________________
૨૮
જિન શાસનનાં
ગાર્ડીને અવારનવાર બહુ નજીકથી મળવાનું બન્યું છે. તેમણે સાતે ક્ષેત્રોમાં વહાવેલી દાનગંગાથી મને હંમેશાં પ્રભાવિત કર્યો છે.
વિક્રમના ચૌદમા સૈકામાં ત્રણ ત્રણ વર્ષના ભયંકર દુષ્કાળમાં ૧૧૨ દાનશાળાઓ ખોલી અનભંડારો ખુલ્લા મૂકી દેતા એ ભાગ્યશાળી જગડુશા દાતારને જોઈ લો કે ગુરુના મુખની રેખાઓ જોઈ ઉપાશ્રયના થાંભલાઓમાં લાખોની કિંમતનાં રત્ન જડી દેતો શ્રાવક લલ્લિગ જોઈ લો! થરાદના આભૂ સંઘવી કે ચિત્તોડના દોશી રત્નાશાએ બંધાવેલા જિનાલયો કાયમી સ્મૃતિ બની ગયા છે. દોલતાબાદના કરોડપતિ શેઠ જગતસિંહની સાધર્મિક ભક્તિ અજોડ હતી. તેમ સારંગ શેઠ પણ સુવર્ણટંકોની ઝોળી ભરીને ફરતા, રસ્તે ચાલતા કે દુકાનમાં કે કોઈપણ ઠેકાણે જે નવકાર બોલે તેને એક સુવર્ણટંક આપતા હતા. ધન્ય છે એ જિનભક્તિને!
પ્રભાવક જ્ઞાનમૂર્તિઓના જ્ઞાનાધ્યનન માટે ઠેઠ કાશીના પંડિતો સુધીની વ્યવસ્થા કરતા શ્રાવક ધનજી સૂરાને જોઈ લો, સાધર્મિક ભક્તિની પ્રેરણા દેતા પુણિયા શ્રાવકને જોઈ લો કે શત્રુંજયના ભવ્ય ઉદ્ધારો કરનારા શ્રાવપુંગવો જાવડશા, સમરાશા, કર્મશાહ, તેજપાલ સોની જેવાને નિહાળી લો, એક શ્રાવકે આચાર્ય રત્નાકરસૂરિજીને ઉપદેશમાળા ગ્રંથની એક ગાથાનો વારંવાર અર્થ પૂછયો, પરિણામે સૂરિજી બોધ પામ્યા અને રત્નાકર પચ્ચીસી બનાવી. આ સૌએ દાન, શીલ, તપ અને ભાવનાના યોગદાનની ગૌરવગાથા રચી છે. પાટણના કુબેરદત્ત નામના દરિયાઈ વ્યાપારીને ત્યાં રત્નજડિત જિનાલય અને ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા હતી.
વિજય શેઠ હોય કે મોતીશા શેઠ હોય, શેઠ કેશવજી નાયક હોય કે વેલજી માલુ હોય, શિવજી નેણશી હોય–આ સૌએ મંદિરોના નિર્માણકાર્યમાં સંપત્તિનો છૂટે હાથે ઉપયોગ કર્યો. નરશી નાથા હોય કે આભુ શેઠ હોય, વર્ધમાન શાહ કે રાયશી શાહ હોય, શ્રાવકરત્નોની તો હારમાળા રચાય છે. વંથલીના નગરશેઠ ભીમા સાથરિયાએ ગિરનારના જીર્ણોદ્ધારમાં લાખોનું દ્રવ્ય વાપર્યું હતું.
વર્તમાનયુગમાં પણ મસ્તક ઝુકાવી દે તેવા શ્રાવકો નજરે પડે છે. ખંભાતના શ્રાવકકવિ ઋષભદાસ, ભરૂચના અધ્યાત્મનિષ્ઠ અનુપચંદભાઈ, રાજકોટના પ્રભુદાસભાઈ, આચાર્ય કલાપૂર્ણસૂરિજીનું સ્મારક રચનારા ધનાશા પદવી પામેલા કચ્છ વાગડના ભાઈ ધનજી ગેલાભાઈ, ડીસાના મફતભાઈ સંઘવી, આચાર્ય હીરસૂરિજીની ભક્તિ કરનારા ખંભાતના શ્રાવકો અને સમેતશિખરનો ઉદ્ધાર કરનાર જગતશેઠ, બંગાળના જગતશેઠ તથા અન્ય બાબુઓએ પૂર્વ ભારતમાં ધર્મસંસ્કાર કાંઈક અંશે ટકાવી રાખ્યો. ડીસાના ભરતભાઈ કોઠારી અને મુંબઈ વિનિયોગ પરિવારના અરવિંદભાઈ પારેખનું જીવદયાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાય.
સંસારમાં રહેવા છતાં સંસારને સ્પર્શવા ન દેનારા, ગુર્જરની ધન્યધરા વિજાપુરના વતની હાલ ધોળકાના આજના કુમારપાળ વી. શાહને દેખીને અહોભાવ છલકાય છે. વાહ રે પ્રભુના શ્રાવકો! ધન્ય છે તમારી સત્ત્વશીલતાને! અભિવંદના છે તમારી સુકતધારાને! અહોભાવ છે તમારાં ધર્મપરાક્રમો પર! કલમ વામણી થાય છે, શબ્દો ઓછા પડે છે તમને સત્કારવા અને શણગારવા! અમારાં સાધનો ટાંચાં છે. તમારા ઔદાર્ય પાસે અમારું મસ્તક ઝુકી પડે છે. સાતેય ક્ષેત્રોમાં સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યપરબ બાંધનાર, શ્રાવકકરણીની વસુધાને નવપલ્લિત રાખનાર ગુણસંપન શ્રાવકોના જીવનપરિચયો સૂચિત ગ્રંથમાં સરળ શૈલીમાં રજૂ કરાયા છે જે પ્રેરક બની રહેશે. જગતભરમાં પંકાયેલું કલકત્તાનું બદરીદાસ બાબુનું કાચનું મંદિર જોવાલાયક છે. સં. ૧૯૨૩માં તેની પ્રતિષ્ઠા થઈ. હીરા, માણેક, પન્ના અને રત્નમણિથી સુશોભિત આ મંદિર ભારતભરમાં અજોડ અને અનુપમ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org