________________
૨૬
તો ક્યાંક પરમ વિનયનું દર્શન કરાવતાં એવાં શ્રમણીઓનાં જીવનનું દર્શન આપણને આજે પણ નતમસ્તક બનવા પ્રેરણાપીયૂષનાં પાન કરાવે છે. શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાની અનેક પત્નીઓ પણ આ તેજસ્વી તારામંડળના સદસ્યો હતા. શ્રી ચતુર્વિધસંઘમાં સાધ્વીઓનું અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણસંસ્કૃતિએ સ્વીકારી પ્રતિષ્ઠા કરી એ વિરલ–ઉત્તમ નમૂનો છે. રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતિ તપસ્વીઓમાં અગ્રેસર બની ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયથી બ્રાહ્મી, સુંદરી વગેરે સાધ્વી પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ, જિનશાસનમાં આજ પર્યંત દીપી રહી છે. શ્રાવિકા સુલસા માત્ર શ્રદ્ધાના બળે ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીનો ધર્મલાભ પામી શકી. આ સુલસા શ્રાવિકા આવતી ચોવીશીમાં ૧૫મા તીર્થંકર નિર્મમ નામે થશે. ચેલણા, દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહર્નિશ ઘૂમતી રહી છે. સ્થૂલભદ્રની સાતે બહેનો તેજસ્વી સતીઓ અને સાધ્વીઓ તરીકે ગૌરવવંતા સ્થાનના અધિકારી બન્યા છે. ત્રિશલામાતા પણ ઇતિહાસમાં અમર બની ગયાં. રાજવૈભવ તજીને અમરચૂડો ધારણ કરવા સંયમના માર્ગે વળતી મહામંત્રી શકટાલની પુત્રીઓ શ્રાવિકાઓનાં જ્વલંત દૃષ્ટાંત છે. મોક્ષપ્રાપ્તિની યોગ્યતા શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોમાં પ્રગટ થતી હોય છે. જૈન ધર્મની મોટાભાગની ક્રિયાઓમાં એકલા ઇન્દ્રો જ નથી--દેવીઓને પણ સ્થાન અપાયું છે. એ જ ઘટના નારી જાતિ પરત્વેની સન્માનની ભાવના પ્રગટ કરે છે. અનેક જગ્યાએ સ્ત્રીઓની ઉપેક્ષા થઈ છે. જ્યારે અત્રે શ્રાવિકાઓને પણ વિશિષ્ટ સ્થાન અપાયું છે. આ શ્રાવક-શ્રાવિકાઓ જ તીર્થંકરોના પૂજનીય માતા-પિતા હતા.
જિન શાસનનાં
જૈનધર્મમાં બ્રહ્મચર્યના મહાવ્રતમાં સ્ત્રી-પુરુષનો સમાન અધિકાર માન્ય છે. જૈનોમાં બ્રહ્મચર્ય પાલનમાં સ્ત્રીઓ વધારે આત્મબળ દાખવ્યાના દૃષ્ટાંતો જાણીતાં છે. વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર સોળ મહાસતીઓનાં નામ ખૂબ જાણીતાં છે.
લગ્નમંડપમાંથી જ પતિ નેમિનાથના માર્ગે જતી રાજુલ-રાજીમતી ગિરનારની ગુફામાં પૂર્વાશ્રમના દિયર રથનેમિને સૌંદર્યમુગ્ધતાથી પાછા વાળી બ્રહ્મચર્યમાં સ્થિર કરે છે. રાજુલ જેવી નારી જૈનશાસનનો શણગાર છે તો વેશ્યા કોશા સ્થૂલભદ્રના એક ગુરુભાઈને સ્થિર કરવા સમર્થ બને છે. તેથીય આગળ વિજયશેઠ વિજયા શેઠાણી પોતાના શુક્લ કૃષ્ણપક્ષના બ્રહ્મચર્યપાલનના વ્રતમાં અપૂર્વ સ્થિરતા દાખવે તેવાં દૃષ્ટાંતોનો જોટો મળવો મુશ્કેલ છે. જૈન શાસનના ઇતિહાસનાં આ બધા સુવર્ણપૃષ્ઠો છે.
જિનશાસનની મોક્ષલક્ષી આરાધના કરવા શ્રમણધર્મ છે, તેથી જ તો પૂર્વકાળમાં વનવાસમાં, તપ-ત્યાગમાં કે નિઃસંગ ધ્યાનમાં સંયમની સૂક્ષ્મ પળો સુખેથી એકત્વભાવ સાથે વીતાવી શકનાર શ્રમણો હતા અને આજે પણ વિવિધ સમુદાય, ગચ્છ-સંપ્રદાય વગેરેમાં જેટલી હદે આચાર-વિચાર-ઉચ્ચારની એકતા પ્રવર્તે છે, તેટલો નાદ જૈનં જતિ શાસનમ્'નો વધુ જોરથી ગૂંજે-ગાજે છે. લબ્ધિનિધાન કે બુદ્ધિનિધાન, સામાન્ય કેવળી કે શ્રુતકેવળી, શ્રુતધરો કે બહુશ્રુતો, તપસ્વીઓ કે સંયમીઓ બધાયનો હાર્દિક સૂર એક સરખો સંભળાશે કે ‘“નંવી સા સંનમે''। ખંભાતમાં અલ્પવયમાં દીક્ષિત બની અતિ અલ્પકાળમાં ૭૦૦ શિષ્યાના ગુરુણી બનવાનું સૌભાગ્ય ધારણ કરનારા પ્રવર્તિની પૂ.સા.શ્રી પદ્મશ્રી જેઓની ગુરુમૂર્તિ માતરતીર્થના જિનાલયની ભમતીમાં બિરાજમાન છે. આપણી વંદનાના અધિકારી બને છે. સાધ્વીઓમાં પણ મહત્તરા, પ્રવર્તિની, ગણિની આદિ વિશિષ્ટ પદો હોય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org