________________
૩૦
જિન શાસનનાં
છે. ગુજરાતના નરબંકાઓ ગણાતા વસ્તુપાલ-તેજપાલે આરસનાં વિશાળ જિનમંદિરો બંધાવી પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો. આ બંધુબેલડીએ ૧૩૦૦ દેરાસરો, ૧૦00 ઉપાશ્રયો, ૭00 બ્રહ્મશાળાઓ, ૭00 પાઠશાળાઓ, અન્નશાળાઓ, મંદિરો, મસ્જિદો બંધાવ્યાં. ૧૫00 શ્રમણો રોજ તેમને ત્યાં નિર્દોષ ગોચરી પામતા. તેમાં પ્રેરણારૂપે અનુપમાદેવીનું મહાન યોગદાન હતું. વીરમગામના રતિલાલ ખોડીદાસ શાહે મોટી ઉંમરે પારણું કર્યા વગર સાડા ચૌદ વર્ષમાં વર્ધમાન તપની ૧ થી ૧૦૦ ઓળી અખંડ આયંબિલ તપ દ્વારા કરી.
થોડાક વર્ષો પૂર્વે જ સૂરતના શ્રેષ્ઠીવર્ય શાંતિભાઈ અને રજનીભાઈની જોડીએ શત્રુંજય મહાગિરિના ૧૮ મહાઅભિષેક કરી તીર્થભક્તિનો ભારે મોટો લહાવો લીધો. એ કાર્ય પૂર્ણ થયું ત્યારે એ જ પુણ્યભૂમિ ઉપર તળેટીમાં જ સમાધિપૂર્વક રજનીભાઈએ દેહનો ત્યાગ કર્યો. પાલિતાણા તળેટી પાસે તેમનું પુણ્યસ્મારક રચાયું છે. વલ્લભીપુરના હર્ષદરાય પૂનમચંદ દોશી અને તેમના સંબંધીઓએ ધર્મકાર્યમાં લક્ષ્મીનો બહુ જ ઉદારતાથી સદુપયોગ કર્યો. ટૂંકમાં ક્યો આત્મા કઈ રીતે ધર્મકરણી કરી સ્વાત્માનો ઉદ્ધાર અને શાસનપ્રભાવના કરશે તે કહેવું અશક્ય છે, છતાં એ વાત નિશ્ચિત છે કે આદર્શ શ્રાવકોએ ખરેખર આદર્શ જીવન જીવીને જિનશાસનને ઉજાળ્યું છે. આ બધી પ્રતિભાઓ વિષે મહાકાવ્યો રચાય એવી ઉચ્ચ કોટિની ગુણક્ષમતા રહી છે. મુંબઈ વાલકેશ્વરમાં આદિનાથપ્રભુના ભવ્ય જિનાલયમાં બાબુ અમીચંદ પન્નાલાલે ઘણો ખર્ચ કર્યો. મુંબઈભાયખલાનું ભવ્ય મંદિર પણ મોતીશા શેઠની જિનભક્તિનું પ્રતીક છે. ગંધારના ઈન્દુજી પોરવાલે ૩૬ જેટલા જિનાલયો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં જૈનોએ મુંબઈ આવવાની શરૂઆત કરી. અમીચંદ, મોતીશા, નરશી નાથા, કેશવજી નાયક આ બધા મુંબઈગરા જૈનોના પુરોગામીઓ છે. આ સૌએ મુંબઈ મહારાષ્ટ્રમાં જૈનધર્મની પ્રભાવના માટે લક્ષ્મીનો સુંદર સવ્યય કર્યો. ધન્ય છે એમની જિનભક્તિને.
મુંબઈ વાલકેશ્વરનું ચંદનબાળાનું જિનાલય સમગ્ર મુંબઈનું બેનમૂન ઘરેણું છે. તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ઉપદેશથી ઇન્દોરના ભેરૂલાલ કનૈયાલાલ કોઠારી પરિવારે આરસનું જિનાલય બનાવ્યું છે. એમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી પ્રભુના વિશાળ બિંબોની અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ હતી. આ જિનાલયમાં અષ્ટાપદજી, સહસૂકૂટ, નવકાર મહામંત્ર, સિદ્ધાચલ મહાપટ, સિદ્ધશિલા, વીરપ્રભુ પગલાં, ૐ અને લૈ રચના અને વિવિધ પદો તેમજ સિદ્ધચક્રમંદિરની સુંદર રચનાઓ હોવાથી મુંબઈના આબાલગોપાળો માટે ભક્તિનું સુંદર આલંબન મળ્યું છે.
વૈભવી સુખ-સંપત્તિએ જેમને આંગણે પેઢી દર પેઢીથી અજવાળ્યા છે તેવા અનેકાનેક મહાનુભાવોએ સરળ અને નમ્ર બની તીર્થમંદિરોમાં, પાંજરાપોળોમાં, જીવદયામાં, સાહિત્ય- સુરક્ષામાં, દર્દીની સેવામાં,
ઓમાં અને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે માનવ અનુકંપાના સેવાયજ્ઞો મંડાયા ત્યાં ત્યાં જે કાંઈ યોગદાન આપ્યું હોય તે સૌને યથાયોગ્ય સમયે બિરદાવવા જ જોઈએ. તપ અને તપસ્વીઓનું પણ સમયોચિત સન્માન થવું જોઈએ. તપના પ્રભાવે દેવો પણ તપસ્વીઓને નમે છે.
સં. ૨૦૧૪-૧૫માં આ. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની તારકનિશ્રામાં ચડવાલથી શત્રુંજય ગિરિરાજનો ૧૫૦૦થી અધિક યાત્રાળુઓનો ભવ્ય છરીપાલક સંઘ ૪૭ દિવસનો ભવ્ય યાદગાર સંઘ હતો. થોડા સમય પહેલ માલગાંવ (રાજસ્થાન) નિવાસી ઉદારદિલ શાસનભક્ત શ્રી કે.પી.સંઘવી પરિવારે માલગાંવથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org