંઘો, પ્રતિષ્ઠા કે અંજનશલાકા, શ્રુતરક્ષા કે પ્રવચનશ્રવણથી લઈ અનેકપ્રકારી આરાધનાઓમાં નિશ્રા અને માર્ગદર્શન આપી તારક શાસનની શોભાના દર્શન-વંદન કરાવવાનું પુનિત કાર્ય શ્રમણોને ફાળે જાય છે. વર્તમાને આરાધકવર્ગ ઘટ્યો છે. માટે કેવળજ્ઞાનથી લઈ અવધિજ્ઞાન વગેરે ઇન્દ્રિયાતીત જ્ઞાનધનનો અભાવ દેખાયો છતાંય, પ્રભાવક વર્ગરૂપે શ્રમણો અને શ્રમણોપાસકોએ અનેકપ્રકારી જહેમત લઈને પૂર્વજોનો વિશિષ્ટ વારસો સાચવી રાખ્યો છે, જેમાં કોઈ શંકા નથી. શ્રાવકોનાં દૈનિક કર્તવ્યો, વાર્ષિક કર્તવ્યો કે પર્યુષણ મહાપર્વના પાંચ કર્તવ્યોને જીવન કર્તવ્યો સમજનાર શ્રાવકો માટે જિનશાસનની ક્રિયા-કરણી બહુ જ સરળ છે. આ ગ્રંથમાળામાં તે સંદર્ભના લેખો, વંદે જૈનં શાસનમ્ તથા સત્યાવીસ નક્ષત્રો જિનશાસનનાં વાંચી જવા ખાસ ભલામણ છે. પ્રસ્તુત સંપૂર્ણ ગ્રંથ ચતુર્વિધ શ્રીસંઘના આરાધકોને સમર્પિત છે.
કડક-કઠોર કે કપરી લાગતી જિનશાસનની આરાધનાઓ, અનુશાસનની વાતો કે અપેક્ષાઓથી ગભરાઈ જવાનું નથી, બલ્કે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ કે દાન, દયાને યથાશક્ય વધારતાં જઈ શુભભાવોમાં રમણ કરતા રહેવા માટે જાણે કરુણાવંત ભગવંત સૌને પ્રતિસમય પોષક-પિરસણ પીરસી જ રહ્યા છે. તેનો આસ્વાદ કરી જીવનમાં નમ્રતા-નિખાલસતા-નીડરતા અને નિર્લેપતા વિકસાવીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org