________________
ઝળહળતાં નક્ષત્રો
રાણકપુરજીનો ઐતિહાસિક તીર્થયાત્રા સંઘ કાઢ્યો. અઢાર દિવસના આ સંધમાં ૪૫૦ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને ૬૧૦૦ જેટલા આરાધક શ્રાવક-શ્રાવિકાઓ હતા. સંઘવી પરિવારે પચીસ કરોડ રૂપીયા આ ધર્મકાર્ય પાછળ ખર્ચ કર્યો હતો. ધન્ય છે તેમની ભાવભક્તિને. અમદાવાદના માણેકલાલ ચુનિલાલ અને સુરતના કાકાભાઈ પ્રેમચંદની સખાવતોને યાદ કરવી જ રહી. કોલ્હાપુરના સાકલચંદ દૌલાજી ગાંધી અને પૂનાના શાન્તિભાઈ હેમાજી મુથા પરિવારોએ શાસનસેવાનો ઘણો લાભ લીધે છે.
જૈન ઇતિહાસમાં જેઓશ્રીનું સ્થાન અનોખું રહ્યું છે, એવા શાસનપ્રભાવક પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના સમુદાય પ્રત્યે શ્રદ્ધા ધરાવતા પૂનાનિવાસી ધર્મવીર પરિવારના મોભી શ્રી રામલાલજી તથા શ્રી છગનલાલજી આ બંધુબેલડીએ વર્ષો પૂર્વે પાલિતાણા-સાંચોરીભવનના આંગણે કરાવેલ ચૌદ-ચૌદ આચાર્ય ભગવંતોના ઐતિહાસિક ચાતુર્માસના સંભારણા હજી ભૂલાયા નથી, ત્યાં જ આ પરિવારે શ્રી ગિરનાર તીર્થથી શાશ્વતગિરિનો મહાસંઘ યોજવા દ્વારા ઇતિહાસ સર્જ્યો છે. એનાં સુવર્ણ પૃષ્ઠો જે રીતે સર્વત્ર આશ્ચર્યભરી આંખે વંચાઈ રહ્યા છે. એની કેટલી-કેટલી અનુમોદના કરવી? આ જ સમુદાયની સર્વશ્રેષ્ઠ ભેટ સમો હસ્તગિરિ તીર્થોદ્ધાર, ગંધારતીર્થનો પુનરોધાર, આબુનો શકવર્તી જિર્ણોદ્ધાર, પાવાપુરીમાં ભારતવર્ષનું સૌ પ્રથમ સમવસરણ મંદિર નિર્માણ, પાલિતાણા ખાતે નંદપ્રભા-જિનાલયનું નમણું નિર્માણ વગેરે શકવર્તી પ્રદાન યુગ યુગ સુધી અવિસ્મરણીય જ રહેશે.
ખંભાતો શેઠ કસ્તૂરચંદ અમરચંદ પરિવાર ખૂબ ચુસ્ત ધર્મી હતો. બાળદીક્ષા આદિ સિદ્ધાંતની રક્ષા માટે મરી ફીટનાર હતો. આ પરિવારે સાધર્મિક ભક્તિ માટે કાયમી રસોડું ખોલેલું હતું. સ્ટેશને માણસ સાધર્મિકોને લેવા જતો. ૫૦ જેટલી આઈટમો ગરમાગરમ બનતી. ખુદ શેઠ પાંચ જ દ્રવ્ય વાપરતા પણ સાધર્મિકને કોઈને કોઈ દ્રવ્ય ત્યાગ હોય તો અંતરાય ન પડે માટે આ વ્યવસ્થા હતી. પૂ. સાધુ-સાધ્વીજી મ.નો નિર્દોષ લાભ મળતો. આ પરિવારે તપાગચ્છ અમરશાળા બનાવી હતી. જે ધર્મશ્રદ્ધા-રક્ષા માટે પ્રસિદ્ધ છે. તપાગચ્છાધિપતિ આ.શ્રીવિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાન નિશ્રામાં મુંબઈ ઈર્લામાં ઉપધાન થયા હતા. તેમાં ૧૧૦૦ જેટલા આરાધકો હતા. માઈલોના માઈલો વરઘોડો પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં નીકળ્યો હતો.
ઉપરોક્ત ગુરુ ભગવંતોની નિશ્રામાઆં કોલ્હાપુર-લક્ષ્મીપુરીના શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયનું નિર્માણ રેકોર્ડ ટાઈમમાં થયું અને તેની અંજનશલાકા--પ્રતિષ્ઠા પણ ખૂબ ગાજી હતી. તે વખતે પહેલી જ વાર વિમાનથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. ઉપરથી માણસ નીચે પડતાં લોકોએ હાથમાં ઝીલી લીધો હતો.
સૌરાષ્ટ્રમાં બોટાદ પાસે રાણપુરમાં નરોત્તમદાસ મોદીએ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાની નિશ્રામાં સુંદર દેરાસર સ્વદ્રવ્યથી કરાવી અંજન-પ્રતિષ્ઠા કરાવી હતી. એની વ્યવસ્થાને આજે પણ બધા યાદ કરે છે. આખા મહોત્સવમાં ક્યાંય લાઈટ ન હતી તેમજ વિશેષતા હતી કે બધા દીવા ઢાંકેલા હતા.
શુભમંગલ સ્થાનો અને નામો
Jain Education International
જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાંક પવિત્ર નામો જગપ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી : મહારાજા શ્રેણિક, અંબડ પરિવ્રાજક, સુલસા, જયંતી, તેજિગ, લૂણિગ, તારાચંદ અને ભામાશા, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અતિમુક્તકુમાર, રુક્ષ્મણિ, દમયંતી વગેરે.
For Private & Personal Use Only
39
www.jainelibrary.org