SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. દેવગિરિની ધરતી પર આકાર પામેલું જિનમંદિર શ્રાવક પેથડશાની ધર્મભાવનાની યશોગાથા આપણને વારંવાર સંભળાવે છે. શત્રુંજય ઉપર તીર્થનિર્માણના પુનરુદ્ધારમાં પુણ્યલાભ અર્પિત કરનારા શેઠ મોતીશા, શેઠ બાલાભાઈ, પ્રેમચંદ મોદી, શેઠ હેમાભાઈ, શેઠ સાકરચંદ, નરશી કેશવજી, ચંદુ સંઘવી વગેરે આપણી વંદનાના અધિકારી છે. મથુરા નગરીના પદ્મા શાહે ભગવતીસૂત્રના મહામહોત્સવ વખતે ગોયમ શબ્દમાં એક એક સુવર્ણમુદ્રાથી પૂજા કરેલ. - પ્રાચીનકાળના શત્રુંજયના ઉદ્ધારો અને મહાઉદ્ધારોની વાત શાસ્ત્ર અને ઇતિહાસના પાને વાંચવા મળે છે. એવી જ અજાયબી એકવીસમી સદીમાં જોવા મળી છે તે હસ્તગિરિ મહાતીર્થના નવનિર્માણરૂપે. આગમદિવાકર પૂ.આ.શ્રી વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ અને તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો સદુપદેશ પામી પાટણના કાંતિલાલ મણિલાલ ઝવેરીએ ભારતભરના સંઘોનો સહયોગ મેળવી હસ્તગિરિના પહાડ ઉપર અભદ્રી સમવસરણમય ૭૨ જિનાલયનું મકરાણાના ઊંચા માર્બલથી નિર્માણ કર્યું. કાંતિભાઈએ પોતાના તન, મન, ધન અને જીવનને આ માટે કુર્બાન કર્યું હતું. સુશ્રાવક બાબુલાલ કિલચંદ ભારોલતીર્થના સુશ્રાવક છે. પૂ.આ.શ્રી વિજય રામચંદ્ર-ગુણયશકીર્તિયશસૂરિજી ત્રિપુટીનો સદુપદેશ ઝીલી ધર્મક્ષેત્રમાં જોડાયેલા. તેમણે ૨૦૦થી વધુ શિખરબદ્ધ જિનાલયોના નિર્માણમાં મહામૂલું માર્ગદર્શન આપી જૈનસંઘના કરોડો રૂપિયા બચાવ્યા છે. શંખેશ્વરજી મહાતીર્થની માર્બલ ખરીદી તેમની સહી-સિક્કાથી જ થાય છે. પાલિતાણા, ગિરનાર જિનાલયોના જિર્ણોદ્ધારમાં આ.ક. પેઢી તેમનું માર્ગદર્શન મેળવી આગળ વધી રહી છે. સાબરમતી સ્મૃતિમંદિરના નિર્માણના અ થી ઇતિ સુધીના દરેક કાર્યમાં તેમનો મોટો હિસ્સો છે. સર્મેદશિખર તલેટી તીર્થ, વિરોચનનગર, ભારોલ તીર્થ જેવા અનેકાનેક તીર્થો, સંઘોનો તેઓ કુશળ વહીવટ કરે છે. સ્વદ્રવ્યમાંથી સાતેય ક્ષેત્રમાં લાખો રૂપિયા વાપરે છે. અરવિંદભાઈ પન્નાલાલને કોણ નથી ઓળખતું ! શંખેશ્વર તીર્થના વહીવટદાર, હઠીસિંગવાડીના દેરાસરના નિર્માતા પરિવારના મોભી હતા. આજનું શંખેશ્વરજીતીર્થનું ભવ્ય જિનાલય તેઓશ્રીની સૂઝનું પરિણામ છે. - ધાનેરાનો અજબાણી પરિવાર માતુશ્રી ચંપાબેન જયંતીલાલની પ્રેરણા અએ કુળદીપિકા સા.શ્રી રાજનંદિતાશ્રીજી મ.ના સદુપદેશથી ખૂબજ ઉદારતાથી નવાણું, ચાતુર્માસ, સાધર્મિક ભક્તિ, વિશાળ તીર્થ, જિનાલય-ઉપાશ્રય નિર્માણ આદિનો લાભ લઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના અતુલભાઈએ અને માલેગામના કેસરીચંદભાઈએ પશુઓની અપૂર્વ સેવા કરી જીવદયાની સરવાણી વહાવી. શ્રી પ્રકાશભાઈ વસા નામના એક ઉદાર જૈન શ્રાવકને થોડા સમય પહેલા શંખેશ્વર તીર્થમાં અટ્ટમ તપના ચાર હજાર તપસ્વીઓને ઉત્તર પારણા, પારણા, પ્રભાવના, એકાસણા ઉપરાંત પ્રગટ પ્રભાવી શંખેશ્વરદાદાને ડાયમંડ મઢેલું સોનાનું ૧૧ લાખનું શ્રીફળ ચઢાવ્યું અને બધું મળીને પંચોતેર લાખનો સદ્વ્યય કર્યો. શત્રુંજય તીર્થમાં ચઢાવાની બોલી બોલીને કોઈ કારણવશ દેવદ્રવ્યની રકમ નહીં ભરી શકનાર શ્રાવકને માથે દેવદ્રવ્યનું દેવું ન રહી જાય તેવી ભાવનાથી એક ઉદારદિલ શ્રાવકે શેઠ આક. પેઢીમાં છેલ્લા દશ વર્ષથી ન ભરપાઈ થયેલી કુલ ચાર કરોડની રકમ દેવદ્રવ્યમાં ઉલ્લાસથી ભરી દીધી. ધન્ય છે તેની ઉત્તમ ભાવનાને! નામનાની કામના વગર પણ નરરત્નો જિનશાસનમાં મળી આવે છે. પ્રભુ વર્ધમાન મહાવીરના સમયના વિશેષ પ્રસિદ્ધ થયેલા દશ શ્રાવકો પણ અનેક પ્રણામના અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy