________________
૩૨
જિન શાસનનાં
શ્રેણિક અને અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી જ્યાં પ્રભુ વર્ધમાન મહાવીરે ચૌદ ચોમાસાં કર્યા, જ્યાં મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો થયાં, એ રાજગૃહી સાથે સંકળાયેલાં શુભ નામોને યાદ કરો. મેતાર્યમુનિ, શાલિભદ્રજી, મેઘકુમાર, નંદિપેણ, અર્જુનમાળી, કયવના શેઠ, જંબૂસ્વામી, શäભવસૂરિજી, પુણિયો શ્રાવક આ બધા મહાપુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી. નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવનાર પૂ. રત્નપ્રભસૂરિ, પૂ. હેમચન્દ્રાચાર્યજી, પૂ. જિનદત્તસૂરિજી, પૂ. વર્ધમાનસૂરિજી, રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપનાર પૂ. જિનેશ્વરસૂરિજીએ પણ મોટું કામ કર્યું. મહેસાણા પાઠશાળાના સ્થાપક ને તેના દ્વારા શ્રમણ-શ્રમણી તથા શ્રાવક-શ્રમણી તથા શ્રાવક-(પંડિત) વર્ગ તૈયાર કરનાર શ્રાદ્ધવર્ય શ્રી વેણીચંદ સુરચંદને શી રીતે ભૂલી શકાય?
ભરૂચ પાસે કાવી તીર્થમાં સાસુ-વહુની સ્પર્ધાથી બે ભવ્ય જિનાલયોનું નિર્માણ થયું. આચાર્ય સેનસૂરિજીએ આ બન્ને દેરાસરની સં. ૧૬૪૯ અને સં. ૧૯૫૫માં ભારે ઠાઠથી પ્રતિષ્ઠા કરાવેલી. મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન સાથે સંકળાયેલાં નામોમાં શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, માનતુંગસૂરિજી, કવિ ધનપાલ, શોભન મુનિ, અવંતિસુકુમાર અને સિદ્ધસેન દિવાકરજી આ બધાં નામોનું આજે પણ ઘેરઘેર સ્મરણ થાય છે. ઓસિયામાં ઓસવાલ વંશની સ્થાપના કરનારા રત્નપ્રભસૂરિજી ગુજરાતમાં નર્મદાનદીના કાંઠે આવેલ પ્રાચીન ભૃગુકચ્છ (ભરૂચ) જ્યાં આર્ય કાલકસૂરિ, આર્ય ખપૂટાચાર્ય વગેરેએ આ ભૂમિને પાવન કરી છે. શાંતુ મહેતા અને આંબડ મંત્રીનો પણ શકુનિકવિહારમાં ઉલ્લેખ મળે છે. ધવલશેઠનો પણ અત્રે ભેટો થયો હતો. જિનબિંબ, જિનાલય, જિનાગમ અને સાધુ-સાધ્વીરૂપી પાંચ શુભક્ષેત્રોને તરબતર કરી શકનાર છે શ્રાવક અને શ્રાવિકારૂપી બે અંતિમક્ષેત્રો. સાધુ-સાધ્વીઓ પણ શ્રાવક અને શ્રાવિકાની આશાતના નિવારે છે, માર્ગદર્શક બની સાધર્મિક વાત્સલ્યના મંગલપાઠો શીખવે છે. ભારતવર્ષ કે વિદેશોમાં સ્થિત જિનાલયો, જિનબિંબો, તીર્થો, જ્ઞાનભંડારો, પાઠશાળા, આયંબિલશાળા, પાંજરાપોળ કે વિવિધ જિનધર્મને લગતી પ્રવૃત્તિઓને પ્રાણપ્યારી બનાવી પ્રોત્સાહિત કરનાર શ્રાવકો અને શ્રમણોપાસકો થકી જ શાસનના પ્રાણ ધબકી રહ્યા છે. શાસનના સચ્ચા આરાધકો જો શ્રમણો છે તો પ્રભાવકો શ્રાવકો પણ યથાસંભવ છે. જ્યારે શાસનરક્ષાની જીમેવારી તો સમસ્ત ચતુર્વિધ શ્રીસંઘનું એકમાત્ર કર્તવ્ય છે.
ધર્મચેતનાઓ ચિરંજીવ સુમધુર સંસ્મરણો
જૈનશાસનના ઇતિહાસનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે જરૂર પ્રતીતિ થાય છે કે જિનેશ્વર ભગવંતોનાં પુનિત પગલાંથી પાવન બનેલી આર્યાવર્તની આ ભૂમિ ઉપર અનેક શીતલ અને સુમધુર પ્રસંગોનાં અમૃતઝરણાં સતત વહ્યા કર્યા છે. અનેક
ધર્મસંપ્રદાયો અત્રે ઉદય પામ્યા અને પાંગર્યા, સદ્વિચાર અને સુકૃતો દ્વારા મુક્તિ મેળવીને આર્યદેશ અને આર્યકુળને સાર્થક કરનારી સંત કોટીની અનેક વિભૂતિઓ પોતાના જ્ઞાનતેજના ઝબકારાથી જૈન શાસનને અનોખી પ્રતિભા આપી ગઈ છે. તપશ્ચર્યા અને સાધનાની સુવાસથી મઘમઘતા અનેક સાધુ ભગવંતોએ જગતના ચોકમાં જૈન સંસ્કૃતિનું ભારે મોટું ગૌરવ વધાર્યું છે. ધર્મભાવનાને બળવત્તર બનાવનારાં પરિબળો અને પ્રતિભાઓએ આ અહિંસાપ્રધાન મંગલ ધર્મના સબળ સત્ત્વને સૌન્દર્યમંડિત કર્યું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org