________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રમણોપાસકોની સમૃદ્ધ સહયાત્રાઓ
શ્રમણોને સાચવનારા, પોતાની ચારિત્રપ્રાપ્તિની અધૂરી ઝંખનાઓ સાથે સદાચારી જીવન જીવનારા, દેશવિરતિધર શ્રાવકો-શ્રાવિકાઓ તથા શ્રમણોની વેયાવચ્ચથી લઈ શાસન પ્રભાવક તમામ પ્રવૃત્તિઓમાં તન-મન-ધનને ન્યોછાવર કરી પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરનારા શ્રમણોપાસકોને કારણે જ શ્રમણોની સાધના-આરાધનાઓ સુરક્ષિત છે. આ શ્રાવકો અનેક પ્રકારી ધર્મોદ્યોતક સંસ્થાઓને સાચવી, ખીલવી જિનશાસનના ઉદ્યોતમાં નિમિત્ત બની શકે છે. શાસનની પ્રભાવના, શ્રુતલેખન કે તીર્થરક્ષા વગેરે દ્વારા શ્રમણસંસ્થાને પણ મજબૂત બનાવી શકે છે. શ્રમણો અને શ્રાવકો વિશેના મહત્ત્વના લેખો પ્રસ્તુત ગ્રંથમાં ઇતિહાસ ગવેષક પૂ. મુનિરાજ જયદર્શનવિજયજી મ. (નેમિપ્રેમી)ના શુભહસ્તે લખાયેલા અવગાહવા યોગ્ય છે. તથા આ પૂર્વેના પણ “વિશ્વ અજાયબી : જૈન શ્રમણ” ગ્રંથમાં લેખકશ્રીએ કસાયેલી કલમ ચલાવેલી છે. તેમના મંતવ્યો પ્રમાણે જો શ્રાવક ગીતાર્થ નિશ્રિત છે તો સકલસંઘોની એકતાનું કારણ બની શકે છે.
શ્રાવકોની સુકૃતધારા
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના શાસનનો અચિંત્ય પ્રભાવ છે. કલિકાલની ગમે તેવી ભયંકર કાળી છાયા ચોગરદમ ફરી વળી હોય તો પણ મોક્ષમાર્ગનાં પરમ આરાધકો અને ભાવરત્નોની પેદાશ
થયા જ કરે છે. પરમાત્માનું શાસન યથાર્થરૂપે રક્ષાય છે અને સર્વોત્તમ રત્નત્રયવિષયક વારસો સદાકાળ ઝળહળતો જોવા મળતો રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા અનંત સિદ્ધોનું સ્થાન શત્રુંજય ગિરિરાજ ઉપર ૧૪ દેરાર શિખરો ઉપર ૧૪ સુવર્ણયુક્ત કળશોની સ્થાપના-પ્રતિષ્ઠા કરવાની હતી. જે યુવાન
યુગલો આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરે તેમના હાથે જ આ કામ કરાવવાનું શેઠ આ.ક. પેઢીએ નક્કી કર્યું હતું. ૧૪ ને બદલે ૨૨ જેટલા યુવાન યુગલોએ ચૈત્ર સુદી-૧૫ના દિવસે અનેક સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરી પ્રતિષ્ઠા પ્રસંગ ભારે આનંદઉલ્લાસથી સુસંપન્ન બન્યો.
શ્રમણ-શ્રમણીઓનું યોગદાન અનન્ય છે તેમાં બેમત નથી, પણ પુણ્યવંતા શ્રમણોપાસકોનો સહયોગ પણ અદ્ભુત કહી શકાય તેમ છે. શ્રમણોપાસક શબ્દનો પર્યાયવાચી શ્રાવક શબ્દ ચતુર્વિધસંઘના એક પાયારૂપે પ્રસિદ્ધ છે, તેને ઉપાસક પણ કહે છે. ચોવીશે તીર્થંકરોની વિશાળ શ્રાવકસંખ્યા સ્વયં એક ગ્રંથરૂપ બને તેટલી વિશાળ શ્રેણી ધરાવે છે. આવા વિપુલ શ્રાવકગણની સમષ્ટિને નિદર્શન પદ્ધતિથી રજૂ કરવા ગુણવૈવિધ્ય આધારિત પાત્ર પસંદગી પામ્યા, જે શ્રાવકના જીવનકવનની ઉદાત્ત સાક્ષીરૂપ છે. વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફરકાવનાર સૌરાષ્ટ્રમાં મહુવાના પનોતા પુત્ર સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું યોગદાન કાયમનું સંભારણું બની ગયું. ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org